મંદોદરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ મય નામના દાનવ તથા હેમા નામની અપ્સરાની પુત્રી મંદોદરી(સંસ્કૃત मंदोदरी))ની ગણના સંસારની શ્રેષ્ઠતમ સ્ત્રીઓમાં થાય છે. તેનાં અપ્રતિમ રુપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેને પોતાની પટરાણી બનાવી હતી. આ ઉપરાંત, આઠ મહાસતીમાં પણ મંદોદરીની ગણના કરવામાં આવે છે.