લખાણ પર જાઓ

યજુર્વેદ

વિકિપીડિયામાંથી

યજુર્વેદ (સંસ્કૃત: यजुर्वेद) હિંદુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગદ્ય શૈલીમાં લખાયેલા મંત્રોનો બનેલો છે.[૧]] યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન છે.[૧] યજુર્વેદનો ચોક્કસ રચનાકાળ જાણી શકાયો નથી, પરંતુ આ વિષયમાં સંશોધન કરનારા મોટાભાગના સંશોધનકારો તેને ઈ.સ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસમાં રચવામાં આવ્યો હોવાનું માને છે, જેનો અર્થ એ થાય છે કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના કાળનો જ વેદ છે.[૨]

યજુર્વેદને ખાસ કરીને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, જેને અંગ્રેજીમાં અનુક્રમે કાળો (બ્લેક યજુર્વેદ - "black" Yajurveda) અને સફેદ (વ્હાઇટ યજુર્વેદ - "white" Yajurveda) તરીકે વર્ણવવામાં આવે છે. કૃષ્ણ યજુર્વેદમાં કૃષ્ણ, કે જે કાળા રંગનો સૂચક છે, તેનો અર્થ એ થાય છે કે યજુર્વેદનો એવો ભાગ કે જેમાં મંત્રોની ગોઠવણી અનિયમિત, અસ્પષ્ટ અને પચરંગી છે; જ્યારે તેથી ઉલટું શુક્લ કે જે શ્વેત રંગનો સૂચક છે, એ શુક્લ યજુર્વેદમાં મંત્રો સ્પષ્ટ, નિયમિત અને ક્રમબદ્ધ ગોઠવાયેલા છે.[૩] કૃષ્ણ યજુર્વેદના ચાર સંસ્કરણો મળી આવે છે જ્યારે શુક્લ યજુર્વેદ બે સંસ્કરણોના રૂપમાં સચવાએલો જોવા મળે છે.[૪]

યજુર્વેદની સૌથી જૂની સંહિતામાં ૧૮૭૫ શ્લોકો છે, જે સર્વથા ભિન્ન હોવા છતાં ઋગ્વેદના શ્લોકો પરથી રચાએલા હોય તેવા છે.[૫][૬] તેના બાદનું સ્તર શતપથ બ્રાહ્મણ છે, જે વૈદિક ધર્મના બ્રાહ્મણ શાસ્ત્રોમાં સૌથી મોટો ગ્રંથ છે.[૭] જ્યારે સૌથી તાજી કે નવી સંહિતામાં ઘણાબધા પ્રાથમિક ઉપનિષદોનો સમાવેશ થાય છે, એવા ઉપનિષદો જેમનો હિંદુ તત્ત્વજ્ઞાન/દર્શનશાસ્ત્ર પર ખાસો એવો પ્રભાવ છે. આ ઉપનિષદો છે: બૃહદારણ્યક ઉપનિષદ, ઈશ ઉપનિષદ, તૈત્તિરીય ઉપનિષદ, કઠ ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ અને મૈત્રી ઉપનિષદ.[૮][૯]તે હિન્દૂ ધર્મ નો એક મહત્વ નો ગ્રંથ છે

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

યજુર્વેદમાં રહેલા શ્લોકો યજ્ઞ દરમ્યાન વપરાતા મંત્રો અને વિધિઓનું વર્ણ કરે છે. યજ્ઞમાં હવિષ તરીકે ઘી, અનાજ, સુગંધી દ્રવ્ય અને ગાયના દૂધનો ઉપયોગ થાય છે.

યજુર્વેદ શબ્દ બે સંસ્કૃત શબ્દો યજુર્ (यजुस्) અને વેદ (वेद)ની સંધિથી બનેલો શબ્દ છે. વેદનો અર્થ છે, જ્ઞાન. યજુસ્ કે યજુર્ શબ્દનો એક અર્થ થાય છે "ધાર્મિક આદર, પૂજાપાત્ર, આરાધના, બલિ, યજ્ઞ, યજ્ઞમંત્ર, વગેરે".[૧૦] જ્યારે બીજો અર્થ અમુક સંશોધનકર્તાઓ "ગદ્ય કે ગેય" એવો કરે છે.[૧૧]

વિષય[ફેરફાર કરો]

સંહિતાઓ[ફેરફાર કરો]

વાજસ્નેયી સંહિતામાં ૪૦ અધ્યાય છે, જેમાં નીચેની વિધિઓમાં વપરાતા મંત્રોનો સમાવેશ છે:[૧૨] સંદર્ભવિ અધ્યાય ક્રમાંક વિધિનું નામ ૧

શુક્લ યજુર્વેદના અધ્યાય[૧૨]
અધ્યાય ક્રમાંક. વિધિ (કર્મકાંડ)નું નામ સમયગાળો (દિવસ) કર્મકાંડનો પ્રકાર સંદર્ભ
૧-૨ દર્શપૂર્ણમાસ (પૂનમ અને અમાસની વિધિ) યજ્ઞમાં ગાયનું દૂધ હોમવું. વાછરડાઓને ગાયથી છૂટા પાડવા. [૧૩][૧૪]
અગ્નિહોત્ર યજ્ઞમાં દૂધ અને માખણ હોમવું. ત્રણ મૂખ્ય ઋતુઓ (વસંત, વર્ષા અને શરદ)નું સ્વાગત [૧૫]
4-8 Somayajna Bathe in river. Offer milk and soma to fire. Offerings to deities of thought, speech. Prayer to Vishnu to harm no crop, guard the cattle, expel demons. [૧૬]
9-10 Vajapeya and Rajasuya Cup of Victory, Inauguration of a King. Offering of butter and Sura (a kind of beer or wine) to fire. [૧૭]
11-18 Agnicayana 360 Formulas and rituals for building altars and hearths for Agni yajna, with largest in the shape of outspread eagle or falcon. [૧૮]
19-21 Sautramani Offerings of Masara (rice-barley liquor plus boiled millet) to fire. Expiate evil indulgences in soma-drinking. For dethroned king, for soldiers going to war for victory, for regulars to acquire cattle and wealth. [૧૯]
22-25 Ashvamedha 180 or 360 Only by King. A horse is released, followed by armed soldiers, wherein anyone who stops or harms the wandering horse is declared enemy of state. The horse is returned to the capital and is ceremoniously slaughtered by the soldiers. Eulogy to the departed horse. Prayers to deities. [૨૦]
26-29 Supplementary formulas for above sacrifices [૨૧]
30-31 Purushamedha Symbolic sacrifice of Purusha (Cosmic Man). Nominal victim played the part, but released uninjured after the ceremony, according to Max Muller[૨૨] and others.[૨૩] A substitute for Ashvamedha (horse sacrifice). The ritual plays out the cosmic creation. [૨૪]
32-34 Sarvamedha 10 Stated to be more important than Purushamedha above. This ritual is a sacrifice for Universal Success and Prosperity. Ritual for one to be wished well, or someone leaving the home, particularly for solitude and moksha, who is offered "curd and ghee (clarified butter)". [૨૫]
35 Pitriyajna Ritual funeral-related formulas for cremation. Sacrifice to the Fathers and Ancestors. [૨૬]
36-39 Pravargya According to Griffith, the ritual is for long life, unimpaired faculties, health, strength, prosperity, security, tranquility and contentment. Offerings of cow milk and grains to yajna fire. [૨૭]
40 This chapter is not an external sacrifice ritual-related. It is Isha Upanishad, a philosophical treatise about inner Self (Atman, Soul). The verse 40.6 states, "The man who in his Self beholds all creatures and all things that be, And in all beings sees his Self, then he doubts no longer, ponders not. [૨૮]


આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Michael Witzel (2003), "Vedas and Upaniṣads", in The Blackwell Companion to Hinduism (Editor: Gavin Flood), Blackwell, ISBN 0-631215352, pages 76-77
 2. Michael Witzel (2003), "Vedas and Upaniṣads", in The Blackwell Companion to Hinduism (Editor: Gavin Flood), Blackwell, ISBN 0-631215352, pages 68-70
 3. Paul Deussen, Sixty Upanishads of the Veda, Volume 1, Motilal Banarsidass, ISBN 978-8120814684, pages 217-219
 4. CL Prabhakar (1972), The Recensions of the Sukla Yajurveda, Archív Orientální, Volume 40, Issue 1, pages 347-353
 5. Antonio de Nicholas (2003), Meditations Through the Rig Veda: Four-Dimensional Man, ISBN 978-0595269259, pages 273-274
 6. Edmund Gosse, Short histories of the literatures of the world, p. 181, ગુગલ બુક્સ પર.Google Books, New York: Appleton, page 181
 7. Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 149-153, Quote: "The Satapatha is one of the largest Brahmanas.
 8. Paul Deussen, The Philosophy of the Upanishads, Motilal Banarsidass (2011 Edition), ISBN 978-8120816206, page 23
 9. Patrick Olivelle (1998), Upaniṣhads, Oxford University Press, ISBN 0-19-282292-6, pages 1-17
 10. Monier Monier Williams, Sanskrit English Dictionary, Oxford University Press, Entry for Yajus, page 839
 11. WJ Johnson (2009), Yajus, A Dictionary of Hinduism, Oxford University Press, ISBN 978-0198610250
 12. ૧૨.૦ ૧૨.૧ Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, page i-xvi
 13. Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, page 124
 14. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 1-16
 15. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 17-25
 16. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 26-70
 17. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 71-86
 18. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 87-171
 19. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 172-204
 20. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 205-234
 21. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 235-254
 22. Max Muller, The Sacred Books of the East, p. 407, ગુગલ બુક્સ પર., Volume 44, Part 5, Oxford University Press; Also see A Weber's agreement that this was symbolic on page 413
 23. Oliver Leaman (2006), Encyclopedia of Asian Philosophy, Routledge, ISBN 978-0415172813, page 557, Quote: "It should be mentioned that although provision is made for human sacrifice (purusha-medha) this was purely symbolic and did not involve harm to anyone".
 24. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 255-263
 25. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 264-287
 26. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 288-290
 27. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 291-303
 28. Ralph Griffith, The texts of the white Yajurveda EJ Lazarus, pages 304-310