સિદ્ધાર્થ રાંદેરીયા

વિકિપીડિયામાંથી
સિદ્ધાર્થ રાંદેરીયા
જન્મની વિગત૧૭ ડિસેમ્બર ૧૯૫૫
વ્યવસાયનાટક અને ચલચિત્ર અભિનેતા

સિદ્ધાર્થ રાંદેરીયા ગુજરાતી નાટક અને ગુજરાતી સિનેમાના અભિનેતા છે.[૧]

તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે.[૧]

તેઓ ગુજરાતી ભાષાના રમૂજી નાટકો માટે જાણીતા છે, જેના માટે તેમણે સંખ્યાબંધ પુરસ્કારો લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે મેળવ્યા છે. તેઓ ૧૯૭૦થી નાટ્યજગત સાથે જોડાયેલા છે અને ઘણાં નાટકોમાં મુખ્ય અભિનેતાનો અભિનય કર્યો છે. તેમની ગુજ્જુભાઇ શ્રેણી નાટક ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું સાથે ૨૦૦૨માં શરૂ થઇ હતી. લગે રહો ગુજ્જુભાઇ (૨૦૦૭) નાટકે ત્રણ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ૭૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. બીજા ગુજ્જુભાઇ નાટકો; ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું, લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઇની ગોલમાલ (૨૦૧૨) એ ૩૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. તેમના છેલ્લાં નાટક ગુજ્જુભાઇ બન્યા દબંગ એ ૧૪ મહિનામાં ૩૨૫ પ્રયોગો પૂર્ણ કર્યા હતા.[૨] તેમણે ગુજરાતી સિનેમા જગતમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં અત્યંત સફળ નિવડેલા ચલચિત્ર ગુજ્જુભાઇ ધ ગ્રેટથી પ્રવેશ કર્યો.[૩]

નાટકો અને ચલચિત્રો[ફેરફાર કરો]

નાટકો
  • ગુજ્જુભાઇ શ્રેણી:
    • ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું (૨૦૦૨)
    • લગે રહો ગુજ્જુભાઇ (૨૦૦૭)[૨]
    • લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા
    • ગુજ્જુભાઇ ની ગોલમાલ (૨૦૧૨)
    • ગુજ્જુભાઇ બન્યા દબંગ
  • બસ કર બકુલા[૧]
  • કેરી ઓન લાલુ
  • અમારી દુનિયા તમારી દુનિયા,
  • ગુરુબ્રહ્મા[૧]
  • પ્રેમ ના પબ્લિક ઇસ્યુ
  • ખાનદાન
  • પતિ નામે પતંગિયું
  • વાત બહાર જાય નહી
  • રંગ છે રાજ્જા
  • એક સોનેરી સવાર
  • અજબ કરામત
  • સાચા બોલા જુઠાલાલ
ચલચિત્રો
  • ગુજ્જુભાઇ ધ ગ્રેટ (૨૦૧૫)

તેમણે કેટલાક બોલીવુડ ચલચિત્રો જેવાં કે ખલનાયક અને શોર્ટકટ તેમજ વક્ત કી રફતાર અને કુડકુડિયા હાઉસ નં. ૪૩ જેવી ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય કર્યો છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Siddharth Randeria planning a movie on Gujjubhai series". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૩૦ જુલાઇ ૨૦૧૪.
  2. ૨.૦ ૨.૧ Stars, Siddharth Randeria (૨ એપ્રિલ ૨૦૧૫). "Siddharth Randeria Stars in Hit Gujarati Comedy Drama". India West. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫.
  3. "It's showtime for Gujjubhai". Ahmedabad Mirror. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2016-02-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]