સારનાથ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સારનાથ ખાતે ધમેખ સ્તૂપ

સારનાથ કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં સ્થિત બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. અહીંયાથી જ એમણે "ધર્મ ચક્ર પ્રવર્તન"નો આરંભ કર્યો હતો.

અહીંયા સારંગનાથ મહાદેવનું મન્દિર પણ આવેલું છે, જ્યાં શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકોનો મેળો ભરાય છે. સારનાથ જૈન તીર્થ પણ છે, જૈન ગ્રન્થોમાં આ સ્થળને સિંહપુર કહેવામાં આવ્યું છે. સારનાથ ખાતે જોવાલાયક સ્થળોમાં સમ્રાટ અશોકનો ચતુર્મુખ સિંહસ્તંભ, ભગવાન બુદ્ધનું મંદિર, ધામેખ સ્તૂપ, ચૌખંડી સ્તૂપ, રાજકીય સંગ્રહાલય, જૈન મંદિર, ચીની મંદિર, મૂલંગધકુટી તેમ જ નવીન વિહાર મુખ્ય છે. મુહમ્મદ ઘોરીએ આ સ્થળને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું હતું. ઇ. સ. ૧૯૦૫ના વર્ષમાં પુરાતત્વ વિભાગ તરફથી અહીં ખોદકામ પ્રારંભ કરવામાં આવ્યો હતો, એ સમયે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ઇતિહાસના વિદ્વાનોનું ધ્યાન અહીં ગયું. વર્તમાન સમયમાં સારનાથ લગાતાર પ્રગતિને પંથે અગ્રેસર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

સારનાથ ઇન્ડીયા આર્ટ આર્કિટેક્ટ આર્કિઓલોજી હિસ્ટ્રી કલ્ચર સ્ટડી પ્રોજેક્ટ]