ઇબન બતૂતા એક અરબ યાત્રી, વિદ્વાન તથા લેખક હતા.[૧] ઉત્તર આફ્રીકાના મોરોક્કોના પ્રસિદ્ધ શહેર તાંજિઅરમાં ૧૪ રજબ, ૭૦૩ હિ. (૨૫ ફેબ્રુઆરી, ૧૩૦૪)ના રોજ તેમનો જન્મ થયો. તેમનું પુરું નામ મહમદ બિન અબ્દુલ્લાહ ઇબન બતૂતા હતું. ઇબન બતૂતા મુસલમાન યાત્રીઓમાં સૌથી મહાન હતા. અનુમાનતઃ તેમને ૭૫,૦૦૦ માઇલની યાત્રાઓ કરી હતી.