નારાયણ સ્વામી (ભજનીક)
નારાયણ સ્વામી | |
---|---|
જન્મ | ૨૯ જૂન ૧૯૩૮ |
મૃત્યુ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૦ |
નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક હતા. તેઓના લોકગીતો અને લોકવાર્તાઓને લગતા કાર્યક્રમો કે જેને ગુજરાતમાં લોક ડાયરો કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. તેઓ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલાં ભજનો ગાવા માટે જાણીતા છે.
નારાયણ સ્વામીએ સંસારમાંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલા શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં. તેમની સાથે વેરાવળ (શાપર)ના મુળુભા (બચુભાઈ) તેમજ અન્ય સાથીદારોએ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલા આશ્રમમાં રહેતા હતાં. તેમનો આશ્રમ ચંપ્લેશ્વર મહાદેવ ગુજરાતના કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે જયાં તેઓએ બીમાર તથા અશક્ત ગાયની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલી છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલું છે.
વિડીયો
[ફેરફાર કરો]- નારાયણ સ્વામીના સ્વરમાં "રામ ભજ તું રામ ભજી લે યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "ઈશ્વર તું પણ છે વિજ્ઞાની" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "ગુરુજીનાં નામની હો માળા" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "દેખો હરિશ્રંદ્ર ચાલ્યા" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "મન મુરત મોહન તેરી પ્રભુ" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "કૈલાશ કે નિવાસી, નમુ બાર બાર હું, આયો શરણ તીહારે, પ્રભુ તાર તાર તું" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો" યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "હે જગ જનની, હે જગદંબા . . ." યુટ્યુબ પર
- નારાયણ સ્વામીના સ્વરમાં "શું પુછો છો મુજ ને કે હું શું કરૂ છુ? મને જ્યાં ગમે ત્યાં હરૂ છું, ફરૂ છું." યુટ્યુબ પર