શ્રી રામ ચરિત માનસ
શ્રીરામ ચરિત માનસ અવધી ભાષામાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદીમાં રચાયેલ એક મહાકાવ્ય છે. જેમાં ભગવાન રામનું જીવનચરિત્ર અવધી ભાષામાં ચોપાઈ સ્વરૂપે આલેખવામાં આવ્યું છે. શ્રીરામ ચરિત માનસનું ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારતમાં રામાયણના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.

રચના[ફેરફાર કરો]
શ્રીરામ ચરિત માનસ ૧૫મી શતાબ્દીના કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. જેમ કે તુલસીદાસ એ શ્રીરામચરિત માનસ ના બાલકાણ્ડમાં સ્વયં લખ્યુ છે કે એમણે શ્રીરામચરિત માનસની રચના નો આરંભ અયોધ્યા માં વિક્રમ સંવત ૧૬૩૧ (ઇ.સ. ૧૫૭૪)ની રામનવમી ના દિવસે કર્યો હતો. ગીતાપ્રેસ ગોરખપુરના શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર અનુસાર રામચરિતમાનસ લખવામાં તુલસીદાસ ને ૨ વર્ષ ૭ મહિના ૨૬ દિવસ નો સમય લાગ્યો હતો. તેમણે આ રચના સંવત્ ૧૬૩૩ (ઇ.સ. ૧૫૭૬)ના માર્ગશીર્ષ શુક્લપક્ષ ના રામવિવાહના દિવસે પૂરી કરી હતી. આ મહાકાવ્યની ભાષા અવધી એ હિંદીની એક શાખા છે. રામચરિતમાનસ ને હિંદી સાહિત્યની એક મહાન કૃતિ મનાય છે. શ્રીરામ ચરિતમાનસને સામાન્ય રીતે તુલસી રામાયણ કે તુલસી કૃત રામાયણ પણ કહેવાય છે.
શ્રીરામચરિત માનસમાં શ્રીરામને ભગવાન વિષ્ણુના અવતારના રૂપમાં દર્શાવ્યા છે, જ્યારે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણમાં શ્રી રામને એક માનવના રૂપમાં દેખાડ્યા છે. તુલસીના પ્રભુ રામ સર્વશક્તિમાન હોવા છતાં મર્યાદા પુરુષોત્તમ છે. શરદ નવરાત્રિમાં આના સુન્દર કાણ્ડનુ પઠન પુરા નવ દિવસ થાય છે.
અધ્યાય[ફેરફાર કરો]
રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણયકાણ્ડ, કિષ્કિન્ધાકાણ્ડ, સુન્દરકાણ્ડ, લંકાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારો ( વિશેષ કરીને અનુપ્રાસ અલંકાર) નો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.
- બાલકાણ્ડ
- અયોધ્યા કાણ્ડ
- અરણ્ય કાણ્ડ
- કિષ્કિન્ધા કાણ્ડ
- સુન્દર કાણ્ડ
- લંકા કાણ્ડ
- ઉત્તર કાંડ