૪ ગુરખા રાઈફલ્સ
૪ ગુરખા રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાં પાંચ પલટણો છે. રેજિમેન્ટને બ્રિટિશ ભારતીય સેનાના ભાગરૂપે ઇસ ૧૯૫૭માં ઉભી કરવામાં આવી હતી. ઈસ ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી તે સમયે તે ભારતીય સેનામાં સમાવાઈ.
રેજિમેન્ટ આફ્રિકા, યુરોપ અને એશિયામાં લડી ચૂકી છે જેમાં દ્વિતીય અફઘાન યુદ્ધ, ચીનમાં બોક્સર વિદ્રોહ, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સામેલ છે. સ્વતંત્રતા બાદ તેણે ભારત-પાકિસ્તાનના તમામ યુદ્ધ તેમજ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન લડાઈમાં ભાગ લીધો છે. રેજિમેન્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં પણ સામેલ થઈ ચૂકી છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૮૫૭ના વિપ્લવ સમયે પિથોરાગઢ, ઉત્તર પ્રદેશ ખાતે તત્કાલીન જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને વધારાની ગુરખા રેજિમેન્ટ ઉભી કરાઈ જેને ૧૯મી બંગાળ સ્થાનિય પાયદળ રેજિમેન્ટ એવું નામ અપાયું. ૧૮૬૧માં ગુરખા રેજિમેન્ટને ક્રમબદ્ધ કરાતાં આ રેજિમેન્ટને ૪ ગુરખા રાઈફલ્સ નામ અપાયું. ૧૯૨૪માં તેનું નામ બદલી અને ૪ પ્રિન્સ ઑફ વેલ્સની ગુરખા રાઈફલ્સ નામ અપાયું. તે સમયે બ્રિટિશ રાજા એડવર્ડ આઠમાને કર્નલ-ઇન-ચીફ બનાવાયા. સ્વતંત્રતા સમયે આ રાજાશાહી નામ દૂર કરવામાં આવ્યું અને હાલનું નામ અપાયું.
૧૮૬૬માં બાકલોહને ચંબાના રાજા પાસેથી આ રેજિમેન્ટના મુખ્યાલય માટે સંપાદિત કરવામાં આવ્યું અને ડેલહાઉસી ખાતે અંગ્રેજ સૈનિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી અને આ માટે રૂપિયા ૫૦૦૦ ચૂકવાયા. આ સ્થળ રેજિમેન્ટના મુખ્યાલય તરીકે ઈસ ૧૯૪૮ સુધી કાર્યરત રહ્યું.[૨][૩]
૧૮૫૭-૧૯૧૪
[ફેરફાર કરો]૧૮૫૭ અને ૧૯૧૪ વચ્ચે રેજિમેન્ટ ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં નાના યુદ્ધોનો ભાગ બની. જેમાં મિઝોરમ અને દ્વિતીય અફઘાન યુદ્ધ મુખ્ય હતું. ૧૯૦૦ની સાલમાં ચીનમાં બોક્સર વિગ્રહ દબાવવા માટે રેજિમેન્ટને તૈનાત કરવામાં આવી હતી.
૧૯૦૩માં સોમાલીયા ખાતે ત્રીજા સોમાલિલેન્ડ અભિયાન દરમિયાન રેજિમેન્ટના કેપ્ટન વિલિયમ જ્યોર્જ વોકર રેજિમેન્ટ માટે વિક્ટોરીયા ચંદ્રક મેળવનાર પ્રથમ અફસર બન્યા.[૪]
પ્રથમ વિશ્વયુદ્ધ
[ફેરફાર કરો]પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ૧લી પલટણ ૪ ગુરખા રાઈફલ્સ (૧/૪ ગુરખા રાઈફલ્સ)ને ફ્રાન્સ ખાતે તૈનાત કરવામાં આવી. તેની સાથે એક અંગ્રેજ અને બે અન્ય ભારતીય પલટણો સિરહિન્દ બ્રિગેડ હેઠળ મૂકવામાં આવી હતી. ૩૦ નવેમ્બરના રોજ પલટણ માર્શેઈ ખાતે પહોંચી અને મોરચા પર તેમને ડિસેમ્બર ૧૯૧૪માં જ મોકલી દેવાઈ.[૫][૬][૭]આ અભિયાનમાં તેણે ગિવેન્ચી, નુવે શાપેલ અને યપ્રિ ખાતે લડાઈમાં ભાગ લીધો. એપ્રિલ ૧૯૧૬માં તેને મેસોપોટેમિ૬૬૬યા ખાતે તૈનાત કરવામાં આવી.
૨/૪ ગુરખા રાઈફલ્સને પણ મેસોપોટેમિયા ખાતે લડાઈમાં હિસ્સો લેવાનો મોકો મળ્યો.
૩/૪ ગુરખા રાઈલ્સ પલટણને ઉભી કરવાનો યુદ્ધ દરમિયાન આદેશ મળ્યો પરંતુ એક કારકુની ક્ષતિને કારણે ૪/૩ ગુરખા રાઈફલ્સ એટલે કે ૪થી પલટણ ૩ ગુરખા રાઈફલ્સ ઉભી થઈ ગઈ. ૩/૪ ને બાદમાં બાકલોહ ખાતે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ૧ ઓક્ટોબર ૧૯૪૦માં ઉભી કરવામાં આવી.[૮]
પ્રથમ વિશ્વયુદ્ધની યુદ્ધ નોંધ
[ફેરફાર કરો]ભારતીય પલટણોની પ્રથમ વિશ્વયુદ્ધ યુદ્ધ નોંધ જેમાં ૧/૪ ગુરખા રાઈફલ્સ પણ સામેલ છે તેને ડિજિટાઈઝ સ્વરૂપે ઝુનિવર્સ પર મૂકવામાં આવી છે. તેમાં પલટણની રોજબરોજની પ્રવૃત્તિ, તેની તૈનાતી, અફસરોના અનુભવ વગેરે રસપ્રદ બાબતોની તેમાં નોંધ છે.[૯][૧૦]
દ્વિતીય વિશ્વયુદ્ધ
[ફેરફાર કરો]દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તત્કાલીન જરૂરિયાતને ધ્યાનમાં લેતાં ૩/૪ અને ૪/૪ એમ બે પલટણો ઉભી કરવામાં આવી. રેજિમેન્ટની પલટણોએ ઈરાક, સિરિયા, ઇજિપ્ત, સાયપ્રસ, ઈટલી અને બર્મા ઉપરાંત નાગાલેંડ, મણિપુર અને મિઝોરમ ખાતે યુદ્ધમાં ભાગ લીધો.[૧૧]
બર્મા અભિયાન
[ફેરફાર કરો]આ અભિયાનમાં ૧/૪ પલટણે ફેબ્રુઆરી ૧૯૪૨માં સિટ્ટાંગ પુલની લડાઈમાં ભાગ લીધો અને ભારતમાં પીછેહઠમાં પણ તેણે ભૂમિકા ભજવી. ૧૯૪૪માં ઇમ્ફાલની લડાઈમાં પલટણે મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠી.
૩/૪ પલટણ દ્વિતીય ચિંદિત અભિયાન અને ઓપરેશન થર્સડેનો ભાગ બની.
૪/૪ પલટણે ૧૯૪૫માં મેન્ડેલે ટેકરી કબ્જે કરવાની કાર્યવાહીમાં નામના મેળવી.
ઈરાક, સિરિયા અને ઈટાલિ
[ફેરફાર કરો]૨/૪ પલટણે આ અભિયાનમાં ભાગ લીધો. ફ્રાન્સના પતન બાદ ઈરાક પર હુમલાનો ખતરો વધી ગયો હતો. તેને ખાળવા માટે કરાંચી ખાતેથી મે ૧૯૪૧માં પલટણને શત્ત-અલ-અરબ ખાતે તૈનાત કરવામાં આવી. તેણે ૨૪ મે ૧૯૪૧ ના રોજ બસરા અને યુફ્રેટિસ નદીનો પશ્ચિમ કાંઠો કબ્જે કરવાની કાર્યવાહીમાં ભાગ લીધો. ૨૫ મે ના રોજ તેને વિમાન દ્વારા હબ્બાનિયાના વાયુ મથક ખાતે મદદ અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી. તેના પર ઈરાકી ભૂમિદળ અને જર્મનીની વાયુસેના જે મોસુલ અને બગદાદ ખાતે તૈનાત હતી તેના દ્વારા હુમલો કરાયો હતો.[૧૨]
જુન ૧૯૪૧માં ઈરાકના સફળ અભિયાન બાદ જેમાં હડીથા પર કબ્જો પણ સામેલ હતો, પલટણને તેને સિરિયા-તુર્કી સરહદ વિચિ ફ્રેન્ચ સૈન્ય સામે તૈનાત કરવામાં આવી. તેણે ડિર-એ-ઝોર કબ્જે કર્યું. તેણે રાફા પણ કબ્જે કર્યું જે પાછળથી ઇસ્લામી આંતકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટના કેન્દ્ર તરીકે કુખ્યાત બન્યું.[૧૩]
ત્યારબાદ તેને સડક માર્ગે પેલેસ્ટાઈન ખાતે ખસેડવામાં આવી. જ્યાંથી તેને ઉત્તરી આફ્રિકામાં તૈનાત કરાઈ પરંતુ, ત્યાં ઈટાલિની બે બેરાસાલિયેરી પલટણોએ તેને સંપૂર્ણપણે નષ્ટ કરી. પાછળથી તેને પુનઃગઠિત કરી અને સાયપ્રસ ખાતે તૈનાત કરાઈ અને તેણે ઈટાલિના અભિયાનમાં ભાગ લીધો.[૧૪]
રેજિમેન્ટનો પુસ્તકોમાં ઉલ્લેખ
[ફેરફાર કરો]લેખક જ્હોન માસ્ટર્સ રેજિમેન્ટમાં અફસર હતા અને તેમણે સરહદી પ્રાંત, ઈરાક અને બર્માના અભિયાનમાં ભાગ લીધો હતો. એક તબક્કે તેઓ ૩જી પલટણનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમના પુસ્તકો બ્યુગલ્સ એન્ડ અ ટાઈગર, ધ રોડ પાસ્ટ મેન્ડેલે અને પીલગ્રીમસ સન ભારતીય સેના અને ૪ ગુરખા રેજિમેન્ટની તત્કાલીન જીવનનું વર્ણન કરે છે.[૧૫]
પરંપરાઓ
[ફેરફાર કરો]રેજિમેન્ટની ઘણી પરંપરાઓ બ્રિટિશ ગ્રિનજેકેટ્સ રેજિમેન્ટ સાથે મળતી આવે છે. ભારતીય સેનાની અન્ય રાઈફલ રેજિમેન્ટ મુજબ તે મિનિટના ૧૮૦ કદમના દરે કૂચ કરે છે. રેજિમેન્ટના અફસરો કાળા રંગનો દોરો ખમીસ પર પહેરે છે જેના અંતે સીટી બાંધેલી હોય છે. રેજિમેન્ટ તેમની સાદગી માટે ગૌરવ અનુભવે છે અને તેઓ ઠસ્સાભરી ઉજવણીઓ નથી રાખતા. તમામ સૈનિકો ૪જીઆર કાળા રંગની ધાતુમાં ખભ્ભા પર પહેરે છે. ફેબ્રુઆરી ૧૯૪૯થી બ્રિટિશ ભૂલભરેલા ઉચ્ચારણ અને નામ ગોરખાથી બદલી અને સાચું નામ ગુરખા કરવામાં આવ્યું છે.[૧૬]
રેજિમેન્ટનું મુખ્યાલય
[ફેરફાર કરો]શરૂઆતથી રેજિમેન્ટનું મુખ્યાલય બાલકોહ ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
૧૯૪૭માં સ્વતંત્રતા પહેલાં ભારતના સર્વોચ્ચ સેનાપતિએ તમામ ગોરખા રેજિમેન્ટને આદેશ આપ્યો કે જે ગોરખા રેજિમેન્ટ ભારતીય સેનામાં રહેવા પસંદ કરે તેની તમામ સંપત્તિ જેમાં રસોડાંનો સામાન અને રેજિમેન્ટ ભંડોળ પણ સામેલ હતું તે સાબૂત બદલી કરવામાં આવશે. પરંતુ, ૫ જીઆર અને ૯ જીઆર ના અંગ્રેજ અધિકારીઓએ આ આદેશનું પાલન ન કર્યું અને સંપત્તિ અને ભંડોળ સ્વતંત્રતા પહેલાં જ ઈંગ્લેન્ડ હવાલે કરી દીધું. ૪ જીઆર પણ આંશિક રીતે આમ કરવામાં સફળ થઈ. આ ભંડોળ વડે યુદ્ધ સ્મારક બંધાયું, રેજિમેન્ટના ઈતિહાસનો ત્રીજો ભાગ પ્રકાશિત કરાયો અને બાકલોહ ખાતેના ચર્ચથી એક ટેબ્લેટને ઈંગ્લેન્ડ ખાતે લઈ જવાયું.[૧૭][૧૮]
૧૯૪૮માં કુલ ૫૦ અફસરોને ભારતીય લશ્કરી અકાદમી ખાતેથી તાલીમ બાદ ગુરખા રેજિમેન્ટોમાં નિમણુક અપાઈ જેમાં ૪ જીઆરના ભાગે નવ અફસરો આવ્યા.
બાકલોહથી બદલી
[ફેરફાર કરો]ભારતના ભાગલા બાદ રેજિમેન્ટનું મુખ્યાલય બાકલોહથી ધર્મશાલા ખાતે બદલવામાં આવ્યું. ત્યારબાદ ચક્રાતા અને ક્લેમેન્ટ ટાઉન અને અંતે સાબાથુ ખાતે એપ્રિલ ૧૯૬૦માં સ્થાપવામાં આવ્યું. અહિં ૧ જીઆર અને ૪ જીઆરનું રેજિમેન્ટ મુખ્યાલય વિલિન કરી દેવામાં આવ્યું.[૧૯][૨૦]
રેજિમેન્ટની પલટણો
[ફેરફાર કરો]૧/૪
તે જેઠી પલટણ તરીકે ઓળખાય છે. તેને કુપવાડા, જમ્મુ અને કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધિ કાર્યવાહી માટે સૈન્ય વડાનો શ્રેષ્ઠ પલટણ પુરસ્કાર ૨૦૦૨માં અપાયો હતો. આ પલટણે તંગધાર, પંઝગામ અને લોલાબ ક્ષેત્રમાં ૯૪ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પલટણે બે સૈનિકો ગુમાવ્યા હતા. પલટણને એક સેના ચંદ્રક અને કીર્તિ ચક્ર અપાયું હતું.
૨/૪
[ફેરફાર કરો]આ પલટણ મૈલી પલટણ તરીકે ઓળખાય છે. તેણે ૧૯૪૮ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૧ ગ્રેનેડિયર્સ સાથે મળી અને ગુરેઝ અને કાંઝલવા કબ્જે કરી અને શ્રીનગર પર ઉત્તર દિશામાંથી ખતરો ટાળ્યો હતો. તેણે લેબેનાન ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં પણ કામ કર્યું છે.[૨૧]
૩/૪
[ફેરફાર કરો]આ પલટણ ચિંદિત શૈંલી પલટણ તરીકે ઓળખાય છે. તેણે ઓપરેશન મેઘદૂત દરમિયાન ૮ જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીનું સ્થાન સિયાચીન ખાતે લીધું હતું અને સપ્ટેમ્બર ૧૯૮૭માં બિલાફોન્ડ લા ખાતે ચાર દિવસ સુધી પાકિસ્તાની હુમલાઓને ખાળ્યા હતા. આ કાર્યવાહી માટે તેમને ત્રણ મહાવીર ચક્ર, પાંચ વીર ચક્ર, બે સેના ચંદ્રક, એક સૈન્ય વડાનો પ્રશસ્તિપત્ર અને ત્રણ સૈન્ય કમાંડરના પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યવાહીમાં પલટણે ૧૩ સૈનિકો ગુમાવ્યા અને ૨૩ સૈનિકો ઘાયલ થયા.[૨૨]
૪/૪
[ફેરફાર કરો]૪/૪ ને ફોર ફોર પલટણ નામથી ઓળખવામાં આવે છે. તેમાં ગુરુંગ, મગર, લીંબુ અને રાય ગુરખા સૈનિકો હતા. તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે લડી. તેમાં ૯૭ સૈનિકો ગુમાવ્યા અને ૨૮૬ ઘાયલ થયા.[૨૩]
૫/૪
[ફેરફાર કરો]તે કાંચી પલટણ તરીકે ઓળખાય છે.[૨૪]
Notes
[ફેરફાર કરો]- ↑ Kesava Menon, Kesava (December 20, 2000).
- ↑ Rose Hutchison (1 March 1998).
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-27.
- ↑ Parker 2005, p. 392.
- ↑ Edmonds, 1914, Vol II, Appendix 1.
- ↑ F.W. Perry & A.F. Becke, Orders of Battle.
- ↑ http://www.1914-1918.net/mespot.htm
- ↑ A History of the 4th Prince of Wales's Own Gurkha Rifles, 1857–1948.
- ↑ "Operation War Diary: First World War Unit Diaries go online to mark centenary | First World War Centenary". મૂળ માંથી 2016-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-27.
- ↑ "Diaries".
- ↑ Thapal, Lt Col BK (2013).
- ↑ Col Mackay, JN (1952).
- ↑ Col Mackay, JN (1952).
- ↑ Col Mackay, JN (1952).
- ↑ John Masters (2002).
- ↑ K. C. Praval (1990).
- ↑ Farwell, Byron (1990).
- ↑ Sodhi, Harinder (2008).
- ↑ Sodhi, Harinder (2011).
- ↑ Sodhi, Harinder (2012).
- ↑ Banerjee, Major, Sayan (2012).
- ↑ "The Highest Battle field in the World". 4 GR Reunion Special 1998. 1998.
- ↑ Singh, Major, Abhishek (2012).
- ↑ Mehta, Gp Capt.
સંદર્ભ
[ફેરફાર કરો]પુસ્તકો
[ફેરફાર કરો]- Sodhi, H S, Brig (Retd). Gupta, Prem K, Brig (Retd). History of the 4th Gorkha Rifles (Vol IV), 1947–1971 (Delhi, 1985). The authors of 'History of the 4th Gorkha Rifles,(Vol IV)' are senior retired officers of the Regiment. It is a reliable, and much vetted, source on the contemporary history of the Regiment and its five battalions.
- Macdonell, Ronald & Marcus Macauley, compilers. History of the 4th Prince of Wales's Own Gurkha Rifles, 1857–1937, 1&2 vol. Illustrations by Lieutenant Colonel CG Borrowman. 1857–1948 Edinburgh and London: William. Blackwood, 1940. [250 copies issued].
- Mackay, Col, JN, compilers. History of the 4th Prince of Wales's Own Gurkha Rifles, 1938–1948, vol III. Edited and Illustrated by Lieutenant Colonel CG Borrowman. London: William Blackwood, 1952. [350 copies issued]. These are sentimental Raj regimental histories. Despite the motivated historicity of the three volume History of the 4th Prince of Wales's Own Gurkha Rifles, these remain an excellent source on the history of Bakloh, the battalions of the Regiment, and on regimental life in the 4 Gorkha Rifles, from 1857 till 1948.
- Parker, John. (2005). The Gurkhas: The Inside Story of the World's Most Feared Soldiers. Headline Book Publishing. ISBN 978-0-7553-1415-7.
સમાચાર પત્રક
[ફેરફાર કરો]- Negi, Brig (Retd), RPS. ed. Fourth Gorkha Rifles Officer's Association, Newsletter, India. Number 1-35, (in English, Hindi, and Nepali).