જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ
જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ | |
---|---|
ચિત્ર:Rgt-jkr.gif રેજિમેન્ટ ચિહ્ન | |
સક્રિય | ૧૮૨૧–હાલ સુધી |
દેશ | ભારત |
શાખા | ભારતીય ભુમિસેના |
પ્રકાર | પાયદળ |
ભાગ | Infantry |
કદ | ૧૯ પલટણ |
રેજિમેન્ટ કેન્દ્ર | જબલપુર, મધ્ય પ્રદેશ |
યુદ્ધ ઘોષ | પ્રશતા રણવીરતા ("યુદ્ધમાં વીરતા વખાણવાલાયક છે")[૧] |
યુદ્ધ ઘોષ | દુર્ગા માતાની જય"[૧] |
Insignia | |
રેજિમેન્ટનું ચિહ્ન | લંબગોળ સૂર્ય અને રાજચિહ્ન. "હંમેશા યુદ્ધમાં વિજેતા" એવું સૂર્યને ફરતે સંસ્કૃતમાં લખાણ[૧] |
જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેને તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રજવાડું ની સેનામાંથી સંપુર્ણ પણે ભારતીય સેનામાં રેજિમેન્ટ તરીકે વિલિન કરવામાં આવી હતી. ૧૯૬૩માં તેનું નામકરણ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ કરવામાં આવ્યું. લદ્દાખ સ્કાઉટ્સ આ રેજિમેન્ટના નેજા તળે ૨૦૦૨ સુધી હતી ત્યારબાદ તેને અલગ રેજિમેન્ટનો દરજ્જો આપવામાં આવ્યો.[૨]
ઈતિહાસ
[ફેરફાર કરો]જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ રેજિમેન્ટનો અનોખો ઇતિહાસ છે. ૧૮૨૧માં તેને ઊભી કરનાર અંગ્રેજો નહિ પણ એક ભારતીય રાજા ગુલાબ સિંઘ હતા. ગુલાબ સિંઘ મહારાજા રણજીત સિંઘના એક કુશળ સેનાપતિ હતા અને બાદમાં તેઓ જમ્મુ અને કાશ્મીર રજવાડું ના શાશક બન્યા હતા.
અંગ્રેજો સામે હાર્યા ત્યાં સુધી શીખ કાશ્મીર પર શાશન કરતા હતા. ત્યારબાદ અમૃતસરની સંધિ અનુસાર જમ્મુના મહારાજા ગુલાબ સિંઘે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ૧૮૪૬માં કાશ્મીર અને અન્ય કેટલાક પ્રદેશ માટે રુ. ૭૫ લાખ આપ્યા. ૧૬ માર્ચ ૧૮૪૬ના દિવસે મહારાજ ગુલાબ સિંઘે જમ્મુ અને કાશ્મીરને એક કરીને અને રજવાડાની સ્થાપના કરી. મહારાજા રણજીત સિંઘના ખાલસા સૈન્યના ડોગરા દળની મદદથી બહાદુર સેનાપતિ જોરાવર સિંઘએ લદ્દાખ, બાલ્ટિસ્તાન, ગિલગિટ, હુન્ઝા અને યાગિસ્તાન પર કબ્જો કરી અને નાના રજવાડાઓને એક કરી અને મહારાજા ગુલાબ સિંઘના રાજ્યમાં વધારો કર્યો. ૧૮૪૧માં જોરાવર સિંઘે તિબેટ પર એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હુમલો કર્યો હતો.
બ્રિટિશ રાજ હેઠળના કોઈપણ રજવાડાં કરતાં જમ્મુ અને કાશ્મીરના મહારાજા સૌથી વધુ સંખ્યામાં રજવાડાંનું સૈન્ય ધરાવતા હતા. તેને જમ્મુ અને કાશ્મીર બ્રિગેડોમાં સુવ્યવસ્થિત કરવામાં આવી હતી. દરેક બ્રિગેડમાં એક અંગરક્ષક ઘોડેસવાર રેજિમેન્ટ, બે પહાડી ટુકડીઓ, સાત સક્રિય અને એક તાલીમી પલટણ અને પરિવહન ટુકડી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આમાંની અનેક ટુકડીઓએ નેફા અને વિદેશમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બંનેમાં રજવાડાંની સેનાએ ઈમ્પિરિયલ સર્વિસ ટ્રુપનો ભાગ બની અને ફરજ બજાવી હતી. તેમણે પૂર્વ આફ્રિકા, પેલેસ્ટાઈન અને બર્મા ખાતે ઉત્કૃષ્ટ કાર્યવાહી કરી હતી.
૧૯૪૭નું કાશ્મીર યુદ્ધ
[ફેરફાર કરો]૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રેજિમેન્ટનો સૌથી કઠોર સમય હતો. રેજિમેન્ટના વીરતા ભર્યા પગલાંઓએ ભારતીય ભૂમિસેનાને કાશ્મીર ખીણને બચાવવાનો સમય આપ્યો. જમ્મુ અને કાશ્મીર રજવાડાંના સૈન્યએ ઓછી સંખ્યામાં અને ટાંચા સાધનો હોવા છતાં લીધેલા બહાદુરીભર્યા, જુસ્સાથી સભર રક્ષણાત્મક પગલાંઓએ ભારતની પ્રજાને જમ્મુ અને કાશ્મીર અપાવ્યું એમ કહેવું ખોટું નહિ રહે. આ માટે તેમણે ખૂબ જ આકરી કિંમત ચૂકવવી પડી અને ૭૬ અફસર, ૩૧ જુનિયર અફસરો અને ૧૦૮૫ સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું અને શહીદી વહોરી. તેમના આ બહાદુરી ભર્યાં પગલાંઓ માટે ત્રણ મહાવીર ચક્ર, ૨૦ વીર ચક્ર અને ૫૨ નોંધપાત્ર કામગીરી એનાયત કરવામાં આવી. બાદમાં જમ્મુ અને કાશ્મીર રજવાડાંની સેનાને સંપૂર્ણપણે ભારતીય ભૂમિસેનામાં વિલિન કરવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેના
[ફેરફાર કરો]કમ્બોડીયા ખાતે ૧૯૯૦-૯૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેનાના ભાગ રૂપે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની પલટણ નિયુક્ત કરવામાં આવી હતી.
ભરતી
[ફેરફાર કરો]આ રેજિમેન્ટમાં મોટાભાગના સૈનિકો જમ્મુ, સામ્બા, કઠુઆ, ઉધમપુર, રિઆસી, પુંચ, રાજૌરી, ડોડા અને કિશ્તવારમાંથી લેવામાં આવે છે. હિમાચલ પ્રદેશ અને પંજાબમાંથી પણ કેટલાક સૈનિકો લેવામાં આવે છે.
યુદ્ધ સન્માન
[ફેરફાર કરો]ચિત્રાલનું રક્ષણ
ધ ગ્રેટ વોર: મેગિડ્ડો, શેરોન, નાબ્લુસ, પેલેસ્ટાઈન, કિલિમાઞારો, બેહો બેહો, પૂર્વ આફ્રિકા
બીજું વિશ્વયુદ્ધ: કેનેડી શિખર, મેઇક્ટિલાનું રક્ષણ, બર્મા
પુંછ, સ્કર્દુ, જમ્મુ અને કાશ્મીર ૧૯૪૭-૪૮, અસલ ઉત્તરની લડાઈ, પંજાબ ૧૯૬૫
શ્યામ ગંજ, પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧
પોઈન્ટ ૫૧૪૦, ૪૮૭૫, રોકી નોબ કારગિલ યુદ્ધ ૧૯૯૯
પુરસ્કાર
[ફેરફાર કરો]કેપ્ટન વિક્રમ બત્રા, ૧૩મી પલટણ-કારગિલ ૧૯૯૯
રાઇફલમેન સંજય કુમાર, ૧૩મી પલટણ-કારગિલ ૧૯૯૯
મહાવીર ચક્ર
[ફેરફાર કરો]બ્રિગેડિયર રાજેન્દ્ર સિંઘ જામવાલ, કાશ્મીર ૧૯૪૭
બ્રિગેડિયર શેર જંગ થાપા, ૧૩મી પલટણ, સ્કર્દુ, ૧૯૪૭
અન્ય પુરસ્કાર
[ફેરફાર કરો]૧ પદ્મભૂષણ
૨ અશોક ચક્ર
૩ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
૬ મહાવીર ચક્ર
૧૧ કીર્તિ ચક્ર
૪ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક
૩૪ વીર ચક્ર
૨૧ શૌર્ય ચક્ર
૧ ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક
૯૭ સેના મેડલ
૨ યુદ્ધ સેવા ચંદ્રક
૩૧ વિશિષ્ટ સેવા ચંદ્રક
૫૨ સન્માનનીય ઉલ્લેખ
૨૪૩ ભારતીય ભૂમિસેના વડા દ્વારા પ્રશસ્તિ પત્ર
૧૦૧ સૈન્ય સેનાપતિ પ્રશસ્તિ પત્ર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "The Jammu & Kashmir Rifles". bharat-rakshak.com. 2014. મૂળ માંથી 19 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2014. સંગ્રહિત ૨૦૧૪-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન
- ↑ "Jammu & Kashmir Rifles". globalsecurity.org. 2014. મેળવેલ 18 February 2014.