દશરથ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દશરથ
કૌશલના મહારાજા
રામના વનવાસના પ્રસંગે શોક વ્યક્ત કરતા રાજા દશરથ
જન્મ સ્થળઅયોધ્યા, કૌશલ ‍(હાલમાં ઉત્તર પ્રદેશ, ભારત)
મૃત્યુ સ્થળઅયોધ્યા
પૂર્વગામીઅજ
અનુગામીરામ
જીવનસાથીકૌશલ્યા
કૈકેયી
સુમિત્રા
સંતાનરામ
ભરત
લક્ષ્મણ
શત્રુઘ્ન
શાંતા
રાજવંશરઘુવંશી-ઇશ્વાકુ-સૂર્યવંશી
પિતાઅજ
માતાઈન્દુમતી
ધાર્મિક માન્યતાહિંદુ

દશરથહિંદુ ધર્મ પ્રમાણે ભગવાન રામના પિતા હતાં. રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે પ્રમાણે દશરથ અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા અને મહા પ્રતાપી રાજા ભરત, કે જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું છે, તેઓના વંશજ હતાં. દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે ચાર પુત્રો અને શાંતા નામની એક પુત્રી હતી.

પૂર્વ જીવન[ફેરફાર કરો]

દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતાંં. તેમનો રથ દશ દિશા ફરતો હતો જેથી તેમનું નામ દશરથ પડ્યું હતું. પિતાની મૃત્યુ બાદ દશરથ રાજા બન્યા હતા. તેમના વિવાહ મગધની રાજકન્યા કૌશલ્યા, કૈકેય પ્રદેશની રાજકન્યા કૈકેયી તથા કાશીની રાજકન્યા સુમિત્રા સાથે થયાં હતા.

યજ્ઞ[ફેરફાર કરો]

યજ્ઞની અગ્નિમાંથી એક દેવદૂતે દશરથને ખીર આપી

ગુરુ વશિષ્ઠનાં સૂચનથી દશરથે ઋષ્યશૃંગ પાસે અશ્વમેઘ અને પુત્ર-કામેષ્ટિ યજ્ઞ કરયો હતો. આ જ યજ્ઞની અગ્નિમાંથી દેવદૂતે દશરથને ખીર આપી હતી જેનાથી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામે ચાર પુત્રો થયા.

વચન[ફેરફાર કરો]

કૈકેયીને રાજા દશરથે આપેલાં બે વચનની તેણીએ ભગવાન રામના રાજ્યાભિષેક પહેલાં માંગણી કરી હતી. જેમાં રામ વનવાસ જાય અને કૈકેયીપુત્ર ભરત ગાદીએ બેસે એવાં બે વચન હતાં. આ વચન તેણીએ મંથરા નામની દાસીની સલાહ પ્રમાણે માંગ્યા હતાં.

શ્રાપ[ફેરફાર કરો]

દશરથ વડે મૃત્યુ પામેલા શ્રવણનો શોક કરતાં શ્રવણના અંધ માતા-પિતા

અયોધ્યાના જંગલોમાં દશરથ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે તળાવ નજીક પ્રાણીનો અવાજ સાંભળ્યો અને ત્યાં તીર માર્યું. જ્યારે તેઓ પ્રાણી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે તીર એક યુવાન વ્યક્તિને લાગ્યું છે, જે શ્રવણ હતો. શ્રવણે પોતાના બિમાર અને વૃદ્ધ માતા-પિતાને પાણી આપવા માટે કહ્યું અને આ ઘટના વિશે જણાવવા કહ્યું અને મૃત્યુ પામ્યો. જ્યારે દશરથ પાણી આપવા શ્રવણના માતા-પિતા પાસે ગયા અને ઘટનાનું વર્ણન કર્યું ત્યારે તે સાંભળીને તેઓ દુ:ખને જીરવી ન શક્યા. તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તે પણ 'પુત્રશોક' નો અનુભવ કરશે.

મૃત્યુ[ફેરફાર કરો]

રામનાં વનગમનથી દશરથને દુઃખી થયાંં અને તેમનું મૃત્યુ થયું.

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.