શ્રીલંકા

વિકિપીડિયામાંથી
(લંકા થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
શ્રીલંકા સમાજવાદી જનતાંત્રિક ગણરાજ્ય
શ્રીલંકા નો ધ્વજ શ્રીલંકા નું ચિહ્ન
ધ્વજ રાષ્ટ્રીય ચિહ્ન
સૂત્ર:
રાષ્ટ્રગીત: "શ્રીલંકા માતા"
શ્રીલંકા નું સ્થાન
રાજધાની શ્રી જયવર્ધનાપુરા-કોટ્ટે
6°54′ N 79°54′ E
સૌથી મોટું શહેર કોલંબો
સત્તાવાર ભાષા(ઓ) સિંહાલા, તમિલ
રાજતંત્ર
{{{leader_titles}}}
લોકતાન્ત્રિક સમાજવાદી ગણરાજ્ય
{{{leader_names}}}
સ્થાપના
{{{established_events}}}
{{{established_dates}}}
વિસ્તાર
 • કુલ
 • પાણી (%)
 
{{{area}}} km² (૧૨૨ મો)
૪.૪
વસ્તી
 • ૨૦૧૨ ના અંદાજે
 • ૨૦૧૨ census

 • ગીચતા
 
૨૦,૨૭૭,૫૯૭ (૫૭મો)
૨૧,૩૨૪,૭૯૧

{{{population_density}}}/km² (૪૦ મો)
GDP (PPP)
 • Total
 • Per capita
૨૦૧૨ estimate
$૧૨૭ બિલિયન (૬૪મો)
$૬,૧૩૫ (૧૧મો)
માનવ વિકાસ ક્ર્મ (૨૦૦૮) {{{HDI}}} (૧૦૪મો) – મધ્યમ
ચલણ શ્રીલંકાઈ રૂપિયો ([[ISO 4217|LKR]])
સમય ક્ષેત્ર
 • Summer (DST)
શ્રીલંકાઈ માનક સમય મંડળ (UTC+૫:૩૦)
(UTC)
ઈંટરનેટ ટી એલ ડી .lk
દેશને ફોન કોડ +૯૪શ્રીલંકાનો ભૌમિતિક લાક્ષણીકતાઓનો નકશો.

શ્રીલંકા એક ટાપુ દેશ છે. જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. સિન્હાલી લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે, એને તામિળ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે. તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે.

તેના ચા, કોફી, નારિયળ તથા રબરના ઉત્પાદન માટે પ્રચલિત શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્ર ધરાવે છે. દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.

બે હજાર વર્ષના સ્થાનિક રાજાઓના રાજ્ય પછી ૧૬મી સદીમાં તેના અમુક ભાગો ઉપર પોર્ટુગીઝ તેમજ ડચ સામ્રાજ્યના રાજ હેઠળ આવ્યા હતા કે જે બાકીના દેશ સાથે ૧૮૧૫માં બ્રિટિશ મહાસામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સામ્રાજ્યની સામેની લડાઈમાં શ્રીલંકાએ એલાઈડ ફોર્સના એક મહત્ત્વના મથક તરીકેની ભૂમિકા ભજવી હતી. વીસમી સદીના પુર્વાધમાં ત્યાં એક રાષ્ટ્રીય રાજનૈતિક ચળવળ ઊભી થઈ હતી કે જેનું ધ્યેય રાજકીય સ્વતંત્રતા નો હતો કે જે તેને ૧૯૪૮માં બ્રિટિશરો સાથે શાંતીપુર્ણ વાટાધાટો પછી મળી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે. રામાયણ જેવા પૌરાણીક ગ્રંથ માં તેને "લંકા" ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર પછી સમ્રાટ અશોક ના શીલાલેખો માં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે. આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્ટુગીઝ હતા. ઇ.સ.૧૫૦૧ માં તેમણે શ્રીલંકાના અમુક પ્રદેશો હસ્તગત કર્યા.ઇ.સ.૧૬૫૮માં ડચ સામ્રાજ્ય ત્યાં પહોંચ્યુ અને ત્યાર પછી ૧૭૯૬ માં અંગ્રેજોએ તો આખા ટાપુ પર શાસન સ્થાપ્યું. ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી ન હતી, છતાં ભારત આઝાદ થયા પછી ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.