પુલસ્ત્ય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રજાપતિ, સપ્તર્ષિઓ માહેના એક; બ્રહ્મપુત્ર ઋષિ પુલસ્ત્ય કર્દમ ઋષિનીકન્યા હરિર્ભૂવા સાથે પરણ્યા હતા. તેમને અગસ્ત્ય અને વિશ્રવા એવા બે પુત્ર થયા હતા. મહાદેવના શાપથી સઘળા બ્રહ્મ માનસપુત્રોની સાથે તે મરણ પામ્યા હતા. ઋષિ પુલસ્ત્ય ને બ્રમ્હાજી પાસે થી વિષ્ણુ પુરાણ મળેલું જેને તેઓ એ પરાશર મુનિ ને આપ્યું હતું.

ફરી જન્મ[ફેરફાર કરો]

જ્યારે તેઓ મેરુ પર્વતની બાજુએ તપ કરતા હતા ત્યાં ગાંધર્વ કન્યાઓ વારે વારે આવીને ગાયનથી તેમના તપમાં વિઘ્ન કરતી. આથી તેમણે શાપ આપ્યો હતો કે જે કોઈ કન્યા અહીં આવશે તે ગર્ભિણી થશે. તેથી કોઈ ત્યાં જતું નહિ. આ વાતની ખબર તૃણબિંદુ નામના રાજાની કન્યા ગૌને ન હતી, તેથી તે ત્યાં જતાં ગર્ભિણી થઈ. આ ઉપરથી તૃણબિંદુએ તે કન્યા તેમને જ પરણાવી અને તેનાથી તેને વિશ્રવા નામે પુત્ર થયો. વિશ્રવા કુબેર અને રાવણ ના પિતા હતા.

સ્ત્રોત[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડળ
  • અંગ્રેજી વિકિપીડિયા