પેરાશુટ રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

પેરાશુટ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની છત્રીદળ રેજિમેન્ટ છે.

યુદ્ધ અભ્યાશ ૨૦૧૩ દરમિયાન ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાના છત્રીદળના સૈનિકો

ઈતિહાસ[ફેરફાર કરો]

ભારતની પ્રથમ છત્રીદળ રેજિમેન્ટ ઓક્ટોબર ૨૯, ૧૯૪૧ના રોજ ૫૦મી પેરાશુટ બ્રિગેડ તરીકે ઉભી કરવામાં આવી હતી. તે ૧૫૧મી બ્રિટિશ, ૧૫૨મી ભારતીય અને ૧૫૩મી ગુરખા પેરાશુટ પલટણો ધરાવતી હતી.

ભારતીય તબીબી સેવાના લેફ્ટ એજી રંગારાજ જેઓ ૧૫૨મી ભારતીય પલટણના તબીબ પણ હતા તેઓ અને હવાલદાર મેજર મથુરા સિંઘ છત્રીની મદદથી ઉતરાણ કરનાર પ્રથમ ભારતીયો બન્યા. ૧૯૪૨-૪૩માં નારા વિસ્તારમાં પઠાણ આદિવાસીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં નાના પાયે આ દળનો ઉપયોગ કરાયો હતો. બર્મા ખાતે ગુપ્તચર કાર્યવાહીમાં પણ તેમનો ઉપયોગ કરાયો હતો. ૧૯૪૪માં બ્રિટિશ પલટણને બ્રિટન ખાતે મોકલી દેવાઇ અને બાકીની પલટણોએ સંગશક અને ઇમ્ફાલ ખાતે મહત્ત્વની કામગીરી કરી.  

સંગશકની લડાઈ માર્ચ. ૧૯૪૪ દરમિયાન છ દિવસ સુધી ચાલી અને તેમાં બ્રિગેડના ૪૦ અધિકારી અને ૫૪૫ સૈનિકો ઘાયક થયા અથવા મૃત્યુ પામ્યા. આ કાર્યવાહીને કારણે બ્રિગેડે લેફ્ટ જન સ્લિમની પ્રશસ્તિ પ્રાપ્ત કરી. ૨૬ માર્ચના રોજ બાકી રહેલ સૈનિકોએ જાપાનનો ઘેરો તોડી અને દક્ષિણ અને બાદમાં પશ્ચિમ તરફ લડી અને ઇમ્ફાલ પહોંચ્યા. તેને સોંપાયેલ લક્ષ્ય તેણે મેળવી લીધું. જુલાઈ અંત સુધી લડતા રહી અને ઈમ્ફાલ આસપાસના જંગલમાંથી જાપાની સૈનિકોને હાંકી કાઢ્યા.

તે જ વર્ષે બ્રિગેડનો વિસ્તાર કરી અને વિભાગ સ્તરની કરવામાં આવી. આ માટે મધ્ય પૂર્વમાં રહેલ બખ્તરીયા વિભાગને હવાઈ વિભાગમાં પરિવર્તિત કરવામાં આવ્યો. તેને ૯મો છત્રીદળ વિભાગ નામ આપવામાં આવ્યું. પાછળથી ૧૯૪૫માં તેને ૨જો ભારતીય છત્રીદળ વિભાગ નામ આપવામાં આવ્યું.

આ વિભાગને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે બર્મા ખાતેની એલિફન્ટ પોઇન્ટ પર ઓપરેશન ડ્રેક્યુલા અંતર્ગત કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યો. એક ગુરખા હવાઈ પલટણને સામેલ કરાઈ અને તેની કાર્યવાહીની પ્રશસ્તિ કરવામાં આવી.

સ્વતંત્રતા બાદ છત્રીદળ વિભાગને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યો. ભારતના ફાળે ૫૦મી અને ૭૭મી છત્રીદળ બ્રિગેડ આવી જ્યારે પાકિસ્તાનના ફાળે ૧૪ છત્રીદળ બ્રિગેડ આવી.

સ્વતંત્રતા બાદ ભારતીય સરકારે એક જ ૫૦મી છત્રીદળ બ્રિગેડને કાયમી કરી અને તેમાં ત્રણ પુરસ્કૃત પલટણો ૧ પેરા (પંજાબ રેજિમેન્ટ), ૨ પેરા (મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી) અને ૩ પેરા (કુમાઉં રેજિમેન્ટ)ને સામેલ કરી. ૧૯૪૭-૪૮ના કાશ્મીર અભિયાન દરમિયાન શેલાતંગ, નૌશેરા, જાંગડ અને પુંચની લડાઈઓમાં તેમણે મહત્ત્વની કામગીરી કરી અને આ માટે તેમને યુદ્ધસન્માનો એનાયત કરાયાં.

એપ્રિલ ૧૫, ૧૯૫૨ના રોજ પેરાશુટ રેજિમેન્ટ ઉભી કરવામાં આવી અને આ ત્રણ પલટણોને તેમાં સામેલ કરવામાં આવી. ૧૯૬૧માં ૪થી પલટણ પણ ઉભી કરવામાં આવી. ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધમાં હારનો સામનો કર્યા બાદ વધુ ચાર પલટણો ૫મી, ૬ ઠી, ૭મી અને ૮મી પલટણ બે વર્ષના ગાળામાં ઉભી કરવામાં આવી.

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મેજર મેઘ સિંઘના નેતૃત્વ હેઠળ વિવિધ પાયદળ રેજિમેન્ટમાંથી સ્વૈચ્છિક ઉમેદવારો વડે બ્રિગેડ ઓફ ગાર્ડસ ઉભી કરવામાં આવી. તેનું લક્ષ્યાંક બિનપરંપરાગત લડાઈ લડવાનું હતું અને તેણે તેના સંખ્યાબળના પ્રમાણમાં અસાધારણ પરિણામો હાંસલ કર્યા. યુદ્ધ બાદ તેને વિખેરી નાખવામાં આવી અને સૈનિકોને પોતપોતાની રેજિમેન્ટમાં મોકલી દેવાયા. પરતુ, મેજર મેઘ સિંઘને આ પ્રકારની એક પલટણ ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી અને તેના પરિણામે ૯ પેરા (કમાંન્ડો) પલટણ ઉભી કરાઈ. એક વર્ષ બાદ પલટણને બે ભાગમાં વહેંચવામાં આવી અને ૧૦ પેરા ઉભી કરાઈ.

હાલમાં, રેજિમેન્ટમાં નવ ખાસ દળો એટલે કે કમાન્ડો પલટણો છે જે ૧, ૨, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૨ અને ૨૧ પેરા (ખાસ દળો) છે અને પાંચ છત્રીદળ પલટણો જે ૫, ૬, ૭, ૨૩ અને ૨૯ પેરા છે. આ સિવાય રેજિમેન્ટમાં બે સ્થાનિય પાયદળ પલટણો ૧૦૬ પેરા અને ૧૧૬ પેરા અને એક રાષ્ટ્રિય રાઇફલ્સ પલટણ ૩૧ પેરા પણ છે.

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પૂર્વ અને પશ્વિમ મોરચે અનેક લડાઈમાં રેજિમેન્ટની પલટણોએ ભાગ લીધો. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત તંગૈલ ખાતે એક પેરાશુટ પલટણને છત્રી વડે ઉતરાણ કરાવાયું અને તેણે બાંગ્લાદેશને આઝાદ કરવાની કાર્યવાહીમાં વેગ આણ્યો. આ સિવાય ચાચરો, સિંધ અને મંધોલ, જમ્મુ અને કાશ્મીર ખાતે છાપામાર હુમલા કરી અને તેમની કુશળતાનો પરિચય આપ્યો. રેજિમેન્ટને પુંગલી પુલ, ચાચરો અને પુંચના રક્ષણ યુદ્ધસન્માન એનાયત કરાયાં.

શ્રીલંકા ખાતેની ભારતીય શાંતિસેનામાં રેજિમેન્ટની પાંચ પલટણોને તૈનાત કરવામાં આવી જેમાં ત્રણ કમાન્ડો પલટણો સામેલ હતી.

માલદીવ્સ ખાતે ચૂંટાયેલ સરકારની મદદ માટે હાથ ધરાયેલ ઓપરેશન કેકટસમાં ૬ પેરાએ મોખરે રહી અને કાર્યવાહી કરી હતી.

પલટણોને ઉત્તર પૂર્વ ભારત અને જમ્મુ અને કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધિ કાર્યવાહીમાં તૈનાત કરવામાં આવી છે. તેને આ કાર્યવાહીઓ માટે ૧૧ સૈન્ય વડાના પલટણ પ્રશસ્તિ પત્ર, ૧૧ અશોક ચક્ર એનાયત કરાયાં છે. ૯ પેરા (ખાસ દળો) પલટણને ૨૦૦૧માં બહાદુરોમાં પણ બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો.

કારગિલ યુદ્ધ દરમિયાન નવ પેરાશુટ રેજિમેન્ટને તૈનાત કરવામાં આવી. મુશ્કોહ ખીણની કાર્યવાહીમાં તેણે સક્રિય ભાગ ભજવ્યો. બટાલિક ક્ષેત્રમાં ૫ પેરાએ કરેલ કાર્યવાહી માટે તેને સૈન્ય વડાનો પલટણ પ્રશસ્તિ પત્ર એનાયત કરાયો.

સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં રેજિમેન્ટની પલટણો ૧૯૫૨માં કોરિયા, ૧૯૫૬માં ગાઝા અને ૨૦૦૦માં સિએરા લિઓન ખાતે તૈનાત કરાઈ છે.

રેજિમેન્ટનું મુખ્યાલય આગ્રા, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. આ જ સ્થળે રેજિમેન્ટનું તાલીમ કેન્દ્ર પણ આવેલ છે.


રેજિમેન્ટનું ચિહ્ન[ફેરફાર કરો]

રેજિમેન્ટનું ચિહ્નમાં એક ખુલેલ છત્રી છે જેની ઉપર છત્રીદળ લખેલું છે. તેની ઉપર ખુલેલ પાંખો છે અને છત્રી પર એક ખંજર છે. આ તમામ ચીજો ચાંદીની બનેલ છે. વૈશ્વિક ધારાધોરણ મુજબ છત્રીદળના તમામ સૈનિકોભૂખરા લાલ રંગની ટોપી પહેરે છે. 

કાશ્મીરની કાર્યવાહી[ફેરફાર કરો]

રેજિમેન્ટની ત્રણે પલટણો આમાં સામેલ હતી. આ કાર્યવાહીમાં બ્રિગેડનું નેતૃત્વ કરી રહેલ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન જુલાઈ, ૧૯૪૮માં શહીદ થયા અને તેમને મૃત્યુપર્યંત મહાવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.

૬૦ પેરાશુટ તબીબી પલટણ અને કોરિયન યુદ્ધ[ફેરફાર કરો]

ભારતની તબીબી પલટણની સેવાને સન્માનિત કરતી ૧૯૫૧માં દક્ષિણ કોરિયા દ્વારા પ્રકાશિત ૫૫૦ વોનની ટપાલ ટિકિટ

કોરિયાના યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મદદની અપીલ કરવામાં આવી. ભારતે આ માટે લશ્કરી મદદને બદલે તબીબી મદદ મોકલવાનું નક્કી કર્યું. આ માટે ૬૦મી તબીબી પલટણને મોકલવામાં આવી જેણે કોરિયા ખાતે ચાર વર્ષ સુધી સેવા આપી. તેણે તમામ સૈનિકો અને નાગરિકો જેને જરૂર ઉભી થઈ તેને તબીબી સેવા આપી. તેને લાલ દેવદૂતોનું હુલામણું નામ આપવામાં આવ્યું. તેણે ઉત્તર કોરિયાના યુદ્ધકેદીઓને પણ સારવાર આપી હતી.

ઓપરેશન ટોમાહોક દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકાની ૧૮૭મી છત્રીદળને સેવા પ્રદાન કરવા માટે બે મહાવીર ચક્ર અને સાત વીર ચક્ર આપવામાં આવ્યા. આ સિવાય અનેક ભારતીય વ્યક્તિગત અને પલટણના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. તેમાં અમેરિકન અને કોરિયન સૈન્ય વડાના પ્રશસ્તિ પત્ર અને અંગ્રેજ સૈન્ય અધિકારીઓ અને રાષ્ટ્રમંડળ દેશોના વિભાગ તરફથી અપાયેલ પ્રશસ્તિ પત્ર પણ સામેલ હતા.

પલટણના ૧૨ સભ્યોને અમેરિકાના છત્રીદળનું ચિહ્ન પહેરવાનો અધિકાર આપવામાં આવ્યો. પલટણને ભારત આવ્યા બાદ રાષ્ટ્રપતિનો પુરસ્કાર અપાયો જે આજ દિન સુધી એકમાત્ર છે. પલટણને ૨૫ સન્માનીય ઉલ્લેખ પણ આપવામાં આવ્યા.

૧૯૮૦થી હાલ સુધી[ફેરફાર કરો]

આતંકવાદ વિરોધિ કાર્યવાહી[ફેરફાર કરો]

આ કાર્યવાહીઓમાં કેપ્ટન અરુણ જસરોટીયા, ૧૯૯૬, મેજર સુધીર કુમાર વાલિયા, ૨૦૦૦ અને પેરા ટ્રુપર સંજોગ છેત્રી, ૨૦૦૩ તમામ ૯ પેરાને અશોક ચક્ર એનાયત કરાયું છે, આ સિવાય ૧૦ પેરાના હવાલદાર બહાદુર સિંઘ બોરા, હવાલદાર ગજેન્દ્ર સિંઘ અને ૨ પેરાન કેપ્ટન આર હર્ષનને પણ આ સન્માન અપાયું છે. ૧ પેરાના કેપ્ટન શબ્બીર મલિક અને મેજર મોહિત શર્માને આ સન્માન ૨૦૧૦માં અપાયું છે.

રેજિમેન્ટની પલટણો[ફેરફાર કરો]

thumb|ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન પેરા ખાસ દળો

  • 1 લી બટાલિયન (ખાસ દળો) (ભૂતપૂર્વ 1 લી બટાલિયન ૨ પંજાબ રેજિમેન્ટ - ઉદ્ભવ 1761, ખાસ દળો માં 1978)
  • 2 બટાલિયન (ખાસ દળો) (ભૂતપૂર્વ 3 જી બટાલિયન મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી - ઉદ્ભવ 1797, ખાસ દળો માં 2000)
  • 3 જી બટાલિયન (ખાસ દળો) (ભૂતપૂર્વ 1 લી બટાલિયન કુમાઉ રેજિમેન્ટના - ઉદ્ભવ 1813, ખાસ દળો માં 2002)
  • 4 થી બટાલિયન (ખાસ દળો) - ઉદ્ભવ 1961, ખાસ દળો માં 2003
  • 5 બટાલિયન (એરબોર્ન) - ઉદ્ભવ 1962
  • 6 ઠ્ઠી બટાલિયન (એરબોર્ન) - ઉદ્ભવ 1963
  • 7 બટાલિયન (એરબોર્ન) - ઉદ્ભવ 1964
  • 9 બટાલિયન (ખાસ દળો) - ઉદ્ભવ 1966
  • 10 બટાલિયન (ખાસ દળો) - ઉદ્ભવ 1967
  • 11 બટાલિયન (ખાસ દળો) - ઉદ્ભવ 2011
  • 21 બટાલિયન (ખાસ દળો) (ભૂતપૂર્વ 21 બટાલિયન મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી - ઉદ્ભવ 1985, ખાસ દળો માં 1996)
  • 23 બટાલિયન (એરબોર્ન)
  • 29 બટાલિયન (એરબોર્ન)
  • 106th પાયદળ બટાલિયન (પેરા) પ્રાદેશિક સેના
  • 116th પાયદળ બટાલિયન (પેરા) પ્રાદેશિક સેના
  • 31 બટાલિયન (કમાન્ડો) - રાષ્ટ્રિય રાઇફલ

શરૂઆતની પલટણો ખાસ પર્યાવરણમાં લડવા માટે તૈયાર કરાઈ હતી જેમ કે ૧લી વ્યૂહાત્મક આરક્ષિત, ૨જી પહાડી વિસ્તાર, ૧૦મી રણપ્રદેશ અને ૨૧મી જંગલ વિસ્તાર. હાલમાં, તમામ પલટણોને તમામ પર્યાવરણમાં લડવા માટે તાલીમ અપાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]