કંકુ (ચલચિત્ર)
કંકુ | |
---|---|
દિગ્દર્શક | કાંતિલાલ રાઠોડ |
લેખક | પન્નાલાલ પટેલ |
નિર્માતા | કાંતિલાલ રાઠોડ |
કલાકારો |
|
છબીકલા | કુમાર જયવન્ત |
સંગીત | દિલિપ ધોળકિયા |
નિર્માણ નિર્માણ સંસ્થા | આકાર ફિલ્મ્સ |
રજૂઆત તારીખ | ૧૯૬૯ |
અવધિ | ૧૪૮ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
કંકુ એ ૧૯૬૯માં નિર્મિત ગુજરાતી સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે. આ ફિલ્મમાં કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતાએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મ પન્નાલાલ પટેલની એજ નામની એક ટુંકી વાર્તા પર આધારિત છે.[૧] આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.[૨]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]આ ફિલ્મ કંકુ (પલ્લવી મહેતા) નામની એક વિધવાના જીવનના સંઘર્ષનો ચિતાર આપે છે.
નિર્માણ
[ફેરફાર કરો]ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલે ૧૯૩૬માં નવ-સૌરાષ્ટ્ર સામાયિક માટે એક ૨૦ પાનાની એક ટુંકી વાર્તા લખી હતી. કાંતિલાલ રાઠોડે તેમને મળી આ વાર્તા પર ફિલ્મ બનાવવા રાજી કર્યા. પન્નાલાલ પટેલે જ આ ફિલ્મના સંવાદો પણ લખ્યા.[૩]
સંગીત
[ફેરફાર કરો]Untitled | |
---|---|
All lyrics are written by વેણીભાઈ પુરોહિત; all music is composed by દિલિપ ધોળકિયા[૪].
ક્રમ | શીર્ષક | ગીત | ગાયકો | અવધિ |
---|---|---|---|---|
1. | "લુચ્ચાં રે લુચ્ચાં" | વેણીભાઈ પુરોહીત | ઈસ્માઈલ વાલેરા | ૩:૧૮ |
2. | "આ મસ્ત ઘટાઓ શ્રાવણની" | વેણીભાઈ પુરોહિત | ઈસ્માઈલ વાલેરા | ૩:૨૮ |
3. | "મુને અંધારે બોલાવે" | વેણીભાઈ પુરોહિત | હંસા દવે | ૩:૨૭ |
4. | "પગલુ પાગલ મન આત્વનું" | વેણીભાઈ પુરોહિત | હંસા દવે | ૩:૩૩ |
કુલ અવધિ: | ૧૩.૪૬ |
આવકાર
[ફેરફાર કરો]આ ફિલ્મ આર્થિક રીતે સફળ રહી હતી અને વિવેચકોએ પણ વખાણી હતી.[૫] ફિલ્મ વિવેચક અમૃત ગંગરે આ ફિલ્મને ગુજરાતી ફિલ્મોની આકાશગંગાનો પ્રથમ સાચો ચમકારો ગણાવ્યો હતો.
હોમ-વિડિયો
[ફેરફાર કરો]મોસર બેયરે આ ફિલ્મની ડી.વી.ડી બહાર પાડી હતી. તે મૂળ ફિલ્મનું ટૂંકું સ્વરૂપ હતું. મૂળ ફિલ્મમાંથી ૧૨ મિનિટ જેટલો ભાગ કાપી ૧૩૬ મિનિટની ડી.વી.ડી. બનાવાઈ હતી.
અન્ય રૂપાંતરણ
[ફેરફાર કરો]આ ફિલ્મની સફળતા પછી પન્નાલાલ પટેલે વિસ્તારીને નવલકથા લખી, જેને ધારાવાહી રૂપે જનસત્તા વર્તમાન પત્રમાં ૧૯૭૦ દરમ્યાન છાપવામાં આવી હતી. તેમણે તે નવલકથા કાંતિલાલ રાઠોડને અર્પણ કરી હતી.
ઈનામો
[ફેરફાર કરો]૧૯૭૦માં પલ્લવી મહેતાને શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેળામાં પુરસ્કાર મળ્યો હતો.[૬] આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ K. Moti Gokulsing; Wimal Dissanayake (૧૭ એપ્રિલ ૨૦૧૩). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ ૯૫–૯૬. ISBN 978-1-136-77291-7. મેળવેલ ૧૬ જુલાઇ ૨૦૧૫.
- ↑ ૨.૦ ૨.૧ "17th National Film Awards" (PDF). Directorate of Film Festivals. મૂળ (PDF) માંથી 2012-02-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ Pandya, Hirendra R. (૯ મે ૨૦૧૫). "૫". ગુજરાતી નવલકથા પર આધારિત ફિલ્મ સર્જનમાં રૂપાંતર પ્રક્રિયાની તપાસ (PhD). Department of Gujarati, Sardar Patel University. પૃષ્ઠ ૪૭૫-૫૪૫. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૭.
- ↑ The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. ૧૯૭૨. પૃષ્ઠ ૧૯.
- ↑ Rajika Kirpalani (૧૯૭૦). Another Time, Another Place: Selected Writings of Rajika Kirpalani. Rajika Education Trust. પૃષ્ઠ ૪૨.
- ↑ "Gujarati Movie - Kanku". Gujaratilexicon.com. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.