રેવા (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રેવા (ગુજરાતી ફિલ્મ)
Directed byરાહુલ ભોલે
વિનીત કનોજીયા
Produced byપરેશ વોરા
Written byરાહુલ ભોલે
વિનીત કનોજીયા
Based onધૃવ ભટ્ટ કૃત તત્ત્વમસિ
Starring
 • ચેતન ધાનાણી
 • મોનલ ગજ્જર
 • યતિન કાર્યેકર
 • મુનિ ઝા
 • દયાશંકર પાંડે
 • અભિનય બેંકર
Music byઅમર ખાંડા
Cinematographyસુરજ સી. કુરાદે
Edited byરાહુલ ભોલે
વિનીત કનોજીયા
Production
company
બ્રેઇન બોક્ષ સ્ટુડીઓ
બરોડા ટોકીઝ
Distributed byએએ ફિલ્મ્સ
Release date
૬ એપ્રિલ ૨૦૧૮
Running time
૧૫૮ મિનિટ
Countryભારત
Languageગુજરાતી
Budget$૪૪૧૦૦૩[૧]
Box officeINR ૩ કરોડ (યુ.એસ. $ ૪,૧૭,૪૩૮)[૨]

રેવા એ વર્ષ ૨૦૧૮માં પ્રસ્તુત થયેલી એક ગુજરાતી ફિલ્મ છે. બ્રેઈનબોક્ષ અને વડોદરા ટોકીઝ દ્વારા પ્રસ્તુત કરાયેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર છે. આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર ધૃવ ભટ્ટની ૧૯૯૮માં પ્રગટ થયેલી નવલકથા તત્ત્વમસિ પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પુરસ્કૃત કરવામાં આવી છે.[૩]

કથા[ફેરફાર કરો]

કરણ એક ૨૫ વર્ષીય અમેરિકન NRI છે. વારસામાં મળેલી સુખસાહ્યબી અને ખર્ચાળ જીવનશૈલી તેના જીવનનું એકમાત્ર કેન્દ્રબિંદુ છે. અચાનક તેના દાદાનું અવસાન થઈ જાય છે. તેના દાદાએ તેમની તમામ સંપત્તિ ભારતમાં નર્મદા નદીને કિનારે આવેલા એક આશ્રમને દાન આપી દીધી છે. આશ્રમના ટ્રસ્ટીઓના હસ્તાક્ષરવાળુ "ના વાંધા પ્રમાણપત્ર" આ સંપત્તિ પાછી મેળવવાનો એક માત્ર રસ્તો છે. આ પ્રકારે સંપત્તિ પાછી મેળવવાના લક્ષ્ય સાથે કરણ ભારતની મુલાકાતે આવે છે. ટ્રસ્ટીઓને રાજી કરવાના પ્રયાસોમાં તે નિયતિની ઘટમાળમાં ગુંથાતો જાય છે. અને અહીંથી તેના ભીતરની એક અનંત યાત્રાનો પ્રારંભ થાય છે.[૪]

કલાકાર[ફેરફાર કરો]

 • ચેતન ધાનાણી
 • મોનલ ગજ્જર
 • યતિન કાર્યેકર
 • મુનિ ઝા
 • દયાશંકર પાંડે
 • અભિનય બેંકર
 • સેજલ શાહ
 • અતુલ મહાલે
 • સુભાષ બ્રહ્મભટ્ટ
 • ફિરોજ ભગત
 • રૂપા બોરગાંવકર
 • પ્રશાન્ત બારોટ
 • મલ્હાર ઠાકર - વિશેષ ઉપસ્થિતિ

પ્રસ્તુતિ[ફેરફાર કરો]

આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર ધૃવ ભટ્ટની ૧૯૯૮માં પ્રગટ થયેલી નવલકથા તત્ત્વમસિ પર આધારિત છે.[૫]ફિલ્મના દિગ્દર્શક માટે પાત્રોની સંખ્યા અને કથાનું હાર્દ તથા તેની પાછળનું દર્શન એક પડકાર હતો. આથી લેખકે તેમને કથામાં સુધારાવધારા કરવાની અનુમતિ આપી હતી. ફિલ્મની પટકથા દિગ્દર્શકો દ્વારા જ લખવામાં આવી હતી. આ ફિલ્મનું શુટિંગ ગુજરાત અને મહારાષ્ટ્રના નર્મદા નદીને કિનારે આવેલા ભેડાઘાટ, ગૌરીઘાટ, મહેશ્વર ઘાટ અને માંગરોલ જેવા ૧૫ જેટલા અલગ અલગ સ્થાનો પર કરવામાં આવ્યું હતું.[૬]

ગીત-સંગીત[ફેરફાર કરો]

ફિલ્મનું સંગીત અમર ખાંડાએ આપ્યું હતું તથા ૩ માર્ચ ૨૦૧૮ ના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું.[૭]

ગીત નંબર
ક્રમ શીર્ષકગાયક અવધિ
1. "મા રેવા"  કિર્તીદાન ગઢવી ૩:૨૨
2. "રેવા શિર્ષક ગીત"  દિવ્ય કુમાર ૩:૪૨
3. "નમામિ દેવી નર્મદે"  ભવ્ય પંડિત, શલાકાઅ રેડકર,
શ્રીરામ ઐયર
૪:૧૨
4. "સંગીત જલસો (દરસ પિયા સી)"  અર્પિતા મુખર્જી ૫:૦૫
5. "ઊઠ જાગ મુસાફિર"  શહજાન મુજીબ, અર્ચના શ્રીકાંત ૩:૪૩
6. "કાળો ભમ્મરિયો"  આરોહી માત્રે ૨:૪૪
કુલ લંબાઈ:
૨૧:૩૫

રજૂઆત[ફેરફાર કરો]

ફિલ્મ ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રજૂ કરવામાં આવી હતી.[૮][૯] ફિલ્મએ બોક્સ ઓફિસ પર INR ૩ કરોડ (યુ.એસ. $ ૪,૧૭,૪૩૮)થી વધુની કમાણી કરી હતી[૨]

આવકાર[ફેરફાર કરો]

ફિલ્મની શરૂઆત સકારાત્મક થઈ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના શ્રુતિ જાંભેકરે ફિલ્મને પાંચમાંથી ૩.૫નું રેટિંગ્સ આપ્યું હતું. તેમણે વાર્તાબીજ, કથાગુંથણી, છાયાંકન (સિનેમેટોગ્રાફી) તથા ફિલ્મ નિષ્પાદનની પ્રશંસા કરી. પરંતુ ફિલ્મની લંબાઈની ટીકા કરી.[૧૦]દેશ ગુજરાતે પણ ફિલ્મને પાંચમાંથી ૩.૫નું રેટિંગ્સ આપ્યું હતું. ફિલ્મનું સંગીત ખૂબ વખણાયું હતું.[૧૧]

આ ફિલ્મએ વર્ષ ૨૦૧૮ની ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. https://filmfreeway.com/Reva-1
 2. ૨.૦ ૨.૧ "Reva Movie Box Office Collection". BookMyShow. Retrieved 2019-06-14. Check date values in: |access-date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ "66th National Film Awards: Full winners list". 9 August 2019. Check date values in: |date= (મદદ)
 4. "Reva - Official Trailer". Entertainment Times. Times of India. Retrieved 30 March 2018. Check date values in: |accessdate= (મદદ)
 5. Das, Soumitra (2018-04-06). "It was a delight to adapt Tatvamasi into Reva: Rahul Bhole and Vinit Kanojia". The Times of India. Retrieved 2018-04-16. Check date values in: |access-date=, |date= (મદદ)
 6. મિસ્ત્રી, કેતન (૬ એપ્રિલ ૨૦૧૮). "'રેવા' ફિલ્મ: નર્મદાસ્નાનની અનન્ય અનુભૂતિ!". ચિત્રલેખા. Retrieved ૧૪-૦૬-૨૦૧૯. Check date values in: |access-date=, |date= (મદદ)
 7. "Reva - Original Motion Picture Soundtrack". Saavn.
 8. "Reva (2018)". Retrieved 30 March 2018. Check date values in: |accessdate= (મદદ)
 9. "Reva". Entertainment Times. Times News Network. Retrieved 30 March 2018. Check date values in: |accessdate= (મદદ)
 10. Jambhekar, Shruti. "Reva: Movie Review". The Times of India. Retrieved 2018-04-10. Check date values in: |accessdate= (મદદ)
 11. "Gujarati Film Review: Reva". DeshGujarat (અંગ્રેજી માં). 2018-04-07. Retrieved 2018-04-10. Check date values in: |access-date=, |date= (મદદ)

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]