કૌમુદી (સામાયિક)

વિકિપીડિયામાંથી
કૌમુદી
સંપાદકો
વર્ગસાહિત્ય
આવૃત્તિ
  • ત્રિમાસિક (૧૯૨૪-૧૯૩૦)
  • માસિક (૧૯૩૦–૧૯૩૭)
સ્થાપકવિજયરાય વૈદ્ય
સ્થાપના વર્ષ1924
પ્રથમ અંકઑક્ટોબર ૧૯૨૪
છેલ્લો અંક1937 (1937)
દેશબ્રિટિશ રાજ
ભાષાગુજરાતી

કૌમુદી ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન પ્રકાશિત થતું એક ગુજરાતી સાહિત્યિક સામયિક હતું. તેની સ્થાપના ઑક્ટોબર ૧૯૨૪માં વિજયરાય વૈદ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમણે તેને ૧૯૨૪ થી ૧૯૩૫ સુધી સંપાદિત કરી હતી. તેનું પ્રકાશન લગભગ ૧૯૩૭ ની આસપાસ બંધ થયું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યિક વિવેચક વિજયરાય વૈદ્યે ત્રિમાસિક તરીકે ઑક્ટોબર ૧૯૨૪ માં ( વિક્રમ સંવત ૧૯૮૦ ના આસો મહિનામાં વિજયાદશમીના દિવસે) આ સામયિકનો પ્રથમ અંક સંપાદિત અને પ્રકાશિત કર્યો.[૧] ઈ.સ. ૧૯૩૦થી આ ત્રૈમાસિક એક માસિક બન્યું.[૨] જૂન ૧૯૩૫ સુધી વૈદ્યે સંપાદક તરીકે અને મૂળશંકર સોમનાથ ભટ્ટે આ સામાયિકના મેનેજર તરીકે ફરજ બજાવી હતી. આર્થિક મુશ્કેલીઓને કારણે વિજયરાયે મૂળશંકર ભટ્ટ સાથે કરાર કર્યો અને સામાયિકનું નિયંત્રણ તેમને સોંપ્યું. જ્યારે વિજયરાયે કરાર ભંગ જોયો ત્યારે તેમણે કરાર રદ્દ કરતા ૨૧૦૦માં સામાયિકના અધિકારો સોમનાથ ભટ્ટને વેચી દીધા. ત્યાર બાદ મૂળશંકર ભટ્ટના સંપાદન હેઠળ બે વર્ષ સુધી આ સામાયિક પ્રાકાશિત થતું રહ્યું.

વાંચન સામગ્રી[ફેરફાર કરો]

સામયિકમાં સાહિત્યિક ગતિવિધિઓ, સાહિત્યિક પ્રવાહો, સાહિત્યિક વિવેચનો, સાહિત્યિક પત્રકારત્વ, દાર્શનિક લેખો, સમીક્ષાઓ અને વિશ્લેષણો આવરી લેવામાં આવ્યાં હતાં. તેના સંપાદકીય અને ટૂંકી સમીક્ષાઓ લોકપ્રિય હતી.

'કીર્તિદાને કમલના પેટ્રો', 'સોરઠી સાહિત્યની ધારા', 'ગુજરાતી સાહિત્યસંગીતકાવ્ય', 'ગીત', 'બંગાળી સાહિત્યમાં મધુસુદનનું સ્થાન' અને 'શિવાજી: એક દિગદર્શન' આ સામાયિકના કેટલાક લોકપ્રિય લેખો છે. તેઓએ કલાપી (જૂન ૧૯૨૫) અને ન્હાનાલાલ (૧૯૨૭) જેવા કવિઓ પર વિશેષ આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની નવલકથા અમે બધાં , રમણલાલ દેસાઈની ઐતિહાસિક નવલકથા ભારેલો અગ્નિ અને કનૈયાલાલ મુનશીની આત્મકથા અડધે રસ્તે આ સામાયિકમાં ધરાવાહીક તરીકે પ્રસિદ્ધ થઈ હતી.[૧]

પ્રતિભાવ[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા લોકો અને ગુજરાતીમાં સાહિત્યિક વિવેચનના ઉચ્ચ ધોરણોના પ્રણેતા ગણાતા લોકો દ્વારા કૌમુદીને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Bhatt, Dr. Durgesh N. (2000). "વિજયરાયનું સાહિત્યિક પત્રકારત્વ: 'કૌમુદી' અને 'માનસી'ના વિશેષ સંદર્ભમાં". માં Gohel, Jayanti (સંપાદક). વિજયરાય ક. વૈદ્ય જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ. ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 109–124. OCLC 45388610.
  2. Lal (1992). Encyclopaedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4466. ISBN 978-81-260-1221-3.