લખાણ પર જાઓ

રાવણ

વિકિપીડિયામાંથી

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનનપડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે. રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો..

દશાનન રાવણ

રાવણના ઉદયની માન્યતાઓ[ફેરફાર કરો]

પદ્મપુરાણ, શ્રીમદ્ ભાગવતમ્, કૂર્મપુરાણ, રામાયણ, મહાભારત, દશાવતારચરિત, વગેરે ગ્રંથોમાં રાવણનો ઉલ્લેખ થયો છે. રાવણના ઉદય વિષે વિવિધ ગ્રંથોમાં જુદો-જુદો ઉલ્લેખ મળે છે.

  • વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિનો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ ઉત્પન્ન થયા.
  • તુલસીદાસજીના રામચરિતમાનસમાં રાવણનો જન્મ શાપને કારણે થયો હતો. તે નારદ અને પ્રતાપભાનુની કથાઓને રાવણના જન્મનું કારણ બતાવે છે.
  • રાવણ મહાન જ્ઞાની હતો. તેની પાસે ત્રણ પ્રકારનાં ઐશ્વર્યો હતાં, લક્ષ્મી, બુદ્ધિ અને બળ. ભગવાન એક સાથે ક્યારેય આ ત્રણે વસ્તુ કોઇને આપતા નથી.

રાવણના જન્મની કથા[ફેરફાર કરો]

પૂર્વકાળ માં બ્રહ્માજી એ અનેક જીવ જંતુ બનાવ્યા અને તેમને સમુદ્ર ના જળ ની રક્ષા કરવા માટે કહ્યું ત્યારે તે જંતુઓમાં થી અમુક બોલ્યાં કે અમે આનું રક્ષણ (રક્ષા) કેવીરીતે કરીશું અને અમુકો એ કહ્યું કે અમે આનું યક્ષણ (પૂજા) કરીશું. આના પર બ્રહ્માજી એ કહ્યું કે જે રક્ષણ કરશે તે રાક્ષસ કહેવાશે અને જે યક્ષણ કરશે તે યક્ષ કહેવાશે. આ પ્રકારે તે બે જાતિયોં માં વહેંચાઈ ગયા. રાક્ષસોં માં હેતિ અને પ્રહેતિ બે ભાઈ હતાં. પ્રહેતિ તપસ્યા કરવા ચાલ્યો ગયો, પરંતુ હેતિ એ ભયા સાથે લગ્ન કર્યાં, જેથી તેને વિદ્યુત્કેશ નામક પુત્ર ઉત્પન્ન થયો. વિદ્યુત્કેશને સુકેશ નામક પરાક્રમી પુત્ર થયો. સુકેશ ને માલ્યવાન, સુમાલી અને માલી નામક ત્રણ પુત્ર થયા. ત્રણે જણા એ ને બ્રહ્માજી ની તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરી લીધું કે અમારો પ્રેમ અતુટ રહે અને અમને કોઈ પરાજિત ન કરી શકે. વરદાન પામી તેઓ નિર્ભય થઈ ગયાં અને સુરોં, અસુરોં ને સતાવવા માંડ્યાં. તેમણે વિશ્‍વકર્મા ને એક અત્યંત સુંદર નગર બનાવવા માટે કહ્યું. તેના પર વિશ્‍વકર્મા એ તેમને લંકા પુરી નું સરનામું બતાવી મોકલી દીધા . ત્યાં તેઓ ખૂબ આનંદ સાથે રહેવા લાગ્યાં માલ્યવાન ને વજ્રમુષ્ટિ, વિરૂપાક્ષ, દુર્મુખ, સુપ્તઘ્ન, યજ્ઞકોપ, મત્ત અને ઉન્મત્ત નામક સાત પુત્ર થયા. સુમાલી ને પ્રહસ્ત્ર, અકમ્પન, વિકટ, કાલિકામુખ, ધૂમ્રાક્ષ, દણ્ડ, સુપાર્શ્‍વ, સંહ્નાદિ, પ્રધસ અને ભારકર્ણ નામ ના દસ પુત્ર થયા. માલી ના અનલ, અનિલ, હર અને સમ્પાતી નામના ચાર પુત્ર થયા. તે સૌ બળવાન અને દુષ્ટ પ્રકૃતિ હોવાને કે લીધે ઋષિ-મુનિઓને કષ્ટ આપ્યા કરતા. તેમના કષ્ટોં થી દુઃખી થઇ ઋષિ-મુનિગણ જ્યારે ભગવાન વિષ્ણુ ના શરણે ગયા ત્યારે તેમણે આશ્વાસન આપ્યું કે હે ઋષિયોં! હું આ દુષ્ટોંનો અવશ્ય નાશ કરીશ.

જ્યારે રાક્ષસો ને વિષ્ણુ ના આ આશ્વાસન ની સૂચના મળી તો તે સૌ મંત્રણા કરી સંગઠિત થઇ માલી ના સેનાપતિત્વ માં ઇન્દ્રલોક પર આક્રમણ કરવા માટે ચાલી પડ્યાં. આ સમાચાર સાંભળી ભગવાન વિષ્ણુ એ પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાળ્યા અને રાક્ષસોં નો સંહાર કરવા માંડ્યા. સેનાપતિ માલી સહિત ઘણાં રાક્ષસ માર્યા ગયા અને શેષ લંકા તરફ ભાગી ગયાં. જ્યારે ભાગી રહેલા રાક્ષસોં નો પણ નારાયણ સંહાર કરતા રહ્યાં તો માલ્યવાન ક્રુદ્ધ થઇ યુદ્ધભૂમિ માં પાછો ફર્યો. ભગવાન વિષ્ણુ ના હાથે અંત માં માલ્યવાન શેષ બચેલા રાક્ષસ સુમાલી ના નેતૃત્વ માં લંકા ત્યાગી પાતાળ માં જઇ વસ્યો અને લંકા પર કુબેર નું રાજ્ય સ્થાપિત થયું. રાક્ષસોં ના વિનાશ થી દુઃખી થઈ સુમાલી એ પોતાની પુત્રી કૈકસી ને કહ્યું કે પુત્રી! રાક્ષસ વંશ ના કલ્યાણ માટે હું ચાહું છું કે તું પરમ પરાક્રમી મહર્ષિ વિશ્રવા પાસે જઈ તેમની પાસેથી પુત્ર પ્રાપ્ત કર. તે પુત્ર આપણાં રાક્ષસો ની દેવતાઓથી રક્ષા કરી શકશે.

પિતા ની આજ્ઞા મેળવી કૈકસી વિશ્રવા પાસે ગઈ. તે સમયે ભયંકર આંધી ચાલી રહી હતી. આકાશ માં મેઘ ગરજી રહ્યાં હતા. કૈકસી નો અભિપ્રાય જાણી વિશ્રવા એ કહ્યું કે ભદ્રે! તુ આ ક્વેળા માં આવી છે.હું તારી ઇચ્છા તો પૂરી કરી દઈશ પરંતુ આનાથી તારી સંતાન દુષ્ટ સ્વભાવ વાળી અને ક્રૂરકર્મા થશે. મુનિ ની વાત સાંભળી કૈકસી તેમના ચરણોં માં પડી અને બોલી કે ભગવન્! આપ બ્રહ્મવાદી મહાત્મા છો. તમારી પાસેથી હું આવા દુરાચારી સંતાન પામવાની આશા નથી કરતી. અતઃ તમે મારા પર કૃપા કરો. કૈકસીના વચન સાંભળી મુનિ વિશ્રવાએ કહ્યું કે ભલે, તો તારો સૌથી નાનો પુત્ર સદાચારી અને ધર્માત્મા થશે.

આ પ્રકારે કૈકસીએ દસ મુખ વાળા પુત્ર ને જન્મ આપ્યો જેનું નામ દશગ્રીવ (રાવણ) રાખવામાં આવ્યું. તે પશ્‍ચાત્ કુમ્ભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ નો જન્મ થયો. દશગ્રીવ અને કુમ્ભકર્ણ અત્યંત દુષ્ટ થતા, પરંતુ વિભીષણ ધર્માત્મા પ્રકૃતિ નો હતો. પોતાના ભાઈ વૈશ્રવણ થી પણ અધિક પરાક્રમી અને શક્‍તિશાળી બનવા માટે દશગ્રીવે પોતાના ભાઈયોં સહિત બ્રહ્માજી ની તપસ્યા કરી. બ્રહ્મા ના પ્રસન્ન થવા પર દશગ્રીવે માંગ્યું કે હું ગરુડ઼, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ તથા દેવતાઓં માટે અવધ્ય થઈ જાઊઁ. બ્રહ્માજી એ 'તથાસ્તુ' કહી તેની ઇચ્છા પૂરી કરી. વિભીષણ ને ધર્મ માં અવિચલ મતિ નું અને કુંભકર્ણ ને વર્ષોં સુધી સુતા રહેવાનું વરદાન મળ્યું

રાવણ વિવાહ[ફેરફાર કરો]

દશગ્રીવે લંકાના રાજા કુબેરને વિવશ કર્યો કે તે લંકા છોડી પોતાનું રાજ્ય તેને સૌંપી દે. પોતાના પિતા વિશ્રવાના સમજાવવાથી કુબેરે લંકાનો પરિત્યાગ કરી દીધો અને રાવણ પોતાની સેના, ભાઈઓ તથા સેવકો સાથે લંકામાં રહેવા લાગ્યો. લંકામાં સ્થાયી થયા બાદ પોતાની બહેન શૂર્પણખા નો વિવાહ કાલકા ના પુત્ર દાનવરાજ વિદ્યુવિહ્વા સાથે કરી દીધો. તેણે સ્વયં દિતિ ના પુત્ર મય ની કન્યા મન્દોદરી સાથે વિવાહ કર્યા જે હેમા નામક અપ્સરાના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી. વિરોચનકુમાર બલિ ની પુત્રી વજ્રજ્વલા સાથે કુમ્ભકર્ણના અને ગન્ધર્વરાજ મહાત્મા શૈલૂષ ની કન્યા સરમા સાથે વિભીષણ ના વિવાહ થયા. થોડો સમય પશ્‍ચાત્ મન્દોદરી એ મેઘનાદ ને જન્મ આપ્યો. જે ઇન્દ્ર ને પરાસ્ત કરી સંસારમાં ઇન્દ્રજીત ના નામ થી પ્રસિદ્ધ થયો.

રાવણ દ્વારા ભગવાન શંકરની પ્રાર્થના[ફેરફાર કરો]

સત્તાના મદમાં રાવણ ઉચ્છૃંખલ થઇ દેવતાઓં, ઋષિઓ, યક્ષો અને ગંધર્વોને અનેક પ્રકારે કષ્ટ દેવા લાગ્યો. એક વખત તેણે કુબેર પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી દિધો અને પોતાના વિજયની સ્મૃતિના રૂપમાં કુબેરના પુષ્પક વિમાન પર અધિકાર જમાવી લીધો. તે વિમાનનો વેગ મન સમાન તીવ્ર હતો. તે પોતાની ઊપર બેઠેલા લોકોની ઇચ્છાનુસાર નાનું કે મોટું રૂપ ધારણ કરી શકતું હતું. વિમાનમાં મણિ અને સોના ની સીડીઓ બનેલી હતી અને તપેલા સોના સમાન ચળકતું આસન બનેલું હતું. તે વિમાન પર બેસી જ્યારે તે 'શરવણ' નામથી પ્રસિદ્ધ સરકણ્ડોના વિશાળ વનમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભગવાન શંકર ના પાર્ષદ નંદીશ્વરે તેને રોકતા કહ્યું કે દશગ્રીવ! આ વનમાં સ્થિત પર્વત પર ભગવાન શંકર ક્રીડા કરે છે, માટે અહીં બધા સુર, અસુર, યક્ષ આદિનો પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યો છે. નંદીશ્વરના વચનોથી ક્રોધિત થઈ રાવણ વિમાનમાંથી ઉતરી ભગવાન શંકર તરફ ચાલ્યો. તેને રોકવા માટે તેનાથી થોડેક દૂર હાથમાં શૂળ લઈ નંદી બીજા શિવની જેમ ઉભો રહી ગયો. તેમનું મુખ વાનર સમાન લાગતું હતું. તેને જોઈ રાવણ ઠહાકા મારી હસી પડ્યો. આથી કુપિત (ક્રોધિત) થઈ નંદી બોલ્યો કે દશાનન! તેં મારા વાનર રૂપની અવહેલના કરી છે, માટે તારા કુળનો નાશ કરવા માટે મારા સમાન પરાક્રમી રૂપ અને તેજ થી સમ્પન્ન વાનર ઉત્પન્ન થશે. રાવણે આ તરફ જરા પણ ધ્યાન ન દીધું અને બોલ્યો કે જે પર્વતે મારી વિમાન યાત્રામાં વિધ્ન પાડ્યું છે, આજે હું તેનેજ ઉખાડી ફેંકીશ. આમ કહી તેણે પર્વતના નીચલા ભાગમાં હાથ નાખી તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પર્વત હલવા લાગ્યો તો ભગવાન શંકરે તે પર્વતને પોતાના પગના અંગૂઠાથી દબાવી દીધો આથી રાવણનો હાથ ખરાબ રીતે દબાઈ ગયો. અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. જ્યારે તે કોઈ રીતે હાથ ન કાઢી શક્યો તો રોતા-રોતા ભગવાન શંકરની સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. આ સાંભળી ભગવાન શંકરે તેને માફ કરી દીધો અને તેની પ્રાર્થાના કરવાથી તેને એક ચંદ્રહાસ નામનું ખડ્ગ પણ આપ્યું.

રાવણનો અત્યાચાર[ફેરફાર કરો]

એક દિવસ હિમાલય પ્રદેશ માં ભ્રમણ કરતા કરતા રાવણે અમિત તેજસ્વી બ્રહ્મર્ષિ કુશધ્વજ ની કન્યા વેદવતી ને તપસ્યા કરતાં જોઈ. તેને જોઈ રાવણ મુગ્ધ થઇ ગયો અને તેની પાસે આવી તેનો પરિચય તથા અવિવાહિત રહેવાનું કારણ પૂછ્યું. વેદવતીએ પોતાનો પરિચય દીધા પછી કહ્યું કે મારા પિતા વિષ્ણુ સાથે મારા વિવાહ કરાવવા માંગતા હતા. આથી ક્રુદ્ધ (ક્રોધિત) થઈ મારી કામના કરવા વાળા દૈત્યરાજ શમ્ભુ એ તેમનો વધ કરી દીધો. તેમના મરવાથી મારી માતા પણ દુઃખી થઈ ચિતા માં પ્રવિષ્ટ થઈ ગઈ. ત્યારથી હું મારા પિતા ની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન વિષ્ણુ ની તપસ્યા કરી રહી છું. તેમને જ મેં મારા પતિ માની લીધા છે.

પહેલાં રાવણ વેદવતી ને વાતોં મા ફુસલાવવા લાગ્યો, પરંતુ જ્યારે તેણે જબરદસ્તી કરતા તેણી ના કેશ પકડી લીધા, વેદવતી એ એક જ ઝટકા માં પકડાયેલા કેશ કાપી દીધા અને એમ કહેતી અગ્નિમાં પ્રવિષ્ટ થઈ ગઈ કે દુષ્ટ! તેં મારું અપમાન કર્યું છે. આ સમયે તો હું આ શરીર ત્યાગી રહી છું, પરંતુ તારો વિનાશ કરવા માટે ફરી જન્મ લઇશ. આગલા જન્મ માં હું અયોનિજા કન્યા ના રૂપ માં જન્મ લઈ કોઇ ધર્માત્માની પુત્રી બનીશ. આગલા જન્મ માં તે કન્યા કમલ ના રૂપ માં ઉત્પન્ન થઈ. તે સુંદર કાન્તિ વાળી કમલ કન્યા ને એક દિવસ રાવણ પોતાના મહેલ માં લઈ ગયો. તેને જોઈ જ્યોતિષિઓ એ કહ્યું કે રાજન્! જો આ કમલ કન્યા આપના ઘર માં રહી તો આપના અને આપના કુળ ના વિનાશ નું કારણ બનશે. આ સાંભળી રાવણે તેને સમુદ્ર માં ફેંકી દીધી. ત્યાંથી તે ભૂમિને પ્રાપ્ત થઈ રાજા જનક ના યજ્ઞ મંડપ ના મધ્યવર્તી ભૂભાગ માં પહોંચી. ત્યાં રાજા દ્વારા હળ થી ખેડાતી ભૂમિમાંથી તે કન્યા ફરી પ્રાપ્ત થઈ. તેજ વેદવતી સીતા ના રૂપ માં રામ ની પત્ની બની.

રાજા અનરણ્યનો રાવણને શ્રાપ[ફેરફાર કરો]

અનેક રાજા મહારાજાઓને પરાજિત કરતો દશગ્રીવ ઇક્ષ્વાકુ વંશના રાજા અનરણ્ય પાસે પહોંચ્યો જે અયોધ્યા પર રાજ્ય કરતા હતા. તેણે તેને પણ દ્વંદ યુદ્ધ કરવા અથવા પરાજય સ્વીકાર કરવા લલકાર્યો. બનેંમાં ભીષણ યુદ્ધ થયું પરંતુ બ્રહ્માજીના વરદાન ને લીધે રાવણ તેમનાથી પરાજિત ન થઈ શક્યો. જ્યારે અનરણ્યનું શરીર અત્યંત ક્ષત-વિક્ષત થઈ ગયું ત્યારે રાવણ ઇક્ષ્વાકુ વંશનું અપમાન અને ઉપહાસ કરવા લાગ્યો. આથી ક્રોધિત થઈ અનરણ્યે તેને શ્રાપ આપતાં કહ્યું કે, "તેં પોતાના વ્યંગપૂર્ણ શબ્દોથી ઇક્ષ્વાકુ વંશનું અપમાન કર્યું છે, માટે હું તને શાપ આપં છું કે મહાત્મા ઇક્ષ્વાકુનાં આ જ વંશમાં દશરથ નંદન રામનો જન્મ થશે જે તારો વિનાશ કરશે. આમ કહી રાજા સ્વર્ગ સિધાવ્યાં.

બાલી સાથે મૈત્રી[ફેરફાર કરો]

રાવણ ની ઉદ્દણ્ડતા માં કમી ન આવી. રાક્ષસ અથવા મનુષ્ય જેને પણ તે શક્‍તિશાળી પામતો, તેની સાથે યુદ્ધ કરવા લાગતો. એક વાર તેણે સાંભળ્યું કે કિષ્કિન્ધા પુરી નો રાજા બાલિ ખૂબ બળવાન અને પરાક્રમી છે તો તે તેની પાસે યુદ્ધ કરવા માટે જઈ પહોંચ્યો. બાલિ ની પત્ની તારા, તારા ના પિતા સુષેણ, યુવરાજ અંગદ અને તેના ભાઈ સુગ્રીવ એ તેને સમજાવ્યો કે આ સમયે બાલિ નગરથી બહાર સન્ધ્યોપાસના માટે ગયો છે. તેઓ જ તમારી સાથે યુદ્ધ કરી શકશે અન્ય કોઈ વાનર એટલો પરાક્રમી નથી કે જે આપ સાથે યુદ્ધ કરી શકે. માટે આપ થોડી વાર તેમની પ્રતીક્ષા કરો. પછી સુગ્રીવે કહ્યું કે રાક્ષસરાજ! સામે જે શંખ જેવો હાડકા નો ઢગલો છે તે બાલિ સાથે યુદ્ધની ઇચ્છા સાથે આવેલા આપ જેવા વીરોં નો જ છે. બાલિ એ તે સૌનો અંત કર્યો છે.જો આપ અમૃત પીને આવ્યાં હોવ તો પણ જે ક્ષણ બાલિ સાથે ટક્કર લેશો, તે ક્ષણ આપના જીવનનો અંતિમ ક્ષણ હશે. જો આપને મરવાની બહુ જલ્દી હોય તો આપ દક્ષિણ સાગર ના કિનારે ચાલ્યાં જાવ ત્યાં આપને બાલિના દર્શન થઈ જશે. સુગ્રીવના વચન સાંભળી રાવણ વિમાન પર સવાર થઈ તત્કાલ દક્ષિણ સાગરમાં તે સ્થાન પર જઈ પહોંચ્યો જ્યાં બાલિ સન્ધ્યા કરી રહ્યો હતો. તેણે વિચાર્યું હું ચુપચાપ બાલિ પર આક્રમણ કરી દઈશ. બાલિ એ રાવણને આવતા જોઈ લીધો પરંતુ તે જરા પણ વિચલિત ન થયો અને વૈદિક મન્ત્રોંના ઉચ્ચારણ કરતો રહ્યો. જેવો તેને પકડવા માટે રાવણે પાછળથી હાથ ઉગામ્યો, સતર્ક બાલિએ તેને પકડી પોતાની કાઁખમાં દબાવી દિધો અને આકાશમાં ઉડવા લાગ્યો. રાવણ વારંવાર બાલિને પોતાના નખોંથી કચોટતો રહ્યો પરંતુ બાલિએ તેની કોઈ ચિંતા કરી નહીં. તેને છોડાવવા માટે રાવણના મંત્રી અને અનુચર તેની પાછળ અવાજ કરતા દોડ્યાં પરંતુ તેઓ બાલિ પાસે પણ ન પહોંચી શક્યાં. આ પ્રકારે બાલિ રાવણને લઈ પશ્ચિમી સાગર ના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે સન્ધ્યોપાસના પૂરી કરી. ફરી તે દશાનનને લઈ કિષ્કિન્ધાપુરી પાછો ફર્યો. પોતાના ઉપવનમાં એક આસન પર બેસી તેણે રાવણને પોતાની કાઁખથી કાઢી પૂછ્યું કે હવે કહો કે આપ કોણ છો અને અહીં શામાટે આવ્યાં છો?

રાવણે ઉત્તર આપ્યો કે હું લંકાનો રાજા રાવણ છું. આપ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો હતો. તે યુદ્ધ મને મળી ગયું.મેં આપનું અદ્‍ભુત બળ જોઈ લીધું. હવે હું અગ્નિ ની સાક્ષી દઇ આપ સાથે મિત્રતા કરવા માંગુ છું. પછી બનેંએ અગ્નિની સાક્ષીએ એક બીજા સાથે મિત્રતા સ્થાપિત કરી.

રાવણના ગુણ[ફેરફાર કરો]

રાવણમાં ગમે તેટલું રાક્ષસત્વ કેમ ન હોય, તેના ગુણોને અવગણી ન શકાય. રાવણ એક અતિ બુદ્ધિમાન બ્રાહ્મણ તથા શંકર ભગવાન નો ખૂબ મોટો ભક્ત હતો. તે મહા તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી, રૂપવાન તથા વિદ્વાન હતો.

વાલ્મીકિ તેના ગુણોને નિષ્પક્ષતા સાથે સ્વીકાર કરતા તેને ચારે વેદોનો વિશ્વવિખ્યાત જ્ઞાતા અને મહાન વિદ્વાન બતાવે છે. તે પોતાના રામાયણમાં હનુમાનના રાવણના દરબારમાં પ્રવેશ સમયે લખે છે:

અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:
અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા

આગળ તેઓ લખે છે "રાવણને જોતાં જ રામ મુગ્ધ થઈ જાય છે અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત"

જ્યાં રાવણ દુષ્ટ હતો અને પાપી હતો ત્યાં જ તેનામાં શિષ્ટાચાર અને ઊઁચા આદર્શોવાળી મર્યાદાઓ પણ હતી. રામના વિયોગમાં દુઃખી સીતાને રાવણે કહ્યું , "હે સીતે! જો તુ મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો હું તને સ્પર્શ ન કરી શકું" શાસ્ત્રો અનુસાર વન્ધ્યા, રજસ્વલા, અકામા, આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે. અતઃ પોતાના પ્રતિ અકામા સીતાને સ્પર્શ ન કરી રાવણ મર્યાદાઓનું જ આચરણ કરતો હતો.

વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ બનેં ગ્રંથોમાં રાવણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાક્ષસી માતા અને ઋષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વ રાવણના અન્તઃકરણને વલોવતા રહેતાં.

રાવણના અવગુણ[ફેરફાર કરો]

વાલ્મીકિ, રાવણના અધર્મી હોવાને તેનો મુખ્ય અવગુણ ગણે છે. તેમનાં રામાયણમાં રાવણનો વધ થવા પર મંદોદરી વિલાપ કરતાં કહે છે, "અનેક યજ્ઞોનો વિલોપ કરવા વાળા, ધર્મ વ્યવસ્થાઓને તોડનારા, દેવ-અસુર અને મનુષ્યોની કન્યાઓનું જ્યાંત્યાંથી હરણ કરવા વાળા, આજે તું પોતાના આ જ પાપ કર્મોં ને લીધે જ વધને પ્રાપ્ત થયો છે."

તુલસીદાસ માત્ર તેના અહંકારને જ તેનો મુખ્ય અવગુણ બતાવે છે. તેમણે રાવણને બહારથી રામ સાથે શત્રુભાવ રાખવા છતાં હૃદયથી તેમનો ભક્ત બતાવ્યો છે. તુલસીદાસ અનુસાર રાવણ વિચારે છે કે જો સ્વયં ભગવાને અવતાર લીધો છે તો હું જઈને તેમનાથી હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના આઘાતથી પ્રાણ છોડી ભવબંધનથી મુક્ત થઈ જઈશ.

રાવણનાં દસ શિશ[ફેરફાર કરો]

રાવણનાં દસ માથા હોવાની ચર્ચા રામાયણમાં આવે છે. તે વદ અમાસ ને દિવસે યુદ્ધ માટે નીકળ્યો હતો તથા એક-એક દિવસે ક્રમશઃ એક-એક માથા કપાય છે. આ રીતે દસમા દિવસે એટલે કે સુદ દશમ ના દિવસે રાવણનો વધ થાય છે. રામચરિતમાનસ માં એમ પણ વર્ણન આવે છે કે જે માથાને રામ પોતાના બાણથી હણી દેતાં, પુનઃ તેના સ્થાન પર બીજું માથું ઊગી નીકળતું. વિચાર કરવાની વાત છે કે શું એક અંગના કપાવવાથી ત્યાં પુનઃ નવું અંગ ઉત્પન્ન થઇ શકે? વસ્તુતઃ રાવણના આ માથા કૃત્રિમ હતાં - આસુરી માયા થી બનેલા હતાં. મારીચ નું ચાંદીના બિન્દુઓ યુક્ત સ્વર્ણ મૃગ બની જવું, રાવણનું સીતા સમક્ષ રામનું કપાયેલું માથું રાખવું વિગેરેથી સિદ્ધ થાય છે કે રાક્ષસ માયાવી હતા. તેઓ અનેક પ્રકારના ઇન્દ્રજાલ (જાદૂ) જાણતા હતાં, આમ રાવણના દસ માથા અને વીસ હાથને પણ કૃત્રિમ માની શકાય.

સંદર્ભ અને ટીકા[ફેરફાર કરો]

  • શ્રીમદ્વાલ્મીકીય રામાયણ (પ્રથમ અને દ્વિતીય ખંડ), સચિત્ર, હિંદી અનુવાદ સહિત, પ્રકાશક અને મુદ્રક: ગીતાપ્રેસ, ગોરખપુર
  • વાલ્મીકીય રામાયણ, પ્રકાશક: દેહાતી પુસ્તક ભંડાર, દિલ્લી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]