ત્રેતાયુગ
ત્રેતાયુગ હિન્દૂ ધર્મ અનુસાર ચાર યુગો માં થી એક યુગ છે. ત્રેતા યુગ માનવકાલ ના દ્વિતીય યુગ ને કહેવાય છે. આ યુગ માં વિષ્ણુ ના પાંચમા, છઠ્ઠા અને સાતમાં અવતાર પ્રકટ થયા હતા. આ અવતાર વામન,[૧] પરશુરામ[૨] અને રામ હતા. આ યુગ માં ૠષભ રૂપી ધર્મ ત્રણેય પાયા ઉપર ઉભો હતો.[૩] આનાથી પહેલા સત્યયુગ માં એ ચારેય પાયા ઉપર ઉભો હતો. એના પછી દ્વાપર યુગ માં એ બે પાયા પર અને આજ ના અનૈતિક યુગ માં, જેને કલિયુગ કહેવાય છે, ફક્ત એક પાયા પર જ ઉભો છે. આ કાલ રામ ના દેહાંત થી સમાપ્ત થાય છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષ નો હતો.[૩] બ્રહ્મા નો એક દિવસ 10,000 ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે:
૪ ચરણ (૧,૭૨૮,૦૦૦ સૌર વર્ષ) | સત યુગ |
૩ ચરણ (૧,૨૯૬,૦૦૦ સૌર વર્ષ) | ત્રેતા યુગ |
૨ ચરણ (૮૬૪,૦૦૦ સૌર વર્ષ) | દ્વાપર યુગ |
૧ ચરણ (૪૩૨,૦૦૦ સૌર વર્ષ) | કલિ યુગ |
આ ચક્ર આવી જ રીતે ફરતું રહે છે, કે બ્રહ્મા ના એક દિવસ માં 1000 મહાયુગ થઈ જાય છે.
જ્યારે દ્વાપર યુગ માં ગંધમાદન પર્વત પર મહાબલી ભીમ સેન હનુમાનજી થી મળ્યા તો હનુમાનજી ને કહ્યું - કે હે પવન કુમાર તમે તો યુગો થી પૃથ્વી પર નિવાસ કરી રહ્યા છો
તમે મહા જ્ઞાન ના ભંડાર છો બળ બુદ્ધિ માં પ્રવીણ છો કૃપયા તમે મારા ગુરુ બનીને મને શિષ્ય રૂપ માં સ્વીકાર કરીને મને જ્ઞાન ની ભિક્ષા આપો તો હનુમાનજી એ કહ્યું - હે ભીમ સેન
સૌથી પહેલા સતયુગ આવ્યું જેમાં જે કામનાઓ મન માં આવતી હતી એ કૃત(પુરી) થઈ જતી હતી એટલે એને ક્રેતા યુગ(સત યુગ) કહેવાતું હતું એમાં ધર્મ ને ક્યારેય હાનિ નહોતી થતી એના પછી ત્રેતા યુગ આવ્યું આ યુગ માં લોકો કર્મ કરીને કર્મ-ફળ પ્રાપ્ત કરતા હતા, હે ભીમ સેન
પછી દ્વાપર યુગ આવ્યું આ યુગ માં વેદો ના ૪ ભાગ થઈ ગયા અને લોકો સત ભ્રષ્ટ થઈ ગયા ધર્મ ના માર્ગ થી ભટકવા લાગ્યા છે અધર્મ વધવા લાગ્યું,
પરંતુ હે ભીમ સેન હવે જે યુગ આવશે એ છે કલિયુગ આ યુગ માં ધર્મ ખતમ થઈ જશે મનુષ્ય ને એની ઈચ્છા ના અનુસાર ફળ નહીં મળે ચારે દિશામાં અધર્મ નું સામ્રાજ્ય
દેખાશે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Vamana Avatar
- ↑ "Parashurama". મૂળ માંથી 2012-04-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-17.
- ↑ ૩.૦ ૩.૧ Kali Yuga
- ↑ "Calculation of Time". મૂળ માંથી 2012-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-17.