લખાણ પર જાઓ

નીલ

વિકિપીડિયામાંથી
નીલ
નીલ
નીલ, બાલીના એક ચિત્રમાં

હિંદુ મહાકાવ્ય રામાયણ અનુસાર નીલ (સંસ્કૃત: नील)એ વિષ્ણુના અવતાર અને આયોધ્યાના રાજકુંવર રામની સેનાનો સેનાપતિ હતો. તે રાજા સુગ્રીવની વાનરસેનાનો સેનાપતિ હતો અને લંકામાં (હાલના સમયનું શ્રીલંકા) રાવણ સામેના યુદ્ધમાં તેણે વાનરસેનાની આગેવાની કરી હતી અને ઘણાં રાક્ષસોને હણ્યા હતા.

ભારત અને શ્રીલંકા વચ્ચેનો દરિયો પાર કરવાની ક્ષમતા ધરાવતા ચાર વાનરોમાંનો નીલ એક હતો. કથા અનુસાર રામ ભક્ત હનુમાન હવાઈ માર્ગે ઊડીને લંકા પહોંચ્યા જ્યારે નીલને લંકા સુધી જવાનો ભોજનની ઉપલબ્ધિ ધરાવતો માર્ગ શોધવાનું કાર્ય સોંપાયું.[]

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

રામાયણ અનુસાર નીલ એ અગ્નિદેવનો પુત્ર છે. સર્વ વાનરોમાં તે સૌથી વીર, તેજસ્વી અને પ્રતિષ્ઠિત હતો. સીતાના બચાવ અભિયાનમાં નીલે ભજવેલી મહત્વ પૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ રામાયણમાં છે.[સંદર્ભ આપો]

સીતાની શોધ

[ફેરફાર કરો]

રામાયણ અનુસાર રામના નેજા હેઠળ લડતી રાજા સુગ્રીવરાજાની વાનરસેનાનો સેનાપતી નીલ' હતો.[] સુગ્રવે નીલને સૌ વાનરોને એકત્રીત કરવાનો આદેશ આપ્યો હતોજેથી તેમને સીતાની શોધમાં મોકલી શકાય.[] રામાયણ અનુસાર નીલ દક્ષીણ તરફ ગયેલી વાનરોની ટુકડીમાં શામેલ હતો. [] મહાભારતમાં પણ સીતાને શોધ માટે નીલને મોકલ્વાવાનો ઉલ્લેખ આવે છે.[]

ભારત અને શ્રીલંકા વચ્ચેનો દરિયો ઓળંગી શકે તેવા શક્તિમાન માત્ર ચાર વાનરો હતા, નીલ તેમાંનો એક હતો.[] રામાયણ અનુસાર સીતાની શોધ માટે લંકા જવા રામ ભક્ત હનુમાનને પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સુગ્રીવે નીલને લંકા સુધી જવા માટે એવો રસ્તો શોધવા કહ્યું હતું કે જે રસ્તો પર સમગ્ર સેનાને મળી રહે તેવા ખોરાકની આપુરતી કરી શકતો હોય.[] સુગ્રીવ અને નીલ વાનર સેના ને ચાલ્વાનું માર્ગ દર્શન કરતા હતા.

સેતુ નિર્માતા

[ફેરફાર કરો]
નલ (શ્વેત વાનર) અને નીલ (ભૂરો વાનર) રામ સાથે વાતચીત કરતા. ડાબે: નલ અને નીલ સમુદ્રમાં પથ્થર ક્યાં ફેંકવો એનું માર્ગદર્શન કરતા.

રામાયણ અનુસાર ભારત ભૂમિના રામેશ્વરમ અને શ્રીલંકા વચ્ચે રામસેતુ નમાનો પુલ બાંધવનો શ્રેય નલને આપવમાં આવે છે પરંતુ રામાયણ ના અન્ય સંસ્કરણો જેમ કે રામ ચરિત માનસમાં નલ અને નીલે સાથે મળી પુલ બાંધ્યો હતો, એવું વર્ણન પણ આવે છે.

રામ વાનરસેના સાથે ભારત દ્વિપકલ્પના છેડે આવ્યા, જ્યાં જમીનનો અંત થાય છે. સીતાને મેળવવા માટે સમુદ્ર ઓળંગી સામે છેડે આવેલા ટાપુ સુધી પહોંચવાની જરૂર હતી. આ માટે એક પુલનું નિર્માણ થયું. તે નિર્માણ કાર્યનો સર્વ શ્રેય નીલને આપવામાં આવે છે. રામચરિતમાનસ આ શ્રેય નલ અને નીલ એમ બન્ને ભાઈઓને આપે છે. સમુદ્રના દેવ વરુણ દેવે રામને કહ્યું હતુ કે આ બમ્ને ભાઈઓ પથ્થરને પાણી પર તરાવી શકવાની આવડત ધરાવે છે.

આ બંને ભાઈઓ પાસે આવી શક્તિ કેમ મળી તેની પણ એક વાર્તા છે. બાળપણમાં આ બંને ભાઈઓ, નલ અને નીલ ખૂબ તોફાની હતા. તેઓ પ્રાયઃ સાધુ સાધ્વીજી જે પ્રતિમાની પૂજા કરતાં તેમને પાણીમાં ફેંકી દેતા. આ પવિત્ર મૂર્તિઓને ડૂબી જતી અટકાવવા સાધુઓએ એવું વરદાન આપ્યો કે નલ અને નીલ દ્વારા પાણીમાં એંકાયેલી કોઈ પણ વસ્તુ ડુબશે નહી.[]

એક અન્ય કથા અનુસાર વરુણ દેવે આ બંને ને વરદાન આપ્યું હતું કે તેમના દ્વારા પાણીમાં ફેંકાયેલ વસ્તુ પાણીમાં તરશે, પણ એ શરતે કે તેઓ નાના ટુકડાઓમાં તરશે અને કોઇ એક સળંગ બાંધકામ રચી શકશે નહી. આને કારણે પુલ બાંધતી વખતે હનુમાને એવું સુચન કર્યું કે દરેક પથ્થર પર રામ નામ લખવામાં આવે જેથી તે પથ્થરો એક બીજા સાથે ચોંટેલા રહે. હનુમાનનો આ સુઝાવ કામ આવ્યો અને પથ્થરો એક બીજાને ચોંટી રહેતા સળંગ પુલ બાંધી શકાયો.[]

નીલ

રાક્ષસો સામે લડનારી રામની વાનર સેનાનો સેનાપતિ નીલ હતો. રામાયણ અનુસર નીલે નિકુંભ નામના રાક્ષસનો સામનો કર્યો હતો. લડતા લડતા નિકુંભે નીલને ઘાયલ કર્યો હતો છતાં તેણે નિકુંભના જ રથનું પૈડું ખેંચી તેનો વધ કર્યો હતો.[] નીલે પ્રહસ્ત સામે પણ ભયંકર યુદ્ધ કર્યું. રાક્ષસે તેના પર બાણની વર્ષા કરી. આ બાણ વર્ષાનો સામનોન કરી શકતા નીલે શાંતિથી આંખો બંધ કરી તે બાણ વર્ષા સહન કરી. છેવટે જયારે પ્રહસ્ત ગદા વડે નીલ પર પ્રહાર કરવા આવ્યો ત્યારે નીલે તેનો સામનો કર્યો અને મોટા પથ્થર વડે તેને હણ્યો.[૧૦]નીલે રાવણ સાથે પણ યુદ્ધ કર્યું અને તેના રથ પર ચડી બેઠો.[૧૧][૧૨]નીલ અને હનુમાન, બંને એ સાતે મળી ત્રિશિર અને મહોદર રાક્ષસનો સામનો કર્યો. નીલે પથ્થર વડે મહોદરને હણ્યો હતો. [૧૩] મહાભારત અનુસારે પ્રમાથી નામના રાક્ષસને નીલે હણ્યો હતો.[] કંબ રામાયણ અનુસાર રાવણના પુત્ર ઈંદ્રજીત સાથે યુદ્ધ કરતાં નીલ હાર્યો અને ઘાયલ થઈ અને બેશુદ્ધ બન્યો.[૧૪]

રામાયણના એક સંસ્કરણમાં એવું વર્ણન છે કે રાવણ અજેય બનવા એક યજ્ઞ કરતો હતો. આ યજ્ઞ ને વિફળ બનાવવા નીલને મોકલવામાં આવ્યો હતો. નીલે રાવણના માથે ચડી, પેશાબ કરી, યજ્ઞ ને વિફળ બનાવ્યો હતો. [૧૫]

જૈન ગ્રંથો અનુસાર નીલે માંગી-તુંગી પાસેથી જૈન દીક્ષા અંગીકાર કરી અને મોક્ષને પામ્યા.[૧૬]

  1. Swami Venkatesananda (૧૯૮૮). The Concise Ramayana of Valmiki. SUNY Press. ISBN 978-0-88706-862-1.
  2. Venkatesananda pp. 270, 282, 301
  3. Lefeber & Goldman, p. 117
  4. Lefeber & Goldman, p. 144
  5. ૫.૦ ૫.૧ Mani, Vettam (૧૯૭૫). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. પૃષ્ઠ ૫૩૮. ISBN 0-8426-0822-2.
  6. Venkatesananda p. 228
  7. ૭.૦ ૭.૧ Venkatesananda p. 270
  8. Tulasīdāsa (૧૯૯૯). Sri Ramacaritamanasa. Motilal Banarsidass Publ. પૃષ્ઠ ૫૮૨. ISBN 978-81-208-0762-4.
  9. Lutgendorf p. 143
  10. Venkatesananda p. 301
  11. Lefeber & Goldman, p. 238
  12. Venkatesananda pp. 302–3
  13. Venkatesananda p. 312
  14. Kamba Ramayana p. 325
  15. Lutgendorf pp. 143, 211
  16. "Mangi Tungi Temple". મૂળ માંથી ૧ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત.

સંદર્ભો

[ફેરફાર કરો]