વેરાવળ (શાપર)
Appearance
વેરાવળ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°36′05″N 72°59′06″E / 22.601427°N 72.98493°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | કોટડા-સાંગાણી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
વેરાવળ (શાપર) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ૮બી ઉપર આવેલું છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનુ, મેડીકલ અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ખાસતો ત્યાં આવેલ જી.આઈ.ડી.સી. ને લીધે પ્રખ્યાત છે. જેથી આ ગામમાં ભારત નાં તમામ ખુણેથી લોકો રોજગારી મેળવવા માટે અહીં આવે છે. જેમાં વધુ તો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી આવે છે. આ જી.આઈ.ડી.સી. માં આવેલા ઉધોગોમાં તમામ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ઉધોગ તેમજ ખેતી, પશુપાલન છે, ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |