કોલંબો
Colombo | |
---|---|
From top left: Colombo skyline, Twin towers of the Colombo World Trade Center with the Bank of Ceylon Headquarters, BMICH, Independence Square, Beira lake bridge, Colombo Town hall and The Colombo Fort | |
Map of Colombo showing its administrative districts. | |
અક્ષાંશ-રેખાંશ: 6°56′04″N 79°50′34″E / 6.93444°N 79.84278°E | |
Country | Sri Lanka |
Province | Western Province |
District | Colombo District |
સરકાર | |
• Municipal Council | Colombo Municipal Council |
• Mayor | Uvais Mohamed Imitiyas |
• Deputy Mayor | S. Rajendran |
• Headquarters | Town Hall |
વિસ્તાર | |
• શહેર | ૩૭.૩૧ km2 (૧૪.૪ sq mi) |
વસ્તી (2001[૧]) | |
• શહેર | ૬,૪૭,૧૦૦ |
• ગીચતા | ૧૭,૩૪૪/km2 (૪૪૯૨૦/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૫૬,૪૮,૦૦૦ (૨,૦૦૬) |
સમય વિસ્તાર | UTC+5:30 (Sri Lanka Standard Time Zone) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+6 (Summer time) |
વેબસાઇટ | www.cmc.lk |
કોલંબો (સિંહાલી: කොළඹ, તમિળ: கொழும்பு) શ્રીલંકાનું સૌથી મોટું શહેર અને આર્થિક પાટનગર છે. તે ટાપુના પશ્ચિમ કિનારા પર વસેલું છે અને શ્રીલંકાના પાટનગર શહેર શ્રી જયવર્દનપુરા કોટ્ટેને અડીને આવેલું છે. આધુનિક જીવન અને સંસ્થાનવાદ સમયની ઇમારતો તેમજ ખંડેરો ધરાવતું કોલંબો ખૂબ વ્યસ્ત અને ધમધમતું શહેર છે,[૨] અને તે 647100 વસ્તી ધરાવતું શહેર છે.[૧] કોલંબો મેટ્રોપોલિટન પ્રદેશ કોલંબો, ગામ્પાહા અને કાલુતરા એમ ત્રણ જિલ્લાનો બનેલો છે, જે આશરે 5,648,000 વસ્તી ધરાવે છે અને 3,694.20 વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.[૩][૪]
પૂર્વ-પશ્ચિમના વિવિધ દરિયાઇ વેપાર માર્ગ પર તેના વિશાળ બંદર અને વ્યૂહાત્મક સ્થિતિને કારણે કોલંબો 2000 વર્ષ પહેલા પણ પ્રાચીન વેપારીઓમાં જાણીતું હતું. જોકે, તેને ટાપુનુ પાટનગર તો શ્રીલંકાને 1815માં બ્રિટિશ રાજને સોંપાયુ ત્યારે જ બનાવવામાં આવ્યું,[૫] તેની પાટનગર તરીકેની માન્યતા 1948માં દેશ સ્વતંત્ર થયો ત્યારે જાળવી રાખવામાં આવી હતી. 1978માં, જ્યારે વહીવટી કાર્યોને શ્રી જયવર્દનપુરા કોટ્ટે ખસેડવામાં આવ્યા બાદ કોલંબોને શ્રીલંકાના આર્થિક પાટનગર તરીકે ગણવામાં આવતું હતું.
ઘણા શહેરોની જેમ કોલંબોનો શહેરી વિસ્તાર સ્થાનિક સત્તાની સીમાઓને ઓળંગી ગયો છે અને તેણે અન્ય સુધરાઇ અને શહેરી પરિષદોને પોતાનામાં સમાવી લીધી છે. આ મુખ્ય શહેર શ્રીલંકાની મોટાભાગની કોર્પોરેટ ઓફિસો, રેસ્ટોરન્ટ્સ અને મનોરંજનના સ્થળોનું ઘર છે. [૬] કોલંબોના પ્રખ્યાત સીમાચિહ્નોમાં ગાલે ફેસ ગ્રીન, વિહારામહાદેવી પાર્ક અને નેશનલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
વ્યુત્પત્તિશાસ્ત્ર
[ફેરફાર કરો]"કોલંબો" નામ પ્રથમ વખત 1505માં પોર્ટુગીઝોએ દાખલ કર્યું હતું, આ નામને પરંપરાગત સિંહાલી નામ ඛොලන් ථොට કોલોન થોટા પરથી લેવામાં આવ્યું છે તેમ માનવામાં આવે છે, જેનો અર્થ "કેલની નદી પરનું બંદર" થાય છે.[૭] એવું પણ સૂચવાયું છે કે આ નામ સિંહાલી નામ ඛොල-අම්බ-තොට કોલા-અમ્બા-થોટા પરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ "પાંદડાવાળા કેરીના વૃક્ષો સાથેનું બંદર" તેવો થાય છે.[૬] જોકે, એક શક્યતા એ પણ છે કે પોર્ટુગીઝોએ આ શહેરનું નામ ક્રિસ્ટોફર કોલંબસ પરથી પાડ્યું હોય,[સંદર્ભ આપો] જેમણે સ્પેનિશ સમ્રાટો એરેગોનના ફર્નિનાન્દ બીજા અને કેસ્ટિલેના ઇસાબેલ્લા પહેલા વતી અમેરિકા શોધ્યું તે પહેલા પોર્ટુગલમાં ઘણા વર્ષો વસવાટ કર્યો હતો. તેમનું પોર્ટુગીઝ નામ હતું ક્રિસ્ટોવાઓ કોલોંબો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા પૂર્વ દિશામાં દરિયો ખેડવાની શરૂઆત કરીને 20 મે 1498માં ભારતના કાલિકટ બંદરે પહોંચ્યા, તે જ ગાળામાં કોલોંબોએ ભારતને શોધવા માટે પશ્ચિમ દિશામાં દરિયો ખેડવાની શરૂઆત કરી હતી. કોલોંબોએ અમેરિકાને તેના છ વર્ષ પહેલા 12 ઓક્ટોબર, 1492ના રોજ શોધી લીધું જેથી તે પહેલેથી જ ખ્યાતિપ્રાપ્ત નાવિક બની ગયા અને આ સિદ્ધિને સ્પેન અને પોર્ટુગલમાં ઊજવવામાં આવી હતી. દરમિયાન 1505માં ડોમ લોરેન્સો દે અલ્મેઇડા આકસ્મિક રીતે ગાલે બંદર પર ઉતર્યા.[૮]
ઇતિહાસ
[ફેરફાર કરો]કોલંબો પાસે કુદરતી બંદર હોવાથી તે રોમન, આરબ, ચાઇનીઝ વેપારીઓમાં 2000 વર્ષોથી જાણીતું હતું. 14મી સદીમાં ટાપુની મુલાકાત લેનારા પ્રવાસી ઇબ્ન બતુતાએ તેને કાલંપુ તરીકે સંબોધ્યું હતું.[૯] વેપારનો મુખ્ય હેતુ ધરાવતાં આરબ મુસ્લિમોને બંદરથી તેમના વેપારમાં મદદ મળતી હોવાથી તેઓ 8મી સદીની આસપાસ કોલંબોમાં વસવા લાગ્યા તેમજ સિંહાલી રજવાડાઓ અને બહારના વિશ્વ વચ્ચેના મોટાભાગના વેપાર પર કાબૂ જમાવ્યો. હાલના શ્રીલંકન મૂર સમુદાયના લોકો તેમનો વંશજો છે.[૫][૧૦]
પોર્ટુગીઝ યુગ
[ફેરફાર કરો]ડોમ લોરેન્સો દે અલ્મેઇડાની આગેવાની હેઠળ પોર્ટુગીઝ શોધયાત્રીઓ 1505માં પ્રથમ વખત શ્રીલંકા પહોંચ્યા. તેમની શરૂઆતની મુલાકાત વખતે તેમણે કોટ્ટેના રાજા પરાક્રમાબાહુ આઠમા (1484 - 1508) સાથે કરાર કર્યો જેમાં તેમને કોલંબો સહિતના ટાપુના કિનારા વિસ્તારોમાં થતાં તજના પાકમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી.[૧૧] કરારના ભાગરૂપે આક્રમણકારો સામે કિનારાનું રક્ષણ કરવાનું વચન લઇને પોર્ટુગીઝોને દરિયાકિનારાની સંપૂર્ણ સત્તા સોંપી દેવામાં આવી હતી. તેમને કોલંબોમાં એક વેપારી મથક સ્થાપવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. [૧૧] ટૂંક સમયમાં જ તેમણે કોલંબોના મુસ્લિમ રહેવાસીઓને હાંકી કાઢીને 1517માં ત્યાં કિલ્લો બાંધવાનું શરુ કર્યું.
ભારતમાં આવેલા પોતાના દરિયાકિનારાના મથકોની રક્ષા માટે પોર્ટુગીઝોને શ્રીલંકા પર સંપૂર્ણ કબજાની જરૂરિયાત ખૂબ જલદી સમજાઇ જતાં તેમણે આ વિસ્તાર પર સંપૂર્ણ કાબૂ મેળવવા કોટ્ટે સામ્રાજ્યના શાસકોને ભ્રષ્ટ કરવાનું શરૂ કર્યું. રાજવી પરિવારો વચ્ચે ચાલતી હૂંસાતૂસીનો કૂનેહપૂર્વક ઉપયોગ કરીને તેમણે સામ્રાજ્યના વિશાળ હિસ્સા પર કબજો જમાવી દીધો અને સિંહાલી રાજા મયાદુન્નેએ કોટ્ટે રાજ્યની હદમાં જ નવું સિતાવાકા રાજ્ય સ્થાપ્યું.[૧૧] તેમણે પહેલેથી કોટ્ટે રાજના ઘણા પ્રદેશ પર કબજો કરી લીધો હતો અને પોર્ટુગીઝોને કોલંબો સુધી પીછેહઠ કરવા માટે મજબૂર કર્યા હતાં, કોલંબોને મયાદુન્ને અને તેના પછીના સિતાવાકા રાજાઓ વારંવાર ઘેરી લેતા હોવાથી પોર્ટુગીઝોને ભારતમાં આવેલા તેમના મુખ્ય થાણાં ગોવામાંથી વધારાનો કાફલો બોલાવવા માટેની ફરજ પડી હતી. જોકે, 1593માં આ સામ્રાજ્યની પડતી બાદ પોર્ટુગીઝો કોલંબોને પાટનગર બનાવીને સંપૂર્ણ દરિયાકિનારા પર પોતાનું પ્રભુત્વ જમાવવામાં સફળ રહ્યા હતાં.[૧૧][૧૨]
કોલંબોનો આ ભાગ આજે પણ ફોર્ટ તરીકે ઓળખાય છે અને પ્રમુખના મહેલ તેમજ કોલંબોની મોટા ભાગની ફાઇવ સ્ટાર હોટેલો ત્યાં જ આવેલી છે. ફોર્ટ પછી તરત જ આવતો વિસ્તાર પેટ્ટાહ (સિંહાલી පිට කොවුට પિટા કોટુવા "બહારનો કિલ્લો") તરીકે ઓળખાય છે અને તે વેપારનું મુખ્ય કેન્દ્ર છે.
ડચ યુગ
[ફેરફાર કરો]1638માં ડચ લોકોએ (વલંદાઓ) કેન્ડીના રાજા રાજસિંહા બીજા સાથે કરાર કરીને પોર્ટુગીઝો સામે યુદ્ધમાં મદદ કરવાનું વચન આપ્યું જેના બદલામાં તેમને ટાપુના મહત્વની ચીજવસ્તુના વેપાર પર ઇજારો આપવામાં આવ્યો. પોર્ટુગીઝોએ ડચ અને કેન્ડીયનોનો સામનો કર્યો, પરંતુ 1639થી ધીમેધીમે તેઓ પોતાના ગઢ મનાતા વિસ્તારોમાં હારવા લાગ્યા.[૧૩] 1656માં ડચ લોકોએ ઐતિહાસિક ઘેરાબંધી કરીને કોલંબો પર કબજો જમાવ્યો, જેના અંતે માત્ર 93 પોર્ટુગીઝોને જ કિલ્લામાંથી બહાર જવા માટે અભય પત્ર આપવામાં આવ્યો હતો. કબજો કરેલા વિસ્તારોને ડચોએ શરૂમાં તો સિંહાલી રાજાઓને પરત સોંપી દીધા, પરંતુ બાદમાં તેમને સુપરત કરવાની ના પાડીને ટાપુ પરની કોલંબો સહિતની તજની સમૃદ્ધ જમીનો પર કાબજો જમાવી દીધો. કોલંબોએ બાદમાં 1796 સુધી ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નેજા હેઠળ ડચોના દરિયાઇ પ્રાંતોના પાટનગર તરીકે કામ કર્યું.[૧૩][૧૪]
બ્રિટિશ યુગ
[ફેરફાર કરો]બ્રિટિશ લોકોએ કોલંબો પર 1796માં કબજો કર્યો હોવા છતાં 1815માં કેન્ડીનું રાજ્ય તેમનામાં ભળ્યું ત્યાં સુધી તે બ્રિટિશ સેનાની દૂરની ચોકી જ રહ્યું અને બાદમાં તેમણે કોલંબોને તેમના નવા બનાવેલા તાજ સંસ્થાન સિલોનનું પાટનગર બનાવ્યું. તેમની પહેલા આવેલા પોર્ટુગીઝો અને ડચોએ કોલંબોનો ઉપયોગ સૈન્ય કિલ્લા તરીકે જ કર્યો હતો, પરંતુ તેનાથી વિપરીત બ્રિટિશોએ કિલ્લાની આસપાસ મકાનો અને અન્ય નાગરિક ઇમારતો બનાવવાનું શરૂ કર્યું અને હાલના કોલંબો શહેરનો પાયો નાખ્યો.[૫]
શરૂઆતમાં તેમણે શહેરનો વહીવટ "કલેક્ટર"ને સોંપ્યો અને મદ્રાસ સર્વિસના જોહ્ન મેકડોવેલને પ્રથમ કલેક્ટર બનાવવામાં આવ્યા. બાદમાં, 1833માં વેસ્ટર્ન પ્રોવિન્સ ના સરકારી એજન્ટને શહેરનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. સદીઓના સાંસ્થાનિક શાસનને લીધે કોલંબોનો સ્થાનિક વહીવટ પડી ભાંગ્યો હતો જેથી 1865માં બ્રિટિશોએ સ્થાનિક લોકોને જાત-વહીવટમાં તાલીમ આપવાના હેતુસર મ્યુનિસિપલ કાઉન્સિલની રચના કરી. સિલોન વિધાન પરિષદ દ્વારા 1865માં કોલંબો નગરપાલિકા પરિષદની રચના કરવામાં આવી અને પરિષદની 16 જાન્યુઆરી, 1866ના રોજ પ્રથમ મીટિંગ થઇ. તે સમયે, વિસ્તારની વસ્તી 80000 આસપાસ હતી.[૫]
ઘણા સમય સુધી કોલંબો પર શાસનને કારણે હાલના શહેરના મોટાભાગના આયોજન માટે બ્રિટિશ લોકોને જવાબદાર ગણી શકાય. શહેરના કેટલાક ભાગોમાં તેમના સમયમાં નાખવામાં આવેલા ટ્રામ કારના પાટા અને ગ્રેનાઇટની ફરસબંધી આજે પણ જોઇ શકાય છે.[૧૪][૧૫]
સ્વતંત્રતા પછીનો ગાળો
[ફેરફાર કરો]1948માં જ્યારે સિલોનને બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળી ત્યારે સંસ્થાનવાદનો આ યુગ શાંતિપૂર્ણ રીતે પૂરો થયો.[૧૬]
શહેરના રહેવાસીઓ અને દેશભરમાં આની જબરદસ્ત અસરને કારણે સંસ્થાનવાદને અંતે થયેલા ફેરફારો જોરદાર હતાં. એક આખી નવી સંસ્કૃતિ ઉભરી આવી હતી. કાયદા અને રીતરિવાજોમાં ફેરફાર, પહેરવેશની રીત, ધર્મો અને યોગ્ય નામો સંસ્થાનવાદ યુગના મહત્વના પરિણામો હતા.[૧૬] આ સાંસ્કૃતિક ફેરફારો બાદ ટાપુનું અર્થતંત્ર મજબૂત થયું. આજે પણ, કોલંબોના સ્થાપત્ય, નામ, પહેરવેશ, ખાણીપીણી, ભાષા અને વર્તનમાં પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ અસર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. કોલંબોના સંઘર્ષભર્યા ભૂતકાળની યાદ અપાવતી ત્રણેય યુગની ઇમારતો તેની ભવ્યતા પ્રમાણે ઊભી છે. આ શહેર અને તેના લોકોના પહેરવેશ તેમજ જીવનશૈલીમાં યુરોપીયન અને સ્થાનિક રિવાજોનું રસપ્રદ મિશ્રણ જોવા મળે છે.[૧૬]
ઐતિહાસિક રીતે, કોલંબોના વિસ્તાર તરીકે સ્થાનિક સીમાચિહ્નરૂપ ખાન ક્લોક ટાવર અને વિવિધ ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત ફોર્ટ અને પેટ્ટાહ માર્કેટ ના આસપાસના વિસ્તારને ગણવામાં આવે છે. હાલમાં, તે કોલંબો નગરપાલિકા પરિષદની હદો સુધીનો ગણવામાં આવે છે. ઘણી વખત, નગરોના જૂથ માટે ગ્રેટર કોલંબો નામ વપરાય છે, જેમાં કોટ્ટે, દેહિવેલા અને કોલંબો નગરપાલિકા પરિષદોનો સમાવેશ થાય છે. કોલંબોએ 1980માં પોતાનો પાટનગર તરીકેનો દરજ્જો ખોઇ દીધો હોવા છતાં તે હજુ પણ ટાપુનું આર્થિક કેન્દ્ર બની રહ્યું છે. શ્રીલંકાનું સત્તાવાર પાટનગર અડીને આવેલા શ્રી જયવર્દનપુરા કોટ્ટે ખાતે ખસેડવામાં આવ્યું હોવા છતાં મોટાભાગના દેશોએ પોતાના દૂતાવાસ કોલંબોમાં જ રહેવા દીધા છે.[૧૭]
ભૂગોળ અને આબોહવા
[ફેરફાર કરો]કોલંબોની ભૂગોળ જમીન અને પાણી બંને ધરાવે છે. શહેરમાં ઘણી કેનાલો છે અને તેના હૃદયસમા વિસ્તારમાં,65-hectare (160-acre) બેઇરા તળાવ આવેલું છે.[૧૮] આ તળાવ શહેરના વિશિષ્ટ સીમાચિહ્નોમાંથી એક છે અને સંસ્થાનવાદીઓ દ્વારા વર્ષોથી શહેરને બચાવવા માટે તેનો ઉપયોગ થતો હતો.[૧૮] આજે પણ તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે, તેના કિનારા પર હોડીઓની શરતના મેળા,[૧૯] અને રંગભૂમિને લગતા કાર્યક્રમો થાય છે. કોલંબો શહેરની ઉત્તર અને ઉત્તર-પૂર્વીય સરહદો કેલની નદીથી બનેલી છે જે શહેરના જાણીતા ભાગ મોડેરા(mōdaraસિંહાલીમાં)માં મળે છે જેનો અર્થ નદીનો મુખત્રિકોણ થાય છે.
કોપ્પેનના આબોહવાના વર્ગીકરણમાં કોલંબોને ઉષ્ણકટિબંધીય વર્ષાછાયાના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યું છે. કોલંબોની આબોહવા સમગ્ર વર્ષ દરમિયાન ખાસી સમશીતોષ્ણ હોય છે. માર્ચથી એપ્રિલ વચ્ચે સરેરાશ 31 ડિગ્રી સેલ્સિયસ (88 ડિગ્રી ફેરેનહીટ) મહત્તમ તાપમાન રહે છે.[૨૦] કોલંબોના હવામાનમાં એકમાત્ર મોટા ફેરફાર મેથી ઓગસ્ટ અને ઓક્ટોબરથી જાન્યુઆરીની ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળે છે. વર્ષનો આ એવો સમય છે જ્યારે ભારે વરસાદની આશા રાખી શકાય છે. કોલંબોમાં તાપમાનમાં તુલનાત્મક દૈનિક ફેરફારો ખૂબ જ ઓછા જોવા મળે છે, તેમાં પણ શિયાળાનાં કોરા મહિનાઓમાં જ્યારે લઘુતમ તાપમાન સરેરાશ 22 ડિગ્રી સેલ્સિયસ(72 ડિગ્રી ફેરેનહીટ)હોય છે ત્યારે તે ખૂબ સામાન્ય હોય છે. શહેરમાં સરેરાશ વરસાદ 2,400 millimetres (94 in)આસપાસ રહે છે.[૨૧]
હવામાન માહિતી Colombo, Sri Lanka | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
સ્ત્રોત: [૨૨] |
વસ્તી-વિષયક માહિતી
[ફેરફાર કરો]કોલંબો બહુ-વંશીય, બહુ-સાંસ્કૃતિક શહેર છે. કોલંબોની વસ્તી ઘણા બધા વંશીય જૂથો, મુખ્યત્વે સિંહાલી, મૂર અને તમિલનો સમૂહ છે. શહેરમાં ચાઇનીસ, પોર્ટુગીઝ, ડચ, મલય અને ભારતીય મૂળના લોકોના નાના સમુદાયો તેમજ ઘણા યુરોપના દેશ છોડીને આવેલા લોકો પણ વસે છે. કોલંબો શ્રીલંકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જ્યાં શહેરની હદ વિસ્તારમાં 642163 લોકો વસે છે.[૨૩] 2001ની વસ્તી ગણતરી પ્રમાણે કોલંબોની વંશ પ્રમાણે વસ્તીની માહિતી નીચે મુજબ છે.[૨૩]
ક્રમ | વંશ | વસ્તી | કુલની % * |
---|---|---|---|
1 | સિંહાલી | 265,657 | 41.36 |
2 | તમિલો | 185,672 | 28.91 |
3 | મૂર | 153,299 | 23.87 |
4 | ભારતીય તમિલો | 13,968 | 2.17 |
5 | મલય | 11,149 | 1.73 |
6 | બુર્ઘેર | 5,273 | 0.82 |
7 | શ્રીલંકન ચેટ્ટી | 740 | 0.11 |
8 | ભરથા | 471 | 0.07 |
9 | અન્ય | 5,934 | 0.96 |
10 | કુલ | 642,163 | 100 |
સરકાર અને રાજકારણ
[ફેરફાર કરો]સ્થાનિક સરકાર
[ફેરફાર કરો]કોલંબો સરકારનું મેયર કાઉન્સિલ સ્વરૂપ ધરાવતું વિશેષાધિકાર સંપન્ન શહેર છે. કોલંબોના મેયર અને કાઉન્સિલના સભ્યો પાંચ વર્ષમાં એક વખત યોજાતી સ્થાનિક સરકાર ચૂંટણીઓ દ્વારા ચૂંટવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી શહેરમાં યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી) નામના જમણેરી પક્ષનું શાસન ચાલે છે જેની વેપારલક્ષી નીતિઓ કોલંબોના લોકોને ગમે છે. જોકે, 2006ની મ્યુનિસિપલ ચૂંટણી માટેની યુએનપી ઉમેદવારોની યાદી નકારી કાઢવામાં આવી હતી,[૨૪] જેથી યુએનપીના સમર્થન ધરાવતું સ્વતંત્ર જૂથ ચૂંટણીમાં વિજયી બન્યું હતું.[૨૫]
બાદમાં ઉવૈસ મોહમેદ ઇમ્તિયાઝ કોલંબોના મેયર બન્યા.[૨૬] શહેરની સરકાર ગટર, રસ્તા અને કચરાના સંચાલનની સેવાઓ પૂરી પાડે છે, પાણી, વીજળી અને ટેલિફોનની સુવિધાઓ માટે કાઉન્સિલરો પાણી પુરવઠા અને ડ્રેનેજ બોર્ડ, સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વાટાઘાટો કરે છે.
- સત્તાવાર વિઝન અને મિશન
વિઝન:
Colombo being a model city in Asia, a caring organization looking after interests of citizens and users with an efficient quality service for creation of safe, healthy and wealthy life.[૨૭]
મિશન
Organization achieving excellence in providing citizen centred services to the public / customer, optimizing the use of available resources through a competent, motivated and dedicated team.[૨૭]
રાષ્ટ્રીય પાટનગર
[ફેરફાર કરો]બ્રિટિશોએ કેન્ડીની પરંપરા બાદ સમગ્ર ટાપુ પર મેળવેલા નિયંત્રણ પહેલા, 1700થી 1815 સુધી કોલંબો પોર્ટુગીઝો, ડચ અને બ્રિટિશના નિયંત્રણ હેઠળનું દરિયાઇ વિસ્તારોનું પાટનગર હતું. ત્યાર બાદ છેક 1980 સુધી કોલંબો આ ટાપુનું રાષ્ટ્રીય પાટનગર હતું. 1980ના દાયકામાં વહીવટી પાટનગરને શ્રી જયવર્દનપુરા કોટ્ટે ખાતે ખસેડવાના આયોજનો થયા અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કોલંબોને રસ્તો કરી આપવા માટે તમામ સરકારી સંસ્થાઓને ત્યાંથી ખસેડી લેવી પડી. પ્રથમ પગલાંરૂપે સંસદને કોટ્ટેમાં નવા સંકુલમાં ખસેડવામાં આવી અને કેટલાક અન્ય મંત્રાલયો અને વિભાગોને પણ ખસેડવામાં આવ્યાં. જોકે, ખસેડવાની આ પ્રક્રિયા ક્યારેય સંપૂર્ણ ન થઇ શકી. આજે પણ ઘણી સરકારી સંસ્થાઓ કોલંબોમાં જ છે. જેમાં રાષ્ટ્રપતિ નિવાસ, રાષ્ટ્રપતિ સચિવાલય, પ્રધાનમંત્રી નિવાસ (ટેમ્પલ ટ્રીસ), પ્રધાનમંત્રી કાર્યાલય, સુપ્રીમ કોર્ટ ઓફ શ્રીલંકા, સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા, મહત્વના સરકારી મંત્રાલયો અને વિભાગો; જેવા કે નાણાં (ટ્રેઝરી), સંરક્ષણ, જાહેર વહીવટ અને ગૃહ બાબતો, વિદેશી બાબતો, ન્યાય અને સૈન્ય મુખ્યમથક, નૌકા મુખ્યમથક (એસએલએનએસ પરાક્રમા), એરફોર્સ મુખ્યમથક (એસએલએએફ કોલંબો) અને રાષ્ટ્રીય પોલીસ તેમજ ભૂમિદળના મુખ્યમથકોનો સમાવેશ થાય છે.[૨૮][૨૯]
પરાં
[ફેરફાર કરો]ટપાલ સેવા માટે કોલંબોને 15 નંબર વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ વિસ્તારોની અંદર સંલગ્ન પોસ્ટ ઓફિસ ધરાવતાં પરાં છે.
પોસ્ટલ ઝોન | પરાં |
કોલંબો 1 | ફોર્ટ (કોલંબો) |
કોલંબો 2 | સ્લેવ આઇલેન્ડ અને યુનિયન પ્લેસ |
કોલંબો 3 | કોલ્લુપિટિયા |
કોલંબો 4 | બંબલાપિટિયા |
કોલંબો 5 | હેવલોક ટાઉન અને કિરિલાપોન |
કોલંબો 6 | વેલ્લાવાટ્ટે અને પામન્કાડા |
કોલંબો 7 | સિન્નામોન ગાર્ડન્સ |
કોલંબો 8 | બોરેલ્લા |
કોલંબો 9 | દેમાતાગોડા |
કોલંબો 10 | મારાદાના અને પાન્ચિકાવાટ્ટે |
કોલંબો 11 | પેટ્ટાહ |
કોલંબો 12 | હુ્લ્ટ્સડોર્ફ |
કોલંબો 13 | કોટાહેના અને બ્લોએમેન્ધાલ |
કોલંબો 14 | ગ્રાન્ડપાસ |
કોલંબો 15 | મુટ્વાલ, મોડેરા, મટ્ટાક્કુલિયા અને માદામપિટિયા |
અર્થતંત્ર
[ફેરફાર કરો]આ sectionમાં વધુ સંદર્ભોની જરૂર છે.(January 2010) |
શ્રીલંકાના મોટાભાગના નિગમોની વડી કચેરીઓ કોલંબોમાં જ આવેલી છે. અહીં આવેલા કેટલાક ઉદ્યોગોમાં રસાયણો, કાપડ, કાચ, સિમેન્ટ, ચામડાની ચીજવસ્તુ, ફર્નિચર અને જ્વેલરીનો સમાવેશ થાય છે. શહેરની મધ્યમાં દક્ષિણ એશિયાની બીજી સૌથી ઊંચી ઇમારત વર્લ્ડ ટ્રેડ સેન્ટર આવેલી છે. 40 માળનું ટ્વીન ટાવર સંકુલ વેપારી સંસ્થાઓનું મહત્વનું કેન્દ્ર છે અને તે શહેરના હાર્દસમા ફોર્ટ જિલ્લામાં આવેલું છે. ફોર્ટ વિસ્તારની બહાર નીકળતા જ પેટ્ટાહ વિસ્તાર આવે છે જે નામ સિંહાલી શબ્દ પિટા પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ થાય બહાર અથવા બહારની બાજુ કેમ કે તે ફોર્ટ (કિલ્લા)ની બહારની બાજુ છે.[સંદર્ભ આપો]
પેટ્ટાહ ફોર્ટ વિસ્તાર કરતાં વધુ ગીચ છે. પેટ્ટાહના રસ્તા હંમેશા ભરેલા હોય છે અને પગદંડીઓ હંમેશા નાની દુકાનોથી ભરેલી હોય છે જે શરબતથી લઇને શર્ટ સુધીની વસ્તુઓ વેચતી હોય છે. મુખ્ય શેરીઓમાં મોટેભાગે કપડાંની દુકાનો અને ચાર રસ્તા આવેલા છે, જે ખરેખર ક્રોસ સ્ટ્રીટ્સ તરીકે જ ઓળખાય છે જ્યાં પાંચમાંની દરેક શેરી ચોક્કસ ધંધામાં વિશેષતા ધરાવે છે. જેમ કે ફર્સ્ટ ક્રોસ સ્ટ્રીટ મોટેભાગે ઇલેક્ટ્રોનિક માલસામાનની દુકાનો ધરાવે છે, બીજી સેલ્યુલર ફોન અને ભાતભાતની ચીજવસ્તુઓ વેચે છે. પેટ્ટાહમાં મોટાભાગના ધંધામાં મુસ્લિમ વેપારીઓનું પ્રભુત્વ છે. મુખ્ય શેરીના અંતે ફોર્ટથી વધુ દૂર સી સ્ટ્રીટ આવેલી છે, જ્યાં તમિલ શોખના પ્રભુત્વવાળું સોની બજાર આવેલું છે. એક માઇલ લાંબી આ શેરી જ્વેલરીની દુકાનોથી ભરેલી છે.[સંદર્ભ આપો] ધ કોલંબો મેટ્રોપોલિટન રીજીઅન (સીએમઆર) દેશના વહીવટી પાટનગર કોટ્ટે અને કોલંબોનો બનેલો છે. સીએમઆરની હદોની અંદર દેશના 80% ઉદ્યોગો અને શ્રીલંકાના રસ્તા પર દોડતાં 60%થી વધુ વાહનો આવેલા છે.[સંદર્ભ આપો] એક સમયે એર લંકા (હવે શ્રીલંકન એરલાઇન્સ)નું મુખ્ય કાર્યાલય કોલંબોમાં હતું.[૩૦]
કાયદાનો અમલ અને ગુનાખોરી
[ફેરફાર કરો]શ્રીલંકા પોલીસ ટાપુ પર કાયદાનો અમલ કરાવનારી મુખ્ય સંસ્થા છે જે મ્યુનિસિપલ કાઉન્સિલ સાથે સંકલન કરે છે, પરંતુ તે કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલયના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે.[૩૧] કોલંબો અને તેના પરાઓમાં પોલીસની કાર્યવાહી મેટ્રોપોલિટન રેન્જ માં આવે છે અને તેના વડા તરીકે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (મેટ્રોપોલિટન) હોય છે, તેમાં કોલંબો ક્રાઇમ ડિવિઝનનો પણ સમાવેશ થાય છે.[૩૨] મોટાભાગના શ્રીલંકન શહેરોની જેમ, અહીં પણ મેજિસ્ટ્રેટ અદાલતો ભયંકર ગુનાઓને લગતાં અને જિલ્લા અદાલતો દીવાની દાવાઓ હાથ પર લે છે.
વિશ્વના અન્ય મોટા શહેરોની જેમ જ કોલંબો અમુક હદ સુધીના શેરી ગુના અને લાંચરૂશ્વતનો અનુભવ કરે છે. વધુમાં, 1980થી 2009 સુધી કેટલાય મોટા આતંકવાદી હુમલા પણ થયા.[૩૩][૩૪] શહેરમાં થયેલા મોટાભાગના બોમ્બધડાકા અને હત્યાઓમાં LTTEનું નામ બહાર આવ્યું છે.[૩૫] કોલંબોમાં વેલિકાડા જેલ આવેલી છે અને તે દેશની મહત્તમ-સલામતી ધરાવતી મોટી જેલોમાંની એક છે.[૩૬]
માળખાગત સુવિધાઓ
[ફેરફાર કરો]એક આધુનિક શહેરમાં હોવી જોઇએ તે તમામ સુખસુવિધાઓ કોલંબોમાં છે. દેશના અન્ય ભાગોની સરખામણીએ, કોલંબોમાં સૌથી વધુ માળખાગત સુવિધાઓ છે. વીજળી, પાણી અને વાહનવ્યવહારથી લઇને શેરીની લાઇટો, ફોન બૂથ વગેરે પ્રમાણમાં સારી ગુણવત્તાના છે. શ્રીલંકાના મોટાભાગના શોપિંગ મોલ્સ આ શહેરમાં જ આવેલા છે, જે તમામ વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ છે. તે સિવાય, ઘણી લક્ઝુરિયસ હોટલો, ક્લબો અને રેસ્ટોરન્ટ્સ પણ આ શહેરમાં આવેલા છે. તાજેતરમાં શહેરમાં જમીનોના ઊંચા ભાવોના કારણે બહુમાળી મકાનોનો રાફડો ફાટ્યો છે.
કોલંબોનું બંદર
[ફેરફાર કરો]શ્રીલંકાનું સૌથી મોટું અને વ્યસ્ત બંદર કોલંબો હાર્બર આ શહેરમાં આવેલું છે. સંસ્થાનવાદ યુગમાં કોલંબોને પહેલા કૃત્રિમ બંદર સાથે બંદર શહેર તરીકે સ્થાપવામાં આવ્યું હતું, જેનો વર્ષો સુધી વિકાસ થતો રહ્યો. શ્રીલંકા નેવીએ આ બંદરની અંદર એસએલએનએસ રંગાલ્લા નૌકા થાણું સ્થાપ્યું છે. કોલંબો બંદરે 2008માં 3.75 મિલિયન વીસ-ફૂટ જેટલા યુનિટની કામગીરી કરી, જે 2007 કરતાં 10.6% વધુ હતી (જે પણ 2006 કરતા 9.7% વધુ હતી), જે વૈશ્વિક આર્થિક પ્રવાહોમાં ઉત્સાહજનક હતી. જેમાંથી 817,000 સ્થાનિક શિપમેન્ટ હતાં અને બાકીના વહાણ-બદલીના હતાં. આ બંદર કન્ટેનર વ્યવસ્થાપન ક્ષમતાની નજીક પહોંચી ગયું છે. સાઉથ હાર્બર નામનો વિસ્તરણ પ્રોજેક્ટ બંદરની ક્ષમતાઓમાં વધારો કરશે.[૩૭]
પરિવહન
[ફેરફાર કરો]કોલંબોમાં બસ આધારિત વ્યાપક જાહેર પરિવહન સેવા છે. બસ સેવાનું સંચાલન ખાનગી સંચાલકો અને સરકારની માલિકીનાં શ્રીલંકા ટ્રાન્સપોર્ટ બોર્ડ(એસએલટીબી) બંને દ્વારા થાય છે. શહેરની અંદરનું ટ્રેન પરિવહન મર્યાદિત છે કારણ કે મોટાભાગની ટ્રેનો કોલંબોથી કે કોલંબો સુધી પરિવહન માટે છે, નહીં કે શહેર માટે. અને આ ટ્રેનો હંમેશા ખીચોખીચ હોય છે. જોકે ટ્રેન અને બસ માટે અનુક્રમે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને ફોર્ટ રેલવે સ્ટેશન ટાપુના મહત્વના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે. 1970ના વર્ષો સુધી શહેરમાં ટ્રામ સેવા હતી, જે બાદમાં બંધ કરવામાં આવી. પરિવહનના અન્ય માધ્યમોમાં ઓટો રિક્ષા (શ્રીલંકામાં સામાન્ય રીતે "થ્રી વ્હીલર્સ" તરીકે ઓળખાય છે) અને ટેક્સીકેબનો સમાવેશ થાય છે. થ્રી વ્હીલર્સ વ્યક્તિગત ધોરણે ચલાવવામાં આવે છે અને બહુ ઓછી નિયંત્રિત છે જ્યારે કેબ સર્વિસ ખાનગી કંપનીઓ ચલાવે છે અને તે મીટર આધારિત છે.
એશિયાના અન્ય આગળ પડતાં શહેરોની જેવી માસ રેપિડ ટ્રાન્ઝિટ રેલવે સીસ્ટમ એવી કોલંબો મેટ્રો રેલનું બાંધકામ શરૂ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ શહેરમાં વધી ગયેલા ટ્રાફિકને કાબૂમાં રાખવા માટે સ્થાપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ ભારતીય અને સિંગાપુરની એનઇબી રેપિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.[૩૮][૩૯]
બંદારાનાઇકે ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરને તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે સેવા આપે છે જ્યારે રાત્માલાના એરપોર્ટ તમામ સ્થાનિક ઉડાનો માટે સેવા આપે છે.
- માર્ગો
- રેલ
- મુખ્ય લાઇન – કોલંબોથી બાદુલ્લા.
- દક્ષિણ લાઇન – કોલંબોથી માટારા
- ઉત્તર લાઇન – કોલંબોથી કાન્કેસાંતુરાઇ જે મુખ્ય લાઇનથી પોલ્ગાહવેલા જંક્શન ખાતે ફંટાય છે - હાલમાં વાવુનિયા સુધી જ સંચાલિત
- પુટ્ટાલમ લાઇન – કોલંબોથી પુટ્ટાલમ
- કેલની વેલી લાઇન (નેરો ગેજ) હવે બ્રોડ ગેજ છે – કોલંબોથી યાતિયાન્તોટા - હાલમાં અવિસ્સાવેલ્લા સુધી સંચાલિત
- મન્નાર લાઇન (પહેલા ઇન્ડો-લંકા લાઇન) કોલંબોથી તાલાઇમન્નાર - ઉત્તર લાઇનથી મેદાવાચ્છિયા જંક્શન ખાતે વિભાજિત - સંચાલન બંધ છે
સીમાચિહ્નો
[ફેરફાર કરો]બંને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવરો શહેરના સૌથી જાણીતા સીમાચિહ્નો તરીકે જાણીતાં છે. આ ટાવરો 1997માં પૂરા થયા તે પહેલા, તેની બાજુમાં આવેલી બેંક ઓફ સિલોનનું ટાવર શહેરનું સૌથી ઊંચુ અને સૌથી અગ્રણી સીમાચિહ્ન હતું. ગગનચુંબી ઇમારતો બંધાઇ તે પહેલા ફોર્ટ જિલ્લામાં ભવ્ય રીતે ઊભેલું ઓલ્ડ પાર્લામેન્ટ બીલ્ડિંગ અને તેને અડીને આવેલું ઓલ્ડ કોલંબો લાઇટહાઉસ આ સ્થાને હતાં. સિન્નામોન ગાર્ડન્સમાં આવેલા ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતેનો ઇન્ડિપેન્ડન્સ હોલ પણ શહેરનું અન્ય એક સીમાચિહ્ન છે.
અમુક લોકોના દાવા પ્રમાણે સંસદ બંધાઇ તે પહેલા જામી ઉલ-અલફર મસ્જિદ કોલંબો બંદર ખાતે આવતાં ખલાસીઓમાં સીમાચિહ્ન હતી. આ મસ્જિદ હજુ પણ કોલંબોના સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા સ્થળોમાંનું એક છે.અન્ય સીમાચિહ્ન સેન્ટ પોલનો ચર્ચ મિલાગિરિયાનો ચર્ચ છે જે શ્રીલંકાના સૌથી જૂના ચર્ચોમાંનો એક છે અને જેને પોર્ટુગીઝોએ બાંધ્યો હતો અને 1848માં બ્રિટિશોએ ફરી બાંધ્યો હતો. ફોર્ટ જિલ્લામાં કાર્ગિલ્સ એન્ડ મિલર્સ સંકુલ પણ છે જેને કોઇ તોડી ન શકે તે માટે ખાસ સરકારી કાયદાથી રક્ષિત કરવામાં આવ્યું છે. ફોર્ટની ઐતિહાસિક સુંદરતા અકબંધ રહે તે માટે આમ કરવામાં આવ્યું છે. ગાલે ફેસ ગ્રીન શહેરનું સૌથી મોટું અને સૌથી ભવ્ય સહેલગાહનું સ્થળ છે. તાડના વૃક્ષોથી આચ્છાદિત અને દરિયાકિનારાને અડીને શહેરના હાર્દમાં આવેલી માઇલ લાંબી આ પટ્ટી હંમેશા પ્રવૃત્તિઓથી ધમધમતી હોય છે. ગ્રીન ખાસ કરીને શુક્રવાર અને શનિવારે વ્યસ્ત હોય છે. સાંજે તે રમતો રમતાં અને પતંગો ચગાવતાં કુટુંબો અને બાળકો માટેનું, છત્રીની નીચે બેઠેલો પ્રેમીઓનું અને રોજ ચાલવા નીકળી પડતાં તંદુરસ્તી ઉત્સાહીઓ માટે યજમાનની ભૂમિકામાં હોય છે. ત્યાં કેટલાય ખાણીપીણીના નાના ગલ્લા અને નહાવા માટે દરિયાકિનારાની નાનકડી પટ્ટી પણ આવેલી છે. ગ્રીનને હાલમાં જ નવું રૂપ બક્ષવામાં આવ્યું હતું અને તે પછી તો તે સ્થાનિક સમુદાયોમાં વધુ લોકપ્રિય થયું છે. ગ્રીન તાજેતરમાં જ પૂરા થયેલા વિશ્વ ડ્રમ ફેસ્ટિવલની જેમ છાશવારે કેટલાય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કોન્સર્ટનું યજમાન બને છે.
એક સમયે કોલંબોના જૂના કિલ્લાની દિવાલો પર આરૂઢ વિવિધ તોપ ગ્રીનમાં નિરિક્ષણ અને પ્રતિષ્ઠા માટે મૂકવામાં આવતી હતી, આમ કરીને શહેરને સંસ્થાનવાદી સ્પર્શ અપાતો હતો. 1864થી એશિયાના નીલમ તરીકે જાણીતી પ્રખ્યાત સાંસ્થાનિક રીતની ગાલે ફેસ હોટેલ પણ ગાલે ફેસ ગ્રીનને અડીને આવેલી છે. આ હોટેલ બ્રિટિશ રાજવી પરિવાર તેમજ અન્ય રાજવી મહેમાન અને મહાનુભાવોની યજમાન બની છે. આ હોટલમાં રહ્યા પછી ડેન્માર્કની રાણી એલેક્ઝાન્ડ્રાએ ટિપ્પણી કરી હતી કે "ગાલે ફેસ હોટેલમાં અનુભવાયેલી શાંતિ અને ઉદારતા અજોડ છે".[૪૦] ગાલે ફેસથી ફરતાં ખૂણાઓમાં પ્રતિષ્ઠિત કોફી બાર, અદ્યતન બાર અને બુટિક આવેલા છે.
શિક્ષણ
[ફેરફાર કરો]કોલંબોની શિક્ષણ સંસ્થાઓનો ઇતિહાસ લાંબો છે. કોલંબોમાં દેશની અગ્રણી સાર્વજનિક શાળાઓમાંથી ઘણીબધી છે, જેમાંથી કેટલીક સરકારી માલિકીની છે અને અન્ય ખાનગી છે. મોટાભાગની અગ્રણી શાળાઓ 1800ના વર્ષોમાં સ્થપાયેલી છે જ્યારે તેમને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન સ્થાપવામાં આવી હતી,[૪૧] જેમ કે રોયલ કોલેજ ઓફ કોલંબો (1835). શ્રીલંકાની કેટલીક શહેરી શાળાઓમાં આંશિક રીતે બ્રિટિશો દ્વારા સ્થપાયેલી ક્રિશ્ચન મિશનરી શાળાઓને કારણે ધાર્મિક તત્વ છે,[૪૨][૪૩] આવી શાળાઓમાં એન્ગ્લિકન, બિશોપ્સ કોલેજ(1875); બુદ્ધિસ્ટ, આનંદ કોલેજ(1886); મુસ્લિમ, ઝાહિરા કોલેજ (1892); કેથોલિક, સેન્ટ જોસેફ્સ કોલેજ (1896)નો સમાવેશ થાય છે. આ ધાર્મિક તત્વ વિદ્યાર્થીઓની વસ્તીની માહિતીને બાદ કરતાં શાળા અભ્યાસક્રમનો કોઇ અસર કરતું નથી.[૪૨]
કોલંબો મેડિકલ કોલેજ(1870), કોલંબો લો કોલેજ (1875), સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર (1884) અને ગવર્મેન્ટ ટેક્નિકલ કોલેજ (1893)ની સ્થાપનાથી શરૂ કરીને શહેરના ઉચ્ચ શિક્ષણનો લાંબો ઇતિહાસ છે. કોલંબોમાં યુનિવર્સિટીના સર્જનનું પ્રથમ પગથિયું 1913માં યુનિવર્સિટી કોલેજ કોલંબોની સ્થાપનાની સાથે જ લેવાયું હતું, જેણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઓફ લંડનની બાહ્ય પરિક્ષાઓ માટે તૈયાર કર્યા હતાં, આ પછી યુનિવર્સિટી ઓફ સિલોનની રચના કરવામાં આવી જેનું સંકુલ કોલંબોમાં આવેલું છે.[૪૪] આજે યુનિવર્સિટી ઓફ કોલંબો અને યુનિવર્સિટી ઓફ વિઝ્યુઅલ એન્ડ પર્ફોમિંગ આર્ટ્સ શહેરમાં આવેલી રાજ્ય કક્ષાની યુનિવર્સિટીઓ છે. શ્રીલંકા ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને પણ શહેરના મધ્યમાં મહાનગરીય સંકુલ છે. શહેરમાં કેટલીક ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ આવેલી છે.
સ્થાપત્ય
[ફેરફાર કરો]કોલંબો પાસે વ્યાપક વિવિધતા ધરાવતું સ્થાપત્ય છે જે સદીઓ સુધી ફેલાયેલું છે અને વિવિધ ઢબને દર્શાવે છે. ઘણી સંસ્થાનવાદી ઇમારતો પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશઅસર હેઠળની છે જે બુદ્ધિસ્ટ, હિન્દુ, ઇસ્લામિક, ભારતીય અને સમકાલીન સ્થાપત્ય શૈલીના બનેલા માળખા સાથે અસ્તિત્વ ધરાવે છે. શહેરના હાર્દમાં ફોર્ટ વિસ્તાર જેટલું જ ઉદાહરણરૂપ અન્ય કોઇ સ્થળ નથી. અહીં કોઇને પણ નવી ગગનચુંબી ઇમારતોથી લઇને 1700ના વર્ષોની ઐતિહાસિક ઇમારતો જોવા મળશે.[૪૫][૪૬]
કોલંબો કિલ્લો
[ફેરફાર કરો]કોલંબોમાં પોર્ટગીઝ સૌપ્રથમ સંસ્થાનવાદીઓ હતાં, તેમણે નાનું વેપારી થાણું સ્થાપીને ત્યાં નાના કિલ્લા માટેનો પાયો પણ રાખી દીધો જે તે સમયમાં ટાપુનો વિશાળ સાંસ્થાનિક કિલ્લો બન્યો. ડચ લોકોએ કિલ્લાને આગળ વધાર્યો અને તે રીતે કિલ્લેબંધીવાળું સારું એવું જૂનું બંદર સર્જી દીધું. 1700ના છેલ્લા વર્ષોમાં તે બ્રિટિશના કબજામાં આવ્યું અને 19મી સદીના અંત સુધી જે કોલંબો બંદરને કોઇ ડર નહોતો તેના ગઢોને શહેરના વિકાસ માટે રસ્તો કરી આપવા માટે તોડી પાડવાની શરૂઆત થઇ. જોકે હવે કિલ્લેબંધી વિસ્તારમાંથી કંઇ બાકી નથી રહ્યું જે પહેલા કિલ્લો હતો તે આજે પણ ફોર્ટ વિસ્તાર તરીકે ઓળખાય છે અને તેની બહારનો વિસ્તાર; પેટ્ટાહ અથવા સિંહાલીમાં પિતા-કોઉટુવા જેનો અર્થ બહારનો કિલ્લો તેવો થાય છે.[૪૫][૪૬]
ડચ યુગની ઇમારતો
[ફેરફાર કરો]પોર્ટુગીઝ યુગની એક પણ ઇમારત આજે હયાત નથી અને ડચ ગાળાની પણ અમુક જ ઇમારત છે. આમાં ફોર્ટ વિસ્તારની સૌથી જૂની ઇમારત ડચ હોસ્પિટલ , કોલંબો ડચ મ્યુઝિયમ તરીકે જાણીતું ડચ હાઉસ અને કેટલાક ચર્ચોનો સમાવેશ થાય છે. ધ પ્રેસિડન્ટ્સ હાઉસ (પહેલા ક્વીન્સ હાઉસ હતું) મૂળ તો ડચ ગવર્નરનું ઘર હતું, અને વારાફરતી કેટલાય બ્રિટિશ ગવર્નરે તેનો પોતાની ઓફિસ અને ઘર તરીકે ઉપયોગ કર્યો છે. જોકે, તે ડચ ગાળા બાદ ઘણા બધા ફેરફારોમાંથી પસાર થયું છે. પ્રેસિડન્ટ્સ હાઉસની બાજુમાં ગોર્ડોન ગાર્ડન્સ છે, જે હવે જાહેર જનતા માટે પ્રતિબંધિત છે.[૪૫][૪૬][૪૭]
બ્રિટિશ યુગની ઇમારતો
[ફેરફાર કરો]ફોર્ટ વિસ્તારની મોટાભાગની અને શહેરના અન્ય ભાગની જૂની ઇમારતો બ્રિટિશ સમયમાં બનેલી છે, જેમાં સરકારી, વેપારી ઇમારતો અને ખાનગી ઘરોનો સમાવેશ થાય છે. બ્રિટિશ સંસ્થાનવાદી સ્થાપત્યોમાં સમાવિષ્ટ કેટલીક નોંધપાત્ર સરકારી ઇમારતો છે; જૂનું સંસદ ભવન જે હવે પ્રમુખનું સચિવાલય છે, રીપબ્લિક બીલ્ડિંગ જેમાં અત્યારે વિદેશી બાબતોનું મંત્રાલય બેસે છે, જોકે તેમાં એક સમયે સિલોન લેજિસ્લેટિવ કાઉન્સિલ બેસતી હતી, જનરલ ટ્રેઝરી બીલ્ડિંગ, પ્રેસિડન્ટ્સ હાઉસની સામે આવેલી એડ્વર્ડિયન શૈલીની ઇમારત જૂની જનરલ પોસ્ટ ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, યુનિવર્સિટી ઓફ કોલંબોનો ગણિત વિભાગ (જે પહેલા રોયલ કોલેજ, કોલંબો હતી),[૪૮] બ્રિટિશ યુગની નોંધપાત્ર વેપારી ઇમારતોમાં ગાલે ફેસ હોટેલ, કાર્ગિલ્સ એન્ડ મિલર્સ સંકુલ, ગ્રાન્ડ ઓરિએન્ટલ હોટેલનો સમાવેશ થાય છે. શહેરની કેટલીક જૂની ક્લબો બ્રિટિશોની ઘોડેસવારીની જીવનશૈલીની ઝાંખી કરાવે છે, જેમાં ઓરિએન્ટ ક્લબ, 80's ક્લબ, ધ કોલંબો ક્રિકેટ ક્લબનો સમાવેશ થાય છે.[૪૫][૪૬]
સંસ્કૃતિ
[ફેરફાર કરો]વાર્ષિક સાંસ્કૃતિક તહેવારો અને મેળા
[ફેરફાર કરો]કોલંબોનો સૌથી સુંદર તહેવાર એ બુદ્ધના જન્મ, બોધ અને મૃત્યુ ઊજવણી છે જે ત્રણેય એક જ દિવસે આવે છે.[૪૯] સિંહાલીમાં તે વેસક તરીકે જાણીતો છે.[૪૯] આ તહેવાર દરમિયાન, મોટાભાગનું શહેર ફાનસ, લાઇટો અને લાઇટોની વિશેષ સજાવટથી સુશોભિત કરવામાં આવે છે (થોરન તરીકે ઓળખાય છે). આ તહેવાર મે મહિનાના મધ્યમાં આવે છે અને એક અઠવાડિયું ચાલે છે જ્યારે સમગ્ર શ્રીલંકનો કોલંબોમાં ફાનસ અને સજાવટની સ્પર્ધાઓ જોવા માટે ઊમટી પડે છે. આ અઠવાડિયા દરમિયાન લોકો દુન્સાલ તરીકે જાણીતા ધર્માદા સ્થળો પર જઇને ચોખા, પીણાં અને વિવિધ ખાણીપીણીની વસ્તુઓ દાન સ્વરૂપે વહેંચે છે. આ દુન્સાલ પરાઓમાંથી આવતા મુલાકાતીઓમાં લોકપ્રિય છે.
નાતાલ એ શહેરનો બીજો મોટો તહેવાર છે. શ્રીલંકામાં વસ્તીના માત્ર 7 ટકા લોકો જ ખ્રિસ્તી હોવા છતાં નાતાલ એ ટાપુના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. મોટાભાગની શેરીઓ અને વેપારી ઇમારતો પર ડીસેમ્બરના શરૂઆતથી રોશની થઇ જાય છે અને તમામ શોપિંગ સેન્ટરો અને ડીપાર્ટમેન્ટ સ્ટોર્સ પર તહેવારની ખરીદી શરૂ થઇ જાય છે. કરોલિંજ અને નટિવિટી નાટકો આ સમય દરમિયાન ઘણા સ્થળોએ જોવા મળે છે.
'સિંહાલા હિન્દુ અલુથ અવુરુડ્ડા' અન્ય એક કાર્યક્રમ છે જે એપ્રિલમાં થાય છે. આ સિંહાલી અને હિન્દુ નવા વર્ષની ઊજવણી છે. 13 અને 14 એપ્રિલે ઊજવણીઓ થાય છે અને શ્રીલંકાની સંસ્કૃતિને વ્યાપક રીતે દર્શાવતા ઘણા કાર્યકમો અને પરંપરાઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે.
અભિનય કલાઓ
[ફેરફાર કરો]કોલંબોમાં કેટલાક અભિનય કલાના કેન્દ્રો છે જે તેમના સંગીત અને રંગમંચને લગતાં પ્રયોગો માટે લોકપ્રિય છે. અભિનય કલાના સૌથી જાણીતાં કેન્દ્રો લિયોનલ વેન્ડ્ટ થીએટર અને ધ એલ્ફિન્સ્ટન એન્ડ ધ ટાવર હોલ બંનેનો ખૂબ જ ભવ્ય ભૂતકાળ છે અને તેમને પશ્ચિમી ઢબના સર્જનો માટે બનાવવામાં આવ્યા હતાં. શહેરમાં નવરંગાહાલા પણ આવેલું છે જે દેશનું પ્રથમ રાષ્ટ્ર કક્ષાનું નાટ્યગૃહછે જેને એશિયાટિક અનેં સ્થાનિક શૈલીના સંગીતમય અને રંગભૂમિને લગતા સર્જનો માટે જ ડીઝાઇન કરવામાં તેમજ બાંધવામાં આવ્યું છે.
સંગ્રહાલય અને કલા સંચયો
[ફેરફાર કરો]સિન્નામોન ગાર્ડન્સ વિસ્તારમાં આવેલા નેશનલ મ્યુઝીયમ ઓફ કોલંબોને બ્રિટિશ સંસ્થાનના ગવર્નર સર વિલિયમ હેનરી ગ્રેગરીના કાર્યકાળ દરમિયાન 1 જાન્યુઆરી, 1877ના રોજ સ્થાપવામાં આવ્યું હતું. તેના પછી તરત જ નેશનલ હિસ્ટરી મ્યુઝીયમ આવેલું છે.[૫૦] મ્યુઝીયમમાં તાજના ઝવેરાત અને કેન્ડી રાજ્યના છેલ્લા રાજા શ્રી વિક્રમા રાજસિંહાનું સિંહાસન મૂકવામાં આવ્યા છે.[૫૦] અહીં કોલંબો ડચ મ્યુઝીયમ પણ આવેલું છે જે દેશના ડચ સંસ્થાનવાદી ઇતિહાસ પર માહિતી આપે છે. કોલંબો ઘણી મોટી કલા-વીથિ (આર્ટ ગેલરી)નું ગૌરવ લઇ શકે તેમ નથી. ગ્રીન પાથની કલા-વીથિમાં શ્રીલંકન શ્રેષ્ઠ કૃતિઓનો માત્ર નાનકડો સંગ્રહ છે.
રમત ગમત
[ફેરફાર કરો]શ્રીલંકામાં સૌથી લોકપ્રિય રમત બેશક ક્રિકેટ છે. શ્રીલંકા 1996ના ક્રિકેટ વિશ્વ કપમાં વિજેતા તરીકે ઉભરી આવ્યું હતું અને 2007માં તે બીજા ક્રમે રહ્યું હતું. તાજેતરની જ ટુર્નામેન્ટ આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી20 2009માં તેમણે ફરી બીજો ક્રમ મેળવ્યો હતો. આ રમત બગીચાઓ, મેદાનો, દરિયાકિનારા અને શહેરની ગલીઓ સુદ્ધામાં રમાય છે. કોલંબોમાં દેશના બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ સિંહાલીસ સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ સ્ટેડિયમ અને આર.પ્રેમાદાસા સ્ટેડિયમ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રેમાદાસા પરથી નામ પડાયું છે) આવેલા છે. શાળા અને ક્લબ કક્ષાએ રગ્બી પણ લોકપ્રિય રમત છે. કોલંબો વિશ્વનું એક માત્ર એવું શહેર હોવાનું ગૌરવ ધરાવે છે જ્યાં ભૂતકાળમાં ચાર ટેસ્ટ મેદાન હતા: પાઇકિઓસોથી સરાવનામુટ્ટુ સ્ટેડિયમ, સિંહાલીસ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ, કોલંબો ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ અને રાણાસિંઘે પ્રેમાદાસા સ્ટેડિયમ. શહેરમાં આવેલું સુગાથાદાસા સ્ટેડિયમ શારીરિક વ્યાયામો, તરણ અને ફૂટબોલ માટેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ છે, જ્યાં 1991 અને 2006માં સાઉથ એશિયન ગેમ્સ પણ યોજાઇ હતી. કોલંબોમાં આવેલી રોયલ કોલંબો ગોલ્ફ ક્લબ એશિયાની સૌથી જૂની ગોલ્ફ ક્લબોમાંની એક છે.
કોલંબો શહેરને કોલંબો એફસી નામની પોતાની સ્થાનિક ફૂટબોલ ટીમ પણ છે અને ફિફા ગોલ કાર્યક્રમ હેઠળ આ રમતને વિકસાવાઇ રહી છે.
માધ્યમો
[ફેરફાર કરો]શ્રીલંકામાં મોટાભાગના મુખ્ય માધ્યમો પોતાના ધંધાનું કોલંબોથી સંચાલન કરે છે. રાજ્યના માધ્યમોના કાર્યાલયો બુલ્લેર રોડ પર આવેલા છે અને તે પ્રાદેશિક પ્રસારણ ત્યાંથી જ હાથ ધરે છે, જેમાં ભૂતકાળમાં રેડિઓ સિલોન તરીકે જાણીતા શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (એસએલબીસી) અને શ્રીલંકા રુપાવાહિની કોર્પોરેશનનો સમાવેશ થાય છે. એસએલબીસી દક્ષિણ એશિયાનું સૌથી જૂનું અને વિશ્વનું બીજું સૌથી જૂનું રેડિઓ સ્ટેશન છે. ઘણી ખાનગી પ્રસારણ કંપનીઓના કાર્યાલયો અને પ્રસારણ મથકો કોલંબો કે તેની આસપાસ આવેલા છે.
બાજુ બાજુના નગરો
[ફેરફાર કરો]- સેન્ટ પીટર્સબર્ગ, રશિયા (1997થી)
- શાંગહાઇ, ચીન (2003થી)
- લીડ્સ, યુનાઇટેડ કિંગડમ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કેન્ડી
- જાફના
- ગાલે
- ટ્રિંકોમાલી
- કોલંબો ટાઉન ગાર્ડ
- કોલંબો ટાઉન હોલ
- શ્રીલંકાની સૌથી ઊંચી ઇમારતો અને સ્થાપત્યોની યાદી
- નેશનલ વોર મેમોરિઅલ, કોલંબો
- શ્રીલંકાના સ્થળોના નામ
- દક્ષિણ એશિયાના પાટનગરો
- યોટ એશોસિએશન ઓફ શ્રીલંકા
નોંધ અને સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ સેન્સસ જુલાઇ 17, 2001 (વાયા citypopulation.de)
- ↑ Jayewarden+-e, Mr. "How Colombo Derived its Name". મેળવેલ 2007-01-18.
- ↑ ડીપાર્ટમેન્ટ ઓફ સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, શ્રીલંકા; સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ 2007 , એસ્ટિમેટેડ મિડ યર પોપ્યુલેશન બાય ડિસ્ટ્રિક્ટ, 2002 - ૨૦૦૬ (પીડીએફ-ફાઇલ ) ટોટલ પોપ્યુલેશન ઓફ ધ થ્રી ડિસ્ટ્રિક્ટ્સ ઓફ ધ કોલંબો મેટ્રોપોલિટન રીજીઅન. 31-12-2008ના રોજ મેળવેલું.
- ↑ Buildsrilanka.com; સમરી ઓફ ધ સીએમઆર સ્ટ્રક્ચર પ્લાન સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૩ ના રોજ વેબેક મશિન ડેફિનિશન એન્ડ ડીસ્ક્રિપ્શન ઓફ ધ કોલંબો મેટ્રોપોલિટન રીજીઅન. 31-12-2008ના રોજ મેળવેલું.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "History of Colombo". મૂળ માંથી 2011-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-21.
- ↑ ૬.૦ ૬.૧ વર્લ્ડ એક્ઝેક્યુટિવ કોલંબો હોટેલ્સ એન્ડ સિટી ગાઇડ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન
- ↑ "Colombo - then and now". Padma Edirisinghe. The Sunday Observer. 14 February 2004. મૂળ માંથી 30 સપ્ટેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 18 ઑગસ્ટ 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ John, Still (1996). Index to the Mahawansa:Together with Chronological Table of Wars and Genealogical Trees. AES. પૃષ્ઠ 85. ISBN 81-206-1203-5. CS1 maint: discouraged parameter (link)
- ↑ Prof. Manawadu, Samitha. "Cultural Routes Of Sri Lanka As Extensions Of International Itineraries : Identification Of Their Impacts On Tangible & Intangible Heritage pp 3" (PDF). મૂળ (PDF) માંથી 2006-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-17.
- ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ "European Encroachment and Dominance:The Portuguese". Sri Lanka: A Country Study. મેળવેલ 2006-12-02.
- ↑
Ross,, Russell R. (08/14/90). Sri Lanka: A Country Study. Defence Dept., Army. પૃષ્ઠ 360p. ISBN 0-16-024055-7. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link) - ↑ ૧૩.૦ ૧૩.૧ "European Encroachment and Dominance:The Dutch". Sri Lanka: A Country study. મેળવેલ 2006-12-02.
- ↑ ૧૪.૦ ૧૪.૧
Ross,, Russell R. (08/14/90). Sri Lanka: A Country Study. Defense Dept., Army. પૃષ્ઠ 360p. ISBN 0-16-024055-7. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link) - ↑ "European Encroachment and Dominance:The British Replace the Dutch". Sri Lanka: A Country study. મેળવેલ 2006-12-02.
- ↑ ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ Adrian, Wijemanne (03/1/96). War and Peace in Post-Colonial Ceylon 1948-1991. Orient Longman. પૃષ્ઠ 111p. ISBN 8125003649. Check date values in:
|date=
(મદદ) - ↑ GoAbroad.com , એમ્બેસીસ લોકેટેડ ઇન શ્રીલંકા સંગ્રહિત ૨૦૦૯-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન
- ↑ ૧૮.૦ ૧૮.૧ ધ લેક ઇન ધ મિડલ ઓફ કોલંબો સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન, લંકા લાઇબ્રેરી
- ↑ 35મી બોટ રેસ અને 31મી રેગાટ્ટા: ઓર્સમેન ઓફ રોયાલ એન્ડ એસ.થોમસ' ક્લેશ ઓન બેઇરા વોટર્સ સંગ્રહિત ૨૦૧૨-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન, ડેઈલી ન્યુઝ, ઓક્ટોબર ૧૦, 2003
- ↑ "Colombo weather". મેળવેલ 2006-12-02.
- ↑ "વેધરબેઝ". મૂળ માંથી 2021-01-09 પર સંગ્રહિત. મેળવેલ 2024-07-05.
- ↑ "Average Weather for Colombo, Sri Lanka - Temperature and Precipitation". Weather.com. મેળવેલ February 8, 2009. Unknown parameter
|from=
ignored (મદદ) - ↑ ૨૩.૦ ૨૩.૧ ડીપાર્ટમેન્ટ ઓફ સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ , સેન્સસ 2001 સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન, એડિશનલ સોર્સ [૧]. ટોટલની ગણતરી કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલના જ ભાગ એવા કોલંબો વિભાગીય સચિવાલય અને થિમ્બિરિગસ્યાયા વિભાગીય સચિવાલયની ગણતરી પ્રમાણે કરી છે.
- ↑ કોલંબો યુએનપી લિસ્ટ રીજેક્ટેડ, બીબીસી ન્યુઝ , ફેબ્રુઆરી 16 , 2006
- ↑ ઇન્ડિપેન્ડન્ટ ગ્રુપ વિન્સ સીએમસી, બીબીસી ન્યુઝ , મે 21 , 2006
- ↑ રોટેશનલ મેયર્સ એસ કોલંબો ગેટ્સ ટ્રીશો ડ્રાઈવર એઝ હર ફસ્ટ સિટિઝન, સન્ડે ટાઇમ્સ , મે 28 , 2006
- ↑ ૨૭.૦ ૨૭.૧ Colombo Municipal, Council. "Mission & Vision". મૂળ માંથી 2007-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-18.
- ↑ ધ સુપ્રીમ કોર્ટ ઓફ શ્રીલંકા સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન, જસ્ટીસ મિનિસ્ટ્રી
- ↑ મિનિસ્ટ્રીસ ઓફ શ્રીલંકા ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ઓફ શ્રીલંકા
- ↑ "વર્લ્ડ એરલાઇન ડિરેક્ટરી." ફ્લાઇટ ઇન્ટરનેશનલ . 14–20 March 1990 "Airlift International" 57.
- ↑ ઓર્ગેનાઇઝેનલ સ્ટ્રક્ચર સંગ્રહિત ૨૦૦૭-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન, મિનિસ્ટ્રી ઓફ ડીફેન્સ, શ્રીલંકા
- ↑ ધ ડ્રામા બીહાઇન્ડ ધ એરેસ્ટ ઓફ સેપાલા એકનાયકે, બાય એડવર્ડ ગુનાવર્દેના રીટા. સંગ્રહિત ૨૦૧૧-૦૧-૨૦ ના રોજ વેબેક મશિનસીનિયર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સંગ્રહિત ૨૦૧૧-૦૧-૨૦ ના રોજ વેબેક મશિન
- ↑ "મેજર કન્વેન્શનલ ટેરરિસ્ટ ઇન્સિડન્ટ્સ 1980ના વર્ષોથી 2000". મૂળ માંથી 2001-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "ટ્રાવેલ વોર્નિંગ, યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ". મૂળ માંથી 2006-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ જેન્સ સેન્ટિનેલ એક્ઝામિન્સ ધ સક્સેસ ઓફ ધ એલટીટીઇ ઇન રેસિસ્ટિંગ ધ શ્રીલંકન ફોર્સીસ
- ↑ પ્રેસિડન્ટ ઓર્ડર્સ એસબી' રીલીઝ, LankaNewspapers.com , ફેબ્રુઆરી 16 , 2006
- ↑ કન્ટેનરાઇઝેશન ઇન્ટરનેશનલ , પાનુ.26 , જાન્યુઆરી 8 , 2009
- ↑ Lanka Business Online. "Light Rail". મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-21.
- ↑ Lanka Business Online. "Light Rail Study Group". મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-21.
- ↑ Galle Face, Hotel. "[[Alexandra, Countess of Frederiksborg|Princess Alexandra]]'s Visit". મૂળ માંથી 2007-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-23. URL–wikilink conflict (મદદ)
- ↑ "હિસ્ટોરિકલ ઓવરવ્યુ ઓફ એજ્યુકેશન ઇન શ્રીલંકા, ધ બ્રિટિશ પીરિયડ :(1796 - 1948)". મૂળ માંથી 2011-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ ૪૨.૦ ૪૨.૧ Harsha, Aturupane (2007). "The Impact of School Quality, Socio-Economic Factors and Child Health on Students' Academic Performance: Evidence from Sri Lankan Primary Schools" (PDF). Colombo: World Bank. મેળવેલ 2007-07-27. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑
Harsha, Aturupane (2005). Treasures of the Education System in Sri Lanka: Restoring Performance, Expanding Opportunities and Enhancing Prospects (PDF). World Bank Report. Colombo: World Bank. ISBN 955-8908-14-2. મેળવેલ 2007-07-27. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ "હિસ્ટરી ઓફ ધ યુનિવર્સિટી ઓફ કોલંબો". મૂળ માંથી 2008-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ ૪૫.૦ ૪૫.૧ ૪૫.૨ ૪૫.૩ કોલંબો ફોર્ટ
- ↑ ૪૬.૦ ૪૬.૧ ૪૬.૨ ૪૬.૩ "તિન્ટાગેલ, કોલંબો". મૂળ માંથી 2009-02-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "ડચ કોલોનિઅલ રીમેઇન્સ". મૂળ માંથી 2007-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "અવર હિસ્ટરી, યુનિવર્સિટી ઓફ કોલંબો". મૂળ માંથી 2008-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ ૪૯.૦ ૪૯.૧ Venerable Mahinda. "Significance of Vesak". www.buddhanet.net. મેળવેલ 2007-02-19.
- ↑ ૫૦.૦ ૫૦.૧ "History of Colombo National Museum". મૂળ માંથી 2007-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-02.
વધું વાંચન
[ફેરફાર કરો]નીચેના પુસ્તકોમાં કોલંબો પરના મહત્વના ઘટકો સમાવવામાં આવ્યા છે;
- ચેન્જિંગ ફેસ ઓફ કોલંબો (1501-1972): કવરિંગ ધ પોર્ટુગીઝ, ડચ એન્ડ બ્રિટિશ પીરિયડ્સ, બાય આર.એલ.બ્રોહીર , 1984 (લેક હાઉસ, કોલંબો)
- ધ પોર્ટ ઓફ કોલંબો 1860-૧૯૩૯, કે.ધર્મસેના , 1980 (લેક હાઉસ, કોલંબો)
- ડીકોલોનાઇઝિંગ સિલોન: કોલોનિઆલિઝમ, નેશનાલિઝમ, એન્ડ ધ પોલિટિક્સ ઓફ સ્પેસ ઇન શ્રીલંકા, બાય નિહાલ પરેરા , 1999 ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]કોલંબો વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલ , હિસ્ટરી ઓફ ધ સિટી સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન
- કોલંબો વિકિટ્રાવેલ ગાઇડ ફોર ટ્રાવેલર્સ
Coordinates: 6°56′04″N 79°50′34″E / 6.93444°N 79.84278°E ઢાંચો:Sri Lankan Urban Councils ઢાંચો:Sri Lankan cities ઢાંચો:Provincial capitals of Sri Lanka ઢાંચો:Suburbs of Colombo