લખાણ પર જાઓ

અરવિંદ ત્રિવેદી

વિકિપીડિયામાંથી
અરવિંદ ત્રિવેદી
સંસદ સભ્ય, લોક સભા
પદ પર
૧૯૯૧ – ૧૯૯૬
પુરોગામીમગનભાઈ પટેલ
અનુગામીનિશા ચૌધરી
બેઠકસાબરકાંઠા (લોક સભા મતક્ષેત્ર), ગુજરાત
અંગત વિગતો
જન્મ(1938-11-08)8 November 1938
ઈંદોર
મૃત્યુ5 October 2021(2021-10-05) (ઉંમર 82)
મુંબઇ
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીનલિની અરવિંદ ત્રિવેદી
વ્યવસાયફિલ્મ અભિનેતા, રાજનેતા

અરવિંદ ત્રિવેદી (૧૯૩૮-૨૦૨૧) ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણ, લંકેશનાં પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે 'વિક્રમ અને વેતાળ' ધારાવાહિકમાં પણ અભિનય કરેલો.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૮ નવેમ્બર ૧૯૩૮ના દિવસે મધ્ય પ્રદેશનાં ઈંદોર શહેરમાં થયો હતો.

૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં. ૨૦૦૨માં તેઓને ભારતના કેન્દ્રિય ફિલ્મ પ્રમાણન બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે વર્ષ ૨૦૦૩ સુધી સેવા આપી હતી.[૧]

૮૨ વર્ષની જૈફ વયે ૫ ઓક્ટોબર ૨૦૨૧ની મોડી રાત્રે મુંબઇમાં તેમનું નિધન થયું હતું.[૨]

ચલચિત્રો[ફેરફાર કરો]

અરવિંદ ત્રિવેદીએ તેમની કારકિર્દી દરમ્યાન ૨૫૦થી વધુ ચલચિત્રોમાં અભિનય કર્યો હતો.

શીર્ષક પ્રકાર ભાષા વર્ષ ટીપ્પણી
દેશ રે જોયા દાદા પરદેશ જોયા ચલચિત્ર ગુજરાતી ૧૯૯૮ દાદાજી તરીકે
રામાયણ ટીવી ધારાવાહિક હિન્દી ૧૯૮૬ રાવણ તરીકે
ઢોલી ચલચિત્ર ગુજરાતી ૧૯૮૨
મહિયારો ચલચિત્ર ગુજરાતી ૧૯૮૦
સંતુ રંગીલી ચલચિત્ર ગુજરાતી ૧૯૭૬
હોથલ પદમણી ચલચિત્ર ગુજરાતી ૧૯૭૪
કુંવરબાઇનું મામેરું ચલચિત્ર ગુજરાતી ૧૯૭૪ નરસિંહ મહેતા તરીકે
આજ કી તાજા ખબર ચલચિત્ર હિંદી ૧૯૭૩ 'અરવિંદ ત્રિવેદી' તરીકે
જંગલ મેં મંગલ ચલચિત્ર હિંદી ૧૯૭૧
જેસલ તોરલ ચલચિત્ર ગુજરાતી ૧૯૭૧
પરાયા ધન ચલચિત્ર હિંદી ૧૯૭૧

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Trivedi takes over as acting chairman of Censor Board". મૂળ માંથી 2012-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2015-02-23.
  2. TEAM VTV (૦૬ ઓક્ટોબર ૨૦૨૧). "જાણીતા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન, રાવણના પાત્રથી મળી હતી લોકપ્રિયતા". www.vtvgujarati.com. મેળવેલ ૦૬ ઓક્ટોબર ૨૦૨૧. Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]