અસરાની

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અસરાની એ એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા છે. તેમનું ખરું નામ ગોવર્ધન અસરાની છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો. એમની પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે. એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે પ્રેકટીસ કરે છે. તેમણે મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. અસરાની આજે પણ ફિલ્મોમાં સક્રિય છે.