વિજયરાય વૈદ્ય

વિકિપીડિયામાંથી
વિજયરાય વૈદ્ય
જન્મવિજયરાય કલ્યાણરાય વૈદ્ય
(1897-04-07)7 April 1897
ભાવનગર, ગુજરાત
મૃત્યુ17 April 1974(1974-04-17) (ઉંમર 77)
વડોદરા
ઉપનામવિનોદકાંત
શિક્ષણબી.એ.
માતૃ શિક્ષણ સંસ્થાવિલ્સન કોલેજ, મુંબઇ
નોંધપાત્ર પુરસ્કારો

વિજયરાય વૈદ્ય (૧૮૯૭-૧૯૭૪) ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૭ એપ્રિલ ૧૮૯૭ના રોજ ગુજરાતનાં વઢવાણ ખાતે થયો હતો. પિતાનું નામ કલ્યાણરાય વૈદ્ય હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાંથી મેળવ્યું અને મુંબઇની વિલ્સન કોલેજમાંથી વર્ષ ૧૯૨૦માં તેમણે વિનયન શાખાના સ્નાતકની પદવી મેળવી. તેમણે અધ્યાપન, પત્રકારત્વ અને સાહિત્ય-વિવેચન જેવા ક્ષેત્રોમાં સેવાઓ આપી હતી. સ્નાતક થયા બાદ તુરંત જ તેઓ બટુભાઈ ઉમરવાડિયાનાં સામયિક 'ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા હતા. ૧૯૨૪માં તેમણે 'કૌમુદી'નું પ્રકાશન કર્યું અને ૧૯૩૭થી ૧૯૪૯ સુધી સુરતની ટી.બી. કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગુજરાતી સાહિત્યમાં કરેલા યોગદાન માટે ૧૯૩૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને ૧૯૫૨માં નવસારીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં તેમને ‘સાહિત્ય સંત’ તરીકે સન્માન આપવામાં આવ્યું. આ ઉપરાંત ૧૯૫૫માં તેમને નર્મદ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.[૧][૨]

૧૯૭૪ની ૩૧મી એપ્રિલે વડોદરા ખાતે તેમનું નિધન થયું.[૧]

સાહિત્યસર્જન[ફેરફાર કરો]

વિવેચન સંગ્રહ[ફેરફાર કરો]

 • સાહિત્યદર્શન
 • જૂઈ અને કેતકી
 • ગતશતકનું સાહિત્ય[૩]

નિબંધસંગ્રહ[ફેરફાર કરો]

 • પ્રભાતના રંગ
 • નાજુક સવારી
 • ઉડતાં પાન
 • દરિયાવની મીઠી લહર

ઈતિહાસ[ફેરફાર કરો]

 • ગુજરાતી સાહિત્યની રૂપરેખા
 • પ્રવાસવર્ણન
 • ખુશ્કી અને તરી[૧]

ચરિત્રલેખન[ફેરફાર કરો]

ચિંતન[ફેરફાર કરો]

 • મનુષ્યની વાણીની ઉત્પત્તિ અને વિકાસ
 • ઋગ્વેદ કાળનાં જીવન અને સંસ્કૃતિ

આત્મકથા[ફેરફાર કરો]

 • વિનાયકની આત્મકથા

અનુવાદ[ફેરફાર કરો]

 • તિમિંગલ (મોબી ડિક)
 • એક ક્રાંતિકારની આત્મકથા
 • લીયો ટોલ્સ્ટોયના પત્રો અને નિબંધો

સંપાદન[ફેરફાર કરો]

 • અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો
 • સાહિત્યનો વિશ્વકોશ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Lal (1992). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ 4466. ISBN 978-81-260-1221-3. મેળવેલ 27 July 2016.
 2. "વિજયરાય વૈદ્ય". મેળવેલ 27 July 2016.
 3. Sheldon I. Pollock (2003). Literary Cultures in History: Reconstructions from South Asia. University of California Press. પૃષ્ઠ 611. ISBN 978-0-520-22821-4.
 4. Dhirubhai P. Thakar (1999). Glimpses of Gujarati literature. Gujarat Sahitya Akademy. પૃષ્ઠ 10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]