દ્વાપરયુગ

વિકિપીડિયામાંથી

દ્વાપર યુગએ હિંદુ ધર્મ પ્રમાણે ચાર યુગોમાંનો ત્રીજો યુગ છે. આ યુગ ત્રેતાયુગ અને કલિયુગની વચ્ચે આવે છે.[૧] પુરાણો પ્રમાણે, આ યુગનો અંત જ્યારે કૃષ્ણ વૈકુંઠમાં પાછા ફર્યા ત્યારે થયો હતો. ભગવદ પુરાણ પ્રમાણે, દ્વાપર યુગનો સમય ૮,૬૪,૦૦૦ વર્ષોનો માનવામાં આવે છે.[૨] પરંતુ, આ વર્ષ એટલે પૃથ્વીને સૂર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મતો પ્રવર્તે છે.

દ્વાપર યુગ દરમિયાન ધર્મના બે જ સ્થંભો છે - અર્થ અને સત્ય. વિષ્ણુ પીળો રંગ ધારણ કરે છે અને વેદોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા - ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ સમય ગાળા દરમિયાન બ્રાહ્મણોને બે અથવા ત્રણ વેદોનું જ્ઞાન હતું પણ તેમણે ભાગ્યે જ ચારેય વેદોનો સંપૂર્ણ અભ્યાસ કરેલો. આ વર્ગીકરણને કારણે વિવિધ વર્ણો અસ્તિત્વમાં આવ્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Yukteswar, Swami Sri (1990). The Holy Science. Los Angeles, CA: Self-Realization Fellowship. પૃષ્ઠ 9. ISBN 978-0-87612-051-4.
  2. Bhāgavata Purāṇa 12.2.29-33