બેગમ અખ્તર

વિકિપીડિયામાંથી
"મલ્લિકા-એ-ગઝલ"

બેગમ અખ્તર

જન્મ નામઅખ્તરીબાઈ ફૈજાબાદી
જન્મ(1914-10-07)7 October 1914
ફૈઝાબાદ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત)
મૂળફૈઝાબાદ, અવધ
મૃત્યુ30 October 1974(1974-10-30) (ઉંમર 60)[૧]
અમદાવાદ, ગુજરાત, ભારત
શૈલી
વ્યવસાયોગાયિકા
સક્રિય વર્ષો૧૯૨૯–૧૯૭૪

બેગમ અખ્તર તરીકે જાણીતા અખ્તરીબાઈ ફૈઝાબાદી (૭ ઓક્ટોબર ૧૯૧૪ – ૩૦ ઓક્ટોબર ૧૯૭૪) "મલ્લિકા-એ-ગઝલ" (ગઝલની રાણી) તરીકે ઓળખાતા ભારતીય ગાયિકા અને અભિનેત્રી હતા. તેમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગઝલ, દાદરા અને ઠુમરી શૈલીના મહાન ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે.[૩][૧][૪]

બેગમ અખ્તરને ૧૯૭૨માં સ્વર સંગીત માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને બાદમાં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૫]

જીવન[ફેરફાર કરો]

બેગમ અખ્તરનું ફૈઝાબાદ ખાતેનું પૂર્વજોનું ઘર

અખ્તરીબાઈ ફૈઝાબાદીનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૧૪ના રોજ અસગર હુસૈન, એક વકીલ અને તેમની બીજી પત્ની મુશ્તારીને ત્યાં થયો હતો.[૪] અસગર હુસૈને ત્યારબાદ મુશ્તારી અને તેની જોડિયા પુત્રીઓ ઝોહરા અને બિબ્બી (જે પાછળથી બેગમ અખ્તર તરીકે ઓળખાયઅ) ને નકારી કાઢ્યા હતા.[૬][૭]

કારકિર્દી[ફેરફાર કરો]

અખ્તર ભાગ્યે જ સાત વર્ષના હતા જ્યારે તેઓ પ્રવાસી થિયેટર જૂથ સાથે જોડાયેલા કલાકાર ચંદ્રા બાઈના સંગીતથી મોહિત થઈ ગયા હતા. જો કે તેમના કાકાના આગ્રહને વશ થઈને તેમને પટનાના મહાન સારંગી પુરસ્કર્તા ઉસ્તાદ ઇમદાદખાન અને પાછળથી પટિયાલાના અતા મોહમ્મદ ખાનના હાથ નીચે તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. પાછળથી તેઓ પોતાની માતા સાથે કલકત્તા ગયા હતાં અને મહંમદ ખાન, લાહોરના અબ્દુલ વહીદ ખાન જેવા શાસ્ત્રીય મહારથીઓ પાસેથી સંગીત શીખ્યાં હતાં અને છેવટે તેઓ ઉસ્તાદ ઝંડેખાનનાં શિષ્યા બન્યા હતાં.[૧]

તેણીનો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ પંદર વર્ષની ઉંમરે થયો હતો. વિખ્યાત કવિ સરોજિની નાયડુએ ૧૯૩૪ના નેપાળ-બિહારના ભૂકંપના પીડિતોની મદદમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન તેમના ગાયનની પ્રશંસા કરી હતી. આ પ્રશંસાએ તેણીને વધુ ઉત્સાહ સાથે ગઝલ ગાવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપ્યું. તે સમયે તેમણે મેગાફોન રેકોર્ડ કંપની માટે પોતાની પહેલી સંગીત રેકોર્ડ કરી હતી. તેમની ગઝલ, દાદરા, ઠુમરીઓ વગેરે સાથે સંખ્યાબંધ ગ્રામોફોન રેકોર્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તેઓ સાર્વજનિક સંગીત કાર્યક્રમો કરનારી શરૂઆતની મહિલા ગાયકોમાંના એક હતા. તેમણે મહેફીલો અથવા ખાનગી મેળાવડાઓમાં ગાવાથી અલગ થઈ ગયા હતા, અને સમય જતાં મલ્લિકા-એ-ગઝલ (ગઝલની રાણી) તરીકે ઓળખાવા લાગ્યા.[૮][૫]

બેગમ અખ્તરના સારા દેખાવ અને સંવેદનશીલ અવાજે તેમને શરૂઆતના વર્ષોમાં ફિલ્મી કારકિર્દી માટે આદર્શ ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, જ્યારે તેમણે ગૌહર જાન અને મલક જાન જેવા મહાન સંગીતકારોને સાંભળ્યા ત્યારે તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કારકિર્દી બનાવવા માટે ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ (ગ્લેમર)નો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું.

હળવા શાસ્ત્રીય સંગીતમાં તેમની સર્વોચ્ચ કલાત્મકતા શુદ્ધ ક્લાસિકવાદની પરંપરામાં નિહિત હતી. તેમણે મુખ્યત્વે શાસ્ત્રીય વિધામાં વિવિધ પ્રકારના રાગ, જેમાં સરળથી માંડીને જટિલ સુધીનો સમાવેશ થાય છે, તેવા સંગીત કાર્યક્રમોની સૂચિ પસંદ કરી. ભારતમાં ટોકી યુગના આગમન બાદ બેગમ અખ્તરે ૧૯૩૦ના દાયકામાં કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. કલકત્તાની ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ કંપનીએ ૧૯૩૩માં "કિંગ ફોર અ ડે" (એક દિન કા બાદશાહ) અને નળ દમયંતીમાં કામ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.[૧]

તે યુગના અન્ય લોકોની જેમ, તેણીએ પણ તેમની બધી ફિલ્મોમાં તેમના ગીતો જાતે ગાયા હતા. તે પછીના વર્ષોમાં તેમણે અભિનય ચાલુ રાખ્યો. ત્યારબાદ, બેગમ અખ્તર લખનઉ પાછાં ફર્યાં, જ્યાં પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મહેબૂબ ખાન દ્વારા ૧૯૪૨માં રજૂ થયેલી ફિલ્મ રોટીમાં અભિનય કરવા માટે (તેનું સંગીત ઉસ્તાદ અનિલ વિશ્વાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું) તેમનો સંપર્ક કરવામાં આવ્યો.[૯] "રોટી"માં તેમની છ ગઝલો હતી, પરંતુ કમનસીબે નિર્માતા સાથેની થોડી મુશ્કેલીને કારણે, મહેબૂબ ખાને પછીથી ફિલ્મમાંથી ત્રણ કે ચાર ગઝલો કાઢી નાખી. બધી ગઝલો મેગાફોન ગ્રામોફોન રેકોર્ડ્સ પર ઉપલબ્ધ છે. આ દરમિયાન બેગમ અખ્તર મુંબઈથી લખનઉ પરત ફર્યા હતા. ઘણી ફિલ્મોની ક્રેડિટમાં તેમનું નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી, અખ્તરી અને બેગમ અખ્તર જેવી અલગ અલગ રીતે જોવા મળે છે.[૩]

૧૯૪૫માં અખ્તરી બાઈએ લખનઉ સ્થિત બેરિસ્ટર ઇશ્તિયાક અહમદ અબ્બાસી સાથે લગ્ન કર્યા અને બેગમ અખ્તરના નામથી જાણીતા થયા.[૧] જો કે, લગ્ન પછી, તેમના પતિના પ્રતિબંધોને કારણે, તેણી લગભગ પાંચ વર્ષ સુધી ગીત ગાઈ શકી ન હતી અને ત્યારબાદ, બીમાર પડી હતી અને ભાવનાત્મક રીતે હતાશ થઈ ગઈ હતી. ત્યારે સંગીત તરફ પાછા ફરવું એક યોગ્ય ઉપાય તરીકે સૂચવવામાં આવ્યું હતું, અને ૧૯૪૯માં તેઓ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પરત ફર્યા હતા.[૧] તેમણે લખનઉ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ત્રણ ગઝલ અને એક દાદર ગાયું હતું. ત્યારબાદથી ફરીથી તેમણે સાર્વજનિક કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યુ, જે તેમણે મૃત્યુ સુધી ચાલુ રાખ્યું હતું. ૧૯૬૨માં યોજાયેલી ચીન સાથેના યુદ્ધની સહાય માટે મહિલાઓની એકમાત્ર કોન્સર્ટમાં તેમણે લખનઉમાં જાહેરમાં ગીત ગાયું હતું.[૮]

સમય જતાં તેમનો અવાજ પરિપક્વ બનતો ગયો અને તે સમૃદ્ધિ અને ઊંડાણ પ્રાપ્ત કરતો ગયો. તેમણે પોતાની અનૂઠી શૈલીમાં ગઝલો અને અન્ય હળવા શાસ્ત્રીય ટુકડાઓ ગાયા હતા. તેણીના નામે લગભગ ચારસો ગીતો છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર નિયમિત કલાકાર હતા. તેમણે સામાન્ય રીતે પોતાની ગઝલોની રચના કરી હતી અને તેમની મોટાભાગની રચનાઓ રાગ આધારિત હતી. તેમણે કાલાતીત બંગાળી શાસ્ત્રીય ગીત "જોચોના કોરેચે આરી" (জোছনা করেছেআড়ি) પણ ગાયું હતું.[૩]

૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ, ગૂગલે બેગમ અખ્તરના ૧૦૩મા જન્મદિવસની ઉજવણીમાં તેમને ડૂડલ પ્રોફાઇલ સમર્પિત કરી હતી.[૩]

અવસાન[ફેરફાર કરો]

૧૯૭૪માં તિરૂવનંતપુરમ નજીક બાલારામપુરમમાં તેમના છેલ્લા કોન્સર્ટ દરમિયાન, તેમણે તેમનો સૂર ઉઠાવ્યો પરંતુ તેમને લાગ્યું હતું કે તેમની ગાયકી એટલી સારી નહોતી જેટલી તે ઇચ્છે છે અને અસ્વસ્થ લાગે છે. તેણીએ પોતાની જાતને જે તાણ હેઠળ મૂકી હતી તેના પરિણામે તેણી બીમાર પડી ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.[૧]

૩૦ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ તેમના મિત્ર નીલમ ગામડિયાના હાથમાં તેમનું અવસાન થયું, જેમણે તેમને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું, જે તેમનું અંતિમ પ્રદર્શન હતું.[૩][૧]

તેમની કબર લખનઉના ઠાકુરગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરની અંદર 'પસંદ બાગ' નામની કેરીના બગીચામાં હતી. તેમને તેની માતા મુશ્તારી સાહિબા સાથે દફનાવવામાં આવ્યા હતા. જો કે, વર્ષોથી, મોટા ભાગનો બગીચો વિકસતા શહેરમાં ખોવાઈ ગયો છે, અને કબર અવ્યવસ્થિત થઈ ગઈ છે. લાલ ઈંટના ઘેરામાં બંધ આરસપહાણની કબરો પિએટ્રા ડ્યુરા શૈલીના આરસપહાણ દ્વારા ૨૦૧૨માં પુન:સ્થાપિત કરવામાં આવી હતી.[૧૦] ૧૯૩૬માં ચાઇના બજાર, લખનઉમાં બાંધવામાં આવેલા તેમના ઘરને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.[૮]

તેમના શિષ્યોમાં શાંતિ હિરાનંદનો પણ સમાવેશ થાય છે, જેમને પાછળથી પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો અને તેમણે ૨૦૦૫માં બેગમ અખ્તર: ધ સ્ટોરી ઓફ માય અમ્મી શીર્ષક હેઠળ બેગમ અખ્તરનું જીવનચરિત્ર લખ્યું હતું.[૮] કલા વિવેચક એસ.કાલિદાસે તેમના પર હૈ અખ્તરી નામની એક ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કર્યું હતું.

સંગીત[ફેરફાર કરો]

બેગમ અખ્તરના નામે લગભગ ચારસો ગીતો છે.[૧]

  • નસીબ કા ચક્કર | –
  1. "કલયુગ હૈ જબસે આયા માયા ને..."
  • રોટી | અન્ના સાહબ મૈનકર
  1. "વો હસ રહે હૈં આહ કીયે જા..."
  2. "ઉલઝ ગયે નયનવા છૂટે નહીં..."
  3. "ચાર દિનો કી જવાની મતવાલે..."
  4. "એ પ્રેમ તેરી બલિહારી હો..."
  5. "ફિર ફસલે બહાર આયી હૈ..."
  6. "રેહને લગા હૈ દિલ મેં અંધેરા..."
  • પન્ના દાઈ | જ્ઞાન દત્ત
  1. "હમેં યાદ તેરી સતાને લગી..."
  2. "મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી..."
  • દાના પાની | મોહન જુનિયર
  1. "ઇશ્ક મુઝે ઔર કુછ તો યાદ નહીં..."
  • એહસાન
  1. "હમેં દિલ મેં બસા ભી લો.."

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મનું નામ
૧૯૩૩ કિંગ ફોર અ ડે (દિગ્દર્શક: રાજ હંસ)[૧]
૧૯૩૪ મુમતાઝ બેગમ[૧]
૧૯૩૪ અમીના[૧]
૧૯૩૪ રૂપ કુમારી (Director: Madan)
૧૯૩૫ જવાની કા નશા
૧૯૩૬ નસીબ કા ચક્કર (દિગ્દર્શક: પેસી કરણી)
૧૯૪૦ અનારબાલા (દિગ્દર્શક: એ. એમ. ખાન)
૧૯૪૨ રોટી (દિગ્દર્શક: મહેબૂબ ખાન) [અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.][૧]
૧૯૫૮ જલસાગર (દિગ્દર્શક: સત્યજીત રે)[બેગમ અખ્તર તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.]

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • In Memory of Begum Akhtar, by Shahid Ali Agha. US Inter Culture Associates, 1979.[૧૩]
  • Great Masters of Hindustani Music, by Susheela Misra. Published by Hem Publishers, 1981. Chapter 26.
  • Begum Akhtar: The Queen of Ghazal, by Sutapa Mukherjee. Rupa & Co, 2005, ISBN 81-7167-985-4.
  • Begum Akhtar: The Story of My Ammi, by Shanti Hiranand. Published by Viva Books, 2005, ISBN 81-309-0172-2.
  • Ae Mohabbat… Reminiscing Begum Akhtar, by Jyoti Sabharwal & Rita Ganguly, 2008, ISBN 978-81-904559-3-0.
  • Begum Akhtar: Love's Own Voice, by S. Kalidas. 2009, ISBN 978-8174365958.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ Begum Akhtar (1914–1974) – Begum Akhtar Profile NRCW, Government of India website, Published 19 March 2006, Retrieved 1 October 2020
  2. Dadra Thumri in Historical and Stylistic Perspectives, by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 81-208-0673-5. Page 157.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "Begum Akhtar's 103rd Birthday (her profile)". Profile on Google Doodle website. 7 October 2017. મેળવેલ 1 October 2020.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "Uttar Pradesh Government approved new guidelines for Begum Akhtar Award". Jagranjosh.com. 12 August 2015. મેળવેલ 1 October 2020.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Begum Akhtar birth anniversary: The queen of ghazal who enthralled millions with her silken voice, see playlist". Hindustan Times (newspaper). 7 October 2019. મેળવેલ 1 October 2020.
  6. Priya Ramani (7 November 2008). "What a life – (Begum Akhtar's real life was much wilder than fiction)". Mint (newspaper). મેળવેલ 30 September 2020.
  7. Shreya Ila Anasuya (5 October 2019). "Memories of Akhtari". Mint (newspaper). મેળવેલ 30 September 2020.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ Bhavita Bhatia (16 January 2011). "In memory of Begum Akhtar". The Times of India (newspaper). મેળવેલ 1 October 2020.
  9. Filmography of Akhtari Faizabadi ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર, Retrieved 1 October 2020
  10. Hamza Khan (7 November 2012). "After 38 yrs, Begum Akhtar's grave gets due attention". Indian Express. પૃષ્ઠ 1–2. મેળવેલ 1 October 2020.
  11. ૧૧.૦ ૧૧.૧ "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs (India). મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  12. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi website. મૂળ માંથી 31 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
  13. "In Memory of Begum Akhtar". www.goodreads.com. મેળવેલ 1 October 2020.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]