લખાણ પર જાઓ

નવલકથા

વિકિપીડિયામાંથી

નવલકથા એ ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.

પરિચય[ફેરફાર કરો]

એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા” . આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.

યુરોપ ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક સ્પેનિશ ભાષામાં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.

અંગ્રેજી ભાષાની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં જોન બુન્યાન દ્વારા લખવામાં આવેલી “દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.

ભારતીય ભાષાઓમાં પ્રથમ નવલકથાઓ[ફેરફાર કરો]

નીચે આપેલી નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.

આ રીતે આપણે જોઇ શકીએ છે કે ભારત દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.

હિન્દી ભાષા[ફેરફાર કરો]

  • દેવરાની જેઠાની કી કહાની - પંડિત ગૌરીદત્ત, ઇ. સ. ૧૮૭૦. શ્રદ્ધારામ ફિલ્લૌરીની ભાગ્યવતી અને લાલા શ્રીનિવાસ દાસની પરીક્ષા ગુરૂ નવલકથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છે.

મલયાલમ ભાષા[ફેરફાર કરો]

  • ઇંદુલેખા - ચંદુ મેનોન, ઇ.સ. ૧૮૮૯.

તમિલ ભાષા[ફેરફાર કરો]

  • પ્રતાપ મુદલિયાર - મયૂરમ વેદનાયગમ પિલ્લૈ, ઇ.સ. ૧૮૭૯.

બંગાળી ભાષા[ફેરફાર કરો]

ભોજપુરી ભાષા[ફેરફાર કરો]

  • બિંદિયા - રામનાથ પાંડેય, ઇ.સ.૧૯૫૬.

મરાઠી ભાષા[ફેરફાર કરો]

  • યમુના પર્યટન - બાબા પદ્મજી, ઇ.સ. ૧૮૫૭.