આસામ રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

આસામ રેજિમેન્ટભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. રેજિમેન્ટ કુલ ૨૧ પલટણો ધરાવે છે જેમાં ૧૫ પાયદળ પલટણો, ૩ રાષ્ટ્રીય રાઇફલ્સ, ૩ સ્થાનિય સેનાની પલટણો છે. આ સિવાય નવી ઉભી કરાઈ રહેલ રેજિમેન્ટ અરુણાચલ સ્કાઉટ્સની બે પલટણો પણ રેજિમેન્ટ સાથે જોડાણ ધરાવે છે. તેમાં સૈનિકો પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોમાંથી જ સૈનિકો ભરતી કરવામાં આવે છે.

ચિહ્ન[ફેરફાર કરો]

આસામ રેજિમેન્ટના એક સૈનિક

રેજિમેન્ટનું મુખ્યાલય હેપ્પી ખીણ, શિલોંગ, મેઘાલય ખાતે આવેલું છે. રેજિમેન્ટનું ચિહ્ન ગેંડો છે જે બેરેટ, પટ્ટા પર પહેરવામાં આવે છે. સૈનિકો પણ પોતાને ગેંડાના હુલામણા નામથી ઓળખાવે છે. ગેંડો ભારતમાં મુખ્યત્ત્વે આસામ રાજ્યમાં જ મળી આવે છે. રેજિમેન્ટનું અભિવાદન 'તગડા રહો' એટલે કે તંદુરસ્ત રહો છે. આ વિશિષ્ટ પ્રકારનું અભિવાદન ૧૯૬૦ના દસકામાં રેજિમેન્ટનું નેતૃત્વ કરી રહેલા મેજર જનરલ એસ સી બારબોરાએ પ્રચલિત કર્યું હતું. તેઓ તેમની હેઠળના દરેક સૈનિકને જ્યારે મળતા ત્યારે 'તગડા હો?' એવું પૂછતા અને દરેક વખતે 'તગડા હૈ સાહેબ' એવો ઉત્તર મળતો. ટૂંકા ગાળામાં જ આ અભિવાદન લોકપ્રિય બની ગયું.

ઈતિહાસ[ફેરફાર કરો]

શરૂઆતમાં સૈનિકો અવિભાજીત આસામમાંથી લેવામાં આવતા. સૈરાઘાટની લડાઈમાં મુઘલ સેનાને હરાવીને અહોમ લોકોએ પોતાની લશ્કરી સૂઝ અને લડાયક વૃત્તિ સાબિત કરી હતી. આમ, અહોમ ઉપરાંત નાગા, મિઝો, કુકી, ગારો, મણિપુરી અને અન્ય આદિવાસી સમુદાયોને લેવામાં આવતા. બાદમાં અદિ, નિશિ, મોનપા અને અરુણાચલ પ્રદેશના આદિવાસી સમુદાયના સૈનિકો લેવામાં આવ્યા. આ ઉપરાંત સ્થાનિક ગુરખા અને સિક્કિમના સૈનિકો પણ લેવામાં આવ્યા. આજે રેજિમેન્ટમાં વિવિધ રીતિરિવાજો, સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને નિયમો ધરાવતા સમુદાયોમાંથી લેવામાં આવ્યા છે. તેમાં ઉત્તર પૂર્વના સાત રાજ્યો ઉપરાંત સિક્કીમના સૈનિકો લેવામાં આવે છે.

રેજિમેન્ટને જૂન ૧૫, ૧૯૪૧ના રોજ શિલોંગ ખાતે લેફ્ટ કર્નલ રોસ હોવમાન દ્વારા અવિભાજીત આસામમાંથી સૈનિકો ભરતી કરી અને જાપાનના હુમલા સામે લડવા તૈયાર કરવા માટે ઉભી કરવામાં આવી. યુવા રેજિમેન્ટએ પોતાની મહત્તા ઉભી કરાયાના ત્રણ જ વર્ષમાં બતાવી દીધી અને ઉપરા ઉપર ત્રણ લડાઈઓ; જેસ્સામીની લડાઈ, કોહિમાનું ઐતિહાસિક રક્ષણ અને અરાડુરાનો કબ્જોમાં પોતાની વીરતા બતાવી. ત્રણે લડાઈઓ માટે યુદ્ધ સન્માન આપવામાં આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં રેજિમેન્ટે બતાવેલા યુદ્ધ કૌશલ્ય માટે અનેક બહુમાન અપાયાં. સ્વતંત્રતા બાદ રેજિમેન્ટના કદમાં વધારો કરવામાં આવ્યો અને તે પલટણોએ દરેક યુદ્ધ અને આતંકવાદ વિરોધિ કાર્યવાહીમાં ભાગ લીધો. તેને ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં છામ્બના રક્ષણ માટે યુદ્ધ સન્માન અપાયું.

૧૯૮૮માં શ્રીલંકા ખાતેની શાંતિ સેનામાં બે પલટણો ૪થી અને ૭મી આસામને તૈનાત કરવામાં આવી હતી. ૧૯૯૩માં કમ્બોડીયા ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેનામાં પણ એક પલટણ જોડાઈ હતી. રેજિમેન્ટમાં જે પરંપરા અને સંસ્કૃતિના સૈનિકો લેવામાં આવે છે તેને કારણે જ તે જંગલ અને પહાડોમાં લડવા કુશળતા ધરાવે છે. રેજિમેન્ટના રંગો કાળા અને લાલ છે. બિલ્લા રૂપેરી રંગના કાળી પશ્ચાદભૂ સાથેના છે. રેજિમેન્ટનું ગૌણ હથિયાર 'દાવ' છે. રેજિમેન્ટમાં મુખ્યત્ત્વે હિંદી બોલવામાં આવે છે. જોકે તેમાં વિવિધ ઉત્તર પૂર્વની ભાષાન શબ્દો તેમજ લઢણ ઉમેરાય છે જે અનોખું વાતાવરણ ઉભું કરે છે.

પ્રથમ પલટણ ઉભી કરવા માટે શિલોંગમાં એલિફન્ટ ફોલ્સ જગ્યા પસંદ કરવામાં આવી હતી. ઉભી કરાયાના છ મહિનામાં જ દિગ્બોઈ ખાતે તેલ રિફાઇનરીના રક્ષણની જવાબદારી સોંપાઈ અને ૧૯૪૨ની શરૂઆતે તેને સ્ટિલવેલ માર્ગ પર નજર રાખવાની કામગીરી સોંપાઈ. ૧૯૪૪માં જાપાનના હુમલા વખતે તેને જેસ્સામી અને ખારાસોમ ખાતે જાપાની ૩૧મી ડિવિઝનની આગેકૂચને ધીમી પાડવા મોકલવામાં આવી.

પ્રથમ જ લડાઈમાં રેજિમેન્ટને ૭૧ વીરતા પુરસ્કાર અપાયા. આ ઉપરાંત જેસ્સામી, કોહિમા, અરાડુરા, ટુંગો, ક્યાઉક્માયાઉંગ અને માબલૈક એમ છ યુદ્ધ સન્માન અપાયા.

સ્વતંત્રતા સમયે રેજિમેન્ટ ફક્ત ત્રણ જ પલટણ ધરાવતી હતી. અત્યારે તેમાં ૨૧ પલટણો છે અને અરુણાચલ સ્કાઉટ્સની બે પલટણો પણ છે. આ ઉપરાંત, ૧લી આસામ, ૧૫મી અને ૧૦મી આસામને કંબોડિયા, લેબેનાન, કોંગો ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સેનામાં સેવા આપવાનો મોકો મળ્યો.

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

યુદ્ધ સન્માન[ફેરફાર કરો]

 • છામ્બ 1971
આસામ રેજિમેન્ટ દિલ્હી ગણતંત્ર દિવસ પરેડમાં

સન્માન અને પુરસ્કારો[ફેરફાર કરો]

સૈનિકો આસામ રેજિમેન્ટ

પલટણો[ફેરફાર કરો]

 • 1 લી બટાલિયન - હંમેશા પ્રથમ
 • 2 બટાલિયન - અદ્વિતીય
 • 3 જી બટાલિયન - ધી ફેન્ટમ ત્રીજા
 • 4 થી બટાલિયન - પ્રચંડ ચોથા
 • 5 બટાલિયન - લડાયક પાંચમી
 • 6 ઠ્ઠી બટાલિયન - બળવાન છઠ્ઠા
 • 7 બટાલિયન - મારક સાતમી
 • 8 બટાલિયન - માથાંના શિકારીઓ
 • 9 બટાલિયન - ચપળ કે ચાલાક નવમી
 • 10 બટાલિયન - પ્રચંડ દસમા
 • 12 બટાલિયન - હિંમતવાન ડઝન
 • 14 બટાલિયન - વિકરાળ ચૌદમો
 • 15મી બટાલિયન - એક પાંચ
 • 16 બટાલિયન - ગતિશીલ સોળ
 • 17 બટાલિયન - એક સાત
 • 119 પાયદળ બટાલિયન (ટીએ) - તરીકે પણ ઓળખાય છે 11મી બટાલિયન આસામ ટેરિયર્સ, પર ઊભા 22 ઓગસ્ટ, 1949
 • 165 પાયદળ બટાલિયન (ટીએ) - મણિપુર ટેરિયર્સ
 • 166 પાયદળ બટાલિયન (ટીએ) - તેઝપુર ટેરિયર્સ
 • 134 પાયદળ બટાલિયન (ટીએ) - પૂર્વીય ખેડૂતો
 • 135 પાયદળ બટાલિયન (ટીએ) - લીલા ગેંડા
 • 35 મી રાષ્ટ્રીય રાઇફલ
 • 42 રાષ્ટ્રીય રાઇફલ
 • 59th રાષ્ટ્રીય રાઇફલ
 • 1 અરુણાચલ સ્કાઉટ્સ
 • 2 અરુણાચલ સ્કાઉટ્સ

રેજિમેન્ટને છ યુદ્ધ સન્માન ઉપરાંત છ પલટણ પ્રશસ્તિપત્રો અને અનેક વીરતા પુરસ્કાર મળેલા છે. આ સિવાય રેજિમેન્ટએ જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પૂર્વમાં પણ આંતકવાદીઓને પરચો બતાવ્યો છે.

૩જી પલટણે હમણાં જ તેના ૭૫ વર્ષ ઉજવ્યાં. ૬ઠી પલટણે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તેને રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક ફરજ પર નિયુક્ત કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન આસામ રેજિમેન્ટની ટુકડી ૧૯૯૫, ૨૦૦૪ અને ૨૦૧૬ એમ ત્રણ વખત વિજેતા બની હતી. યુવા સૈનિકોની નિશાનબાજી પ્રતિયોગિતામાં રેજિમેન્ટના મુખ્યાલયની ટુકડી ૨૦૦૫માં વિજેતા અને ૨૦૦૬માં દ્વિતીય પદ પર રહી હતી.

૧૪મી પલટણ ડિવિઝન તથા કમાંડ કક્ષાએ ફુટબોલમાં વિજેતા રહી અને તેણે સેનાની ટીમમાં ચાર ખેલાડીઓ આપ્યા. કેમ્બ્રિયન પેટ્રોલની ૨૦૦૯-૧૦ પ્રતિયોગિતામાં તે પ્રથમ ક્રમે આવી હતી.

યુનિફોર્મ[ફેરફાર કરો]

રેજિમેન્ટ ગુરખા દ્વારા પહેરવામાં આવતી તરાઈ ટોપી પહેરે છે.