અશોક ચક્ર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારત દેશના રાષ્ટ્ર-ધ્વજમાં અશોક ચક્ર
ચક્રવર્તી, મોટાભાગે અશોક, ૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઇસ ૧લી સદી)

સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈંડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે. આ ચક્ર અશોક ચક્ર કહેવાય છે. આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.

અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અશોક ચક્ર સમ્રાટ અશોકના સમય પછી અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. સંસ્કૃત શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિના નામથી ઓળખવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]