બ્રિગેડ ઓફ ગાર્ડસ
બ્રિગેડ ઓફ ગાર્ડસ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે પ્રથમ 'સમગ્ર ભારત'ની રેજિમેન્ટ છે અને તેમાં તમામ વર્ગના અને પ્રદેશના સૈનિકોને ભરતી કરવામાં આવે છે. અન્ય રેજિમેન્ટ ચોક્કસ વિસ્તાર, વર્ગ કે જાતિના સૈનિકોને જ ભરતી કરે છે. આ રેજિમેન્ટને સૈન્યમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા વર્ગોના સૈનિકોને ભરતી કરવાની નીતિના ભાગ રૂપે ઉભી કરવામાં આવી હતી. તેમાં સૌપ્રથમ સૈન્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત પલટણો ૨ પંજાબ રેજિમેન્ટ, ૧ ગ્રેનેડિયર્સ અને ૧ રાજપૂતાના રાઇફલ્સને પરિવર્તિત કરવામાં આવી હતી. પાછળથી તેમાં ૧ રાજપૂત રેજિમેન્ટ પલટણ પણ ઉમેરાઈ હતી. તે ભારતીય ભૂમિસેનાની એકમાત્ર પાયદળ ગાર્ડસ રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટ માત્ર ૬૫ વર્ષ જ જૂની હોવા છતાં તેની પલટણોનો ઈતિહાસ ૨૨૫ વર્ષ જૂનો છે અને તેમની વચ્ચે મળી અને ૯૩ યુદ્ધ સન્માનો ધરાવે છે.[૧] આ રેજિમેન્ટના માનનીય કર્નલ-ઈન-ચીફ ભારતના રાષ્ટ્રપતિ અને કર્નલ-ઈન-ચીફ ભારતીય ભૂમિસેનાના વડા હોદ્દાની રૂએ હોય છે. રેજિમેન્ટનું મુખ્યાલય કામ્ટી, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે.
ઉદભવ અને ઈતિહાસ
[ફેરફાર કરો]આ રેજિમેન્ટના ઉદ્ભવ પહેલાં સેનાની તમામ રેજિમેન્ટ તેનું નામ પ્રદેશ, ધર્મ અથવા જાતિના આધાર પર ધરાવતી હતી. આ રેજિમેન્ટ ઉભી કરી અને એક સંદેશ આપવામાં આવ્યો કે દેશ સર્વોપરી છે. રેજિમેન્ટને ૧૯૪૯માં ફિલ્ડ માર્શલ કે એમ કરિઅપ્પા દ્વારા ઉભી કરવામાં આવી હતી. હાલમાં, રેજિમેન્ટ ૧૯ પલટણો ધરાવે છે અને બે સ્થાનીય સેનાની પલટણો પણ ધરાવે છે. ૧૯૮૦ના દાયકામાં જ્યારે યાંત્રિક પાયદળની રેજિમેન્ટ ઉભી કરાઈ ત્યારે ગાર્ડસની પણ પલટણ તેમાં પરિવર્તિત કરવામાં આવી.
કાર્યવાહી
[ફેરફાર કરો]૧૯૭૧નું યુદ્ધ
[ફેરફાર કરો]આ યુદ્ધમાં રેજિમેન્ટની પલટણોએ પૂર્વ અને પશ્ચિમ બંને મોરચા પર ભાગ લીધો હતો. ૧૪ ગાર્ડસ પલટણની બ્રાવો કંપનીના લાન્સ નાયક આલ્બર્ટ એક્કાને ગંગાસાગર ખાતે અપ્રતિમ સાહસ અને વીરતા માટે મૃત્યુપર્યંત પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.
ઓપરેશન બ્લ્યુ સ્ટાર
[ફેરફાર કરો]આ કાર્યવાહીમાં ૧૦મી ગાર્ડસ પલટણના લેફ્ટ કર્નલ ઈશરાર રહીમ ખાન તેમની ટુકડી સાથે ૧ પેરાશુટ રેજિમેન્ટ પલટણ સાથે જોડાઈને ઉત્તરના પ્રવેશ દ્વારથી સુવર્ણ મંદિરમાં પ્રવેશ્યા. મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠવા છતાં તેમને સોંપાયેલ લક્ષ્યાંક પૂરું પાડ્યું. આ કાર્યવાહીમાં કેપ્ટન જસબીર સિંઘ રૈનાને અશોક ચક્ર એનાયત કરાયું અને આ સિવાય એક કીર્તિ ચક્ર અને ત્રણ શૌર્ય ચક્ર એનાયત કરાયાં. પલટણે કુલ ૧૯ સૈનિકો ગુમાવ્યા અને ૫૦ ઘાયલ થયા.
સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહી અને આતંકવાદ વિરોધિ કાર્યવાહી
[ફેરફાર કરો]આ રેજિમેન્ટની પલટણોએ સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં ગાઝા અને અંગોલા ખાતે ભાગ લીધો છે. રેજિમેન્ટની પલટણોને ભારતમાં આતંકવાદ વિરોધિ કાર્યવાહીમાં પણ તૈનાત કરવામાં આવી છે.
રેજિમેન્ટની પલટણો
[ફેરફાર કરો]રેજિમેન્ટમાં કુલ ૨૧ પલટણો છે. મોટાભાગની પલટણો યાંત્રિક પાયદળ તરીકે કાર્ય કરે છે, ત્રણ પલટણો કાર્યવાહી પૂર્વેના તપાસકર્તાની જવાબદારી સંભાળે છે, એક પલટણ રણગાડી વિરોધિ શસ્ત્રોથી સજ્જ છે અને ત્રણ પલટણો પાયદળ તરીકે કાર્ય કરે છે. હાલમાં, ભારતીય સેના વર્ગવિહિન ત્રણ રેજિમેન્ટ પૈકીની એક રેજિમેન્ટ બ્રિગેડ ઓફ ગાર્ડસ છે.
- 1 લી બટાલિયન (યાંત્રિક) (ભૂતપૂર્વ 2 બટાલિયન, 2 પંજાબ રેજિમેન્ટ)
- 2 બટાલિયન (યાંત્રિક) (ભૂતપૂર્વ 1 લી બટાલિયન, ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ)
- 3 જી બટાલિયન (યાંત્રિક) (ભૂતપૂર્વ 1 લી બટાલિયન 6 ઠ્ઠી પર હસ્તાક્ષર રાઇફલ)
- 4 થી બટાલિયન (યાંત્રિક) (ભૂતપૂર્વ 1 લી બટાલિયન રાજપૂત રેજિમેન્ટના)
- 5 બટાલિયન (યાંત્રિક)
- 6 ઠ્ઠી બટાલિયન (યાંત્રિક)
- 7 બટાલિયન (યાંત્રિક)
- 8 બટાલિયન (યાંત્રિક)
- 9 બટાલિયન (યાંત્રિક)
- 10 બટાલિયન (યાંત્રિક)
- 11 બટાલિયન (યાંત્રિક)
- 12 બટાલિયન (તપાસ અને આધાર)
- 13 બટાલિયન (યાંત્રિક)
- 14 બટાલિયન (યાંત્રિક)
- 15મી બટાલિયન (તપાસ અને આધાર)
- 16 બટાલિયન (યાંત્રિક)
- 17 બટાલિયન (યાંત્રિક)
- 18 બટાલિયન (યાંત્રિક)
- 19 બટાલિયન (તપાસ અને આધાર)
- 117th બટાલિયન (પ્રાદેશિક સેના)
- 125th બટાલિયન (પ્રાદેશિક સેના)
વીરતા અને અન્ય પુરસ્કાર
[ફેરફાર કરો]બે પરમવીર ચક્ર, બે અશોક ચક્ર, એક પદ્મભૂષણ, આઠ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, છ મહાવીર ચક્ર, ચાર કીર્તિ ચક્ર, ૪૬ વીર ચક્ર, ૧૮ શૌર્ય ચક્ર, ૭૭ સેના ચંદ્રક, ૧૦ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, ત્રણ યુદ્ધ સેવા ચંદ્રક, ૧૬ વિશિષ્ટ સેવા ચંદ્રક, ૪૫ સન્માનીય ઉલ્લેખ, ૧૫૧ સૈન્ય વડાના પ્રશસ્તિપત્ર અને ૭૯ અન્ય પ્રશસ્તિ પત્ર.
યુદ્ધ સન્માન
[ફેરફાર કરો]સ્વતંત્રતા પૂર્વે
[ફેરફાર કરો]દિલ્હી 1803; ઇજીપ્ટ 1876-1917; બ્રિટિશ ઇસ્ટ આફ્રિકા 1878; અફઘાનિસ્તાન 1878-80; કંદહાર 1880; બર્મા 1891; ચાઇના 1900; પૂર્વ આફ્રિકા 1914-1916; મેસોપોટેમીયામાં 1914 - 1918, ઇજીપ્ટ 1915, ગેલિપોલિ 1915, ફ્રાન્સ અને ફ્લેન્ડર્સ 1915, કુટ અલ અમારા 1915; પેલેસ્ટાઇન 1916-1918; તિગ્રિસ 1916; મેસેડોનિયા 1918; અફઘાનિસ્તાન 1919; ડોનબૈક 1943; ઇટાલી 1943-45; બર્મા 1945; J&.K 1947-1948; સેલિંઘર; કાર્નેટિક; મૈસુર; Ava; Pegu; સુએઝ કેનાલ; નેલ્સ, ક્રિથિઆ; લાઓસ; એડન; બિંદુ-551; કાંગશો; નૌશેરા; મેંગલોર; હૈદરાબાદ; ગાઝા; મેગિડ્ડો; નાબ્લુસ; કુરેસ; શેરિંગાપટ્ટમ; બેઉરાબોન; પંજાબ; મુલતાન; પર્શિયા; રેશાયર; ખુશાબ; મધ્ય ભારત; બસરા; શૈબા; ; કટ -અલ-અમારાનું રક્ષણ; સિદી બારાની; કેરેન; કેસિનોનું; કાસ્ટેલે હિલ; લેસવારી; ડેગ; ભરતપુર; ખેલાત; માહારકપુર; ચિલિયાંવાલા; ગુજરાત અને પંજાબ.[૨]
સ્વતંત્રતા બાદ
[ફેરફાર કરો]અખૌરા, બુરકી, ગદરા રોડ, હિલિ, નૌશેરા, ગુરેઝ, શીઙો નદી ખીણ, સ્યાલહેત, ગંગાસાગર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.globalsecurity.org/military/world/india/rgt-guards.htm
- ↑ "Archived copy". મૂળ માંથી ૨૯ ઓગસ્ટ ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૯.CS1 maint: archived copy as title (link)