યુગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતિય કાલગણના અનુસાર સૃષ્ટિની ઉત્પતિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે.એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમાબવૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પતિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય.

યુગો[ફેરફાર કરો]

 1. સત્યયુગ (૧૭,૨૮,૦૦૦ વર્ષ)
 2. ત્રેતાયુગ (૧૨,૯૬,૦૦૦ વર્ષ)
 3. દ્વાપરયુગ (૮,૬૪,૦૦૦ વર્ષ)
 4. કળિયુગ (૪,૩૨,૦૦૦ વર્ષ)

મન્વન્તરો[ફેરફાર કરો]

 1. સ્વયંભુ
 2. સ્વરોચિષ
 3. ઔત્તમિ
 4. તામસ
 5. રૈવત
 6. ચાક્ષુષ
 7. વૈવસ્વત
 8. અર્ક સાવર્ણિ
 9. બ્રહ્મ સાવર્ણિ
 10. દક્ષ સાવર્ણિ
 11. ધર્મ સાવર્ણિ
 12. રુદ્ર સાવર્ણિ
 13. રૌચ્ય
 14. ભૌત્ય

કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, કૃતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.