લખાણ પર જાઓ

ગાલ્લે, શ્રીલંકા

વિકિપીડિયામાંથી
ગાલ્લેના સમુદ્ર કિનારા પર કિલ્લા પર ઘાસ પર ઉગી નીકળ્યું છે.

ગાલ્લે (સિંહાલી: ගාල්ල; તમિલ: காலி; અંગ્રેજી: Galle) શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમી સ્મુદ્રતટ પર સ્થિત એક શહેર અને બંદર છે. તેના ઉત્કૃષ્ટ ભૂસ્થિતિના કારણે આ પ્રગતિશીલ શહેર છે.

શ્રીલંકાના શહેરોમાં તેનું પાંચમું સ્થાન છે. તેની નજીક બાગાયત કૃષીક્ષેત્ર છે, તેથી અહીંના બંદર પરથી નાળિયેરનું તેલ, કાથી, રેસા અને દોરડાં, રબર અને ચાની નિકાસ કરવામાં આવે છે. આ શહેર પ્રાચીન દેખાય છે તેમ છતાં ૧૨૬૭ ઈ. પહેલાં તેનો કોઈ ઐતિહાસિક ઉલ્લેખ મળતો નથી. ૧૪મી સદીના મધ્ય ભાગમાં અરબ મુસાફર ઇબ્નબતુતાએ 'કાલી' (Kali) નામ દ્વારા તેનો ઉલ્લેખ કર્યો છે. ખરેખર, તેનો સમયકાળ પોર્ટુગીઝના આગમન બાદ શરૂ થાય છે. તે ડચ દ્વારા સ્થાપિત બંદર છે. વહાણાશ્રય (બંદર)ના કિનારાઓ કુદરતી છે, પરંતુ પ્રવેશદ્વાર ખુલ્લું અને ખતરનાક ખડકોથી બનેલું છે. અહીં ડચ લોકો દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. તે ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી શ્રીલંકાનું સૌથી મહત્વનું બંદર રહ્યું હતું. સુએઝ કેનાલ (૧૮૬૯ ઇ.) બની અને કોલંબોના વિશાળ કૃત્રિમ બંદરના બાંધકામ પછી તેનું મહત્વ ઓછું થયું. તે ઉત્તરમાં કોલંબોથી અને દક્ષિણ-પૂર્વમાં મતારા સાથે રેલવે અને ધોરી માર્ગ દ્વારા જોડાયેલ છે. તે ગાલ્લે જિલ્લાનું વડું વહીવટી મથક છે. તે 'પોઇન્ટ ડી ગાલ' (Point de Gall) પણ કહેવાય છે.