હાજી અલારખિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાજી અલારખિયા
Haji Mohammed Allarakha Shivji.jpg
જન્મ૧૩ ડિસેમ્બર ૧૮૭૮ Edit this on Wikidata
મૃત્યુ૨૧ જાન્યુઆરી ૧૯૨૧ Edit this on Wikidata
હાજી મહમ્મદ દ્વારા સ્થાપિત ‘વીસમી સદી’ સામાયિકનું મુખપત્ર

અલારખિયા હાજી મહમ્મદ શિવજી (૧૩ ડિસેમ્બર ૧૮૭૯ - ૨૧ જાન્યુઆરી ૧૯૨૧) એ ગુજરાતી ભાષાના એક સાહિત્યકાર હતા. તેઓ પત્રકાર તેમ જ લેખક હતા. એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું.

ઈ.સ. ૧૮૯૫ થી એમણે અંગ્રેજી, હિંદી, ફારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રસિદ્ધ ‘વીસમી સદી’ અખબારના સંસ્થાપક હતા. આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા. એમનું ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈ ખાતે અવસાન થયું હતું.

સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે ‘સલીમ’ ઉપનામથી ‘મોગલ રંગ મહેલ’, ‘શીશ મહેલ’ જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક ‘મહેરૂન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ’ (૧૯૦૪) તથા આત્મવિદ્યા પર લખાયેલી નવલકથા ‘રશીદા’ (૧૯૦૮) પણ લખ્યાં છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "કળાના શહીદ:હાજી મહંમદ શિવજી". દિવ્ય ભાસ્કર, વડોદરા (પાના નં-૬). ૧૩ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૧૩ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]