યાજ્ઞવલ્કય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ યાજ્ઞવલ્કય ઋષિઍ યાજ્ઞવલ્કય સ્મૃતિ લખી છે .યાજ્ઞવલ્કય દેવરાતના પુત્ર છે. પુરાણ કથાનુસાર યાજ્ઞવલ્કય વેશંપાયનના શિષ્ય છે. વેશંપાયનને બ્રહ્મહત્યા લાગે છે, ગુરુના આ દોષ નિવારણ્ માટે ઍક શિષ્ય પ્રાયશ્ચિત કરે છે.તેને જોઇને યાજ્ઞવલ્કય ને હસભુ આવે છે. યાજ્ઞવલ્કયના આ હાસ્યમાં ગુરુને ઉદ્ધ્તાઇ દેખાય છે. ગુરુ શાપ આપે છે અને આશ્રમ છોડીને જતા રહેવાનો આદેશ્ મળે છે. આ સાંભળીને યાજ્ઞવલ્કય આશ્રમ છોડીને જતા રહે છે. જતા જતા ગુરુ પાસેથી જે વિદ્યા ભણ્યા હતા તેનુ વમન - ઉલ્ટી કરતા જાય્ છે.તેમાં ઋષિઑને મંત્રરાશિના દર્શન્ થાય્ છે. ઋષિઑ તેને તેતર પક્ષિના રુપ ધારણ્ કરિને જમી જાય છે, તે જ આપણુ તૅત્તરીયોપનિષદ્ છે. આ કથા ભાગવતમા આવે છે.