લખાણ પર જાઓ

રામશલાકા

વિકિપીડિયામાંથી

શ્રીરામશલાકા પ્રશ્નાવલી ગોસ્વામી તુલસીદાસની એક રચના છે.

શ્રીરામશલાકામાં એક ૧૫ ઉભાં અને ૧૫ આડાં ખાનાંઓના બનેલા ચોકઠામાં કેટલાક અક્ષર, માત્રાઓ આદિ લખવામાં આવેલ છે. એવી માન્યતા છે કે કોઈને પણ જ્યારે પોતાના મનમાં રહેલા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો સર્વપ્રથમ એ વ્યક્તિએ ભગવાન શ્રીરામચન્દ્રજીનું ધ્યાન કરવું જોઇએ. પછી પોતાના અભીષ્ટ પ્રશ્ન વિશે ચિંતન કરતાં કરતાં શ્રીરામશલાકા પ્રશ્નાવલીના કોઇક ખાનામાં આંગળી અથવા કોઈ શલાકા (નાની સળી કે દાંડી) મૂકવાની રહે છે. હવે શ્રીરામશલાકા પ્રશ્નાવલીના તે ખાનામાં લખાયેલા અક્ષર અથવા માત્રાને એક કોરરા કાગળ અથવા સ્લેટ પર લખી લેવા. ત્યારપછી આ ખાનાની આગળ (જમણી બાજું) અને જો એ પંક્તિ સમાપ્ત થઇ જાય તો નીચેની પંક્તિ પર ડાબી બાજુથી જમણી તરફ આગળ જતાં જતાં એ ખાનાથી પ્રત્યેક નવમા (9 - ૯) ખાનામાં લખાયેલા અક્ષર અથવા માત્રાને કાગળ અથવા સ્લેટ પર લખતા જાઓ.

૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
સુ પ્ર બિ હો મુ સુ નુ બિ ધિ
રુ સિ સિ રેં બસ હૈ મં અં
સુજ સો સુ કુ ધા બે નો
ત્ય કુ જો રિ કી હો સં રા
પુ સુ સી જે સં રે હો નિ
ચિ તુ
કા મા મિ મી મ્હા જા હૂ હીં જૂ
તા રા રે રી હૃ કા ખા જિ રા પૂ
નિ કો મિ ગો ને મનિ
૧૦ હિ રા રિ ખિ જિ મનિ જં
૧૧ સિં મુ કૌ મિ ધુ સુ કા
૧૨ ગુ નિ તી રિ
૧૩ ના પુ ઢા કા તુ નુ
૧૪ સિ સુ મ્હ રા હિં
૧૫ સા લા ધી રી જા હૂ હીં ષા જૂ રા રે

આ રીતે જયારે બધા નવમા અક્ષર તથા માત્રાઓ જોડી લેતા શ્રી રામ ચરિત માનસની કોઈ એક ચૌપાઈ પૂરી થાય છે, પ્રશ્નનો ઉત્તર રહેલો હોય છે. જેની વ્યાખ્યાઓ નિમ્નલિખિત પ્રકારથી કરવામાં આવી છે:

૧. સુનુ સિય સત્ય અસીસ હમારી | પૂજહિ મન કામના તુમ્હારી |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડમાં શ્રી સીતાજીના ગૌરી પૂજનના પ્રસંગમાં આવે છે. ગૌરીજીએ શ્રી સીતાજીને આશીર્વાદ આપ્યા છે.
  • ફળ - પ્રશ્નકર્તાનો પ્રશ્ન ઉત્તમ છે, કાર્ય સિદ્ધ થશે.

૨. પ્રબિસિ નગર કીજે સબ કાજા | હૃદય રાખિ કોસલપુર રાજા |

  • સ્રોત - આ ચૌપાઈ સુંદરકાંડમાં શ્રી હનુમાનજીના લંકામાં પ્રવેશ કરતી વેળાની છે.
  • ફલ - ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એ કાર્ય આરંભ કરો, સફળતા મળશે.

૩. ઉઘરેં અંત ન હોઇ નિબાહૂ | કાલનેમિ જિમિ રાવન રાહૂ |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડના આરંભમાં સત્સંગ વર્ણનના પ્રસંગમાં આવે છે.
  • ફલ - આ કાર્યમાં ભલાઈ નથી. કાર્યની સફળતામાં સંદેહ છે.

૪. બિધિ બસ સુજન કુસંગત પરહીં | ફનિ મનિ સમ જિજ ગુન અનુસરહીં |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડના આરંભમાં સત્સંગ વર્ણનના પ્રસંગમાં આવે છે.
  • ફલ - ખોટા મનુષ્યોનો સંગ છોડી દો. કાર્ય પૂર્ણ થવામાં સંદેહ છે.

૫. મુદ મંગલમય સંત સમાજૂ | જિમિ જગ જંગમ તીરથ રાજૂ |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડમાં સંત-સમાજરૂપી તીર્થના વર્ણન તરીકે આવે છે.
  • ફલ - પ્રશ્ન ઉત્તમ છે. કાર્ય સિદ્ધ થશે.

૬. ગરલ સુધા રિપુ કરય મિતાઈ | ગોપદ સિંધુ અનલ સિતલાઈ |

  • સ્રોત - આ ચૌપાઈ સુંદરકાંડમાં શ્રી હનુમાનજીના લંકામાં પ્રવેશ કરતી વેળાની છે.
  • ફલ - પ્રશ્નકર્તાનો પ્રશ્ન શ્રેષ્ઠ છે, કાર્ય સિદ્ધ થશે.

૭. બરુન કુબેર સુરેસ સમીરા | રન સનમુખ ધરિ કાહ ન ધીરા |

  • સ્રોત - આ ચૌપાઈ લંકાકાંડમાં રાવણના મૃત્યુ પશ્ચાત મન્દોદરીના વિલાપના પ્રસંગમાં આવે છે.
  • ફલ - કાર્ય પૂર્ણ થવામાં સંદેહ છે.

૮. સુફલ મનોરથ હોહુઁ તુમ્હારે | રામુ લખનુ સુનિ ભએ સુખારે |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડમાં પુષ્પવાટિકામાંથી પુષ્પ લાવવા બદલ મળેલા વિશ્વામિત્રજીના આશીર્વાદ છે.
  • ફલ - પ્રશ્નકર્તાનો પ્રશ્ન ઉત્તમ છે, કાર્ય સિદ્ધ થશે.

૯. હોઇ હૈ સોઈ જો રામ રચિ રાખા | કો કરિ તરક બઢ઼ા વહિં સાખા |

  • સ્રોત - આ ચૌપાઈ બાલકાંડમાં શિવ પાર્વતી સંવાદ વેળાની છે.
  • ફલ - કાર્ય પૂર્ણ થવામાં સંદેહ છે, અત: એને ભગવાન પર છોડી દેવામાં શ્રેય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]