કિરણ કુમાર

વિકિપીડિયામાંથી
કિરણ કુમાર
માર્ચ ૨૦૧૩માં કિરન કુમાર
જન્મની વિગત (1953-10-20) 20 October 1953 (ઉંમર 70)
મુંબઈ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
શિક્ષણ સંસ્થાફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, કેલી કૉલેજ ઈંદોર
ક્ષેત્રઅભિનય
વ્યવસાયફિલ્મ અને ટેલિવિઝન
સક્રિય વર્ષ૧૯૬૦–હાલ સુધી
ઉંચાઇ૧૮૮ સેમી
જીવનસાથીસુષમા વર્મા
સંતાનશૌર્ય (પુત્ર), સૃષ્ટિ (પુત્રી)
માતા-પિતાજીવણ (પિતા)

કિરણ કુમાર (જન્મ ૨૦ ઑક્ટોબર ૧૯૫૩) એ મુંબઈમાં રહેતા ભારતીય અભિનેતા છે. તેમણે ઘણી હિન્દી, રાજસ્થાની, ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કર્યું છે.[૧] ચાર્લી ૨[૨] એ તેમનો તાજેતરનો રંગમંચનો અભિનય છે.

અંગત જીવન[ફેરફાર કરો]

કિરણ કુમાર ચરિત્ર અભિનેતા જીવણનો પુત્ર છે. તેમણે પૂર્વ ગુજરાતી અભિનેત્રી સુષ્મા વર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે. તેમનો પુત્ર શૌર્ય, ફિલ્મોમાં રજૂ થવાની તૈયારીમાં છે અને તેણે ડેવિડ ધવન, અબ્બાસ મસ્તાન, ઇન્દ્ર કુમાર અને ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શકો સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે અને તેમની પુત્રી સૃષ્ટિ ફેશન ક્ષેત્રમાં સ્ટાઈલિશ અને સલાહકાર તરીકે કામ કરે છે.

કિરણ જન્મથી કાશ્મીરી છે અને ગિલગીટના વઝીર-એ-વઝારતના પરપૌત્ર હોવાને કારણે રાજવી પરિવાર સાથે તેમના સંબંધો છે.[૩] તે સાંઈ બાબાના અનુયાયી છે અને સંત સાંઈબાબાના નામ ઉપરથી સાંઈનામા વિઝન્સ નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

કારકિર્દી[ફેરફાર કરો]

ફિલ્મો[ફેરફાર કરો]

તેમણે કેલી કૉલેજ નામની ઈંદોરમાં આવેલી એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી, મુંબઈમાં બાંદ્રા ખાતે આવેલી આર.ડી. નેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)માં જોડાયા. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં તેઓ તેમના મિત્રોમાં "દિપક દાર" તરીકે જાણીતા હતા.[૩] એક યુવક તરીકે, તેઓ ફિલ્મ ઉદ્યોગ તરફ આકર્ષાયા હતા, તેનું અંશતઃ કારણ તેમના પિતાનો ફિલ્મો સાથેનો સંબંધ હતો. કુમારે ઈ.સ. ૧૯૭૧માં દો બૂન્દ પાનીમાં અભિનય કર્યો હતો અને બીજી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જંગલ મેં મંગલ જેવી અન્ય ફિલ્મો નિષ્ફળ નીવડતા તેમની કારકીર્દિને ધક્કો પહોંચ્યો હતો. આ પ્રકારના પછડાટ છતાં, કુમારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ ઝડપથી સફળ બન્યા અને "ગુજરાતી સિનેમાના બચ્ચન" શીર્ષક પામ્યા. રાકેશ રોશનની ખુદગર્ઝ ફિલ્મથી ફરી તેમને હિન્દી ફિલ્મોમાં તક મળી. તેઝાબ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓએ તેમને ખલનાયક તરીકે વખણાયા.

ગુજરાતી ચલચિત્ર યાદી

૧>અષાઢી બીજ

૨>હરસિધ્ધી માતા

૩>પરણ્યા એટલે પ્યારા લાડી

૪>રાજપુતાની

૫>સોનલ સુંદરી

૬>દોઢ ડાહ્યા

૭>રાખના રમકડાં

૮>જાગ્યા ત્યાંથી સવાર

૯>ભાભીના હેત

૧૦>ખબરદાર

૧૧>મા વિના સુનો સંસાર ૧૨>ચરોતરની ચંપા

૧૩>રસ્તાનો રાજા

૧૪>કળિયુગની સીતા

૧૫>સાયબા મોરા

૧૬>ફુટપાથની રાણી

૧૭>ગરવી નાર ગુજરાતની

૧૮>છેલછબીલી સોનલ ૧૯>અલબેલી નાર

૨૦>દિકરી ચાલી સાસરિયે

૨૧>ગંગાપુરની ગંગા

૨૨>વેરના વળામણા

૨૩>વેરની આગ

૨૪>સુહાગન

૨૫>મહેંદીનો રંગ રાતો

૨૬>નાગ પાંચમ

૨૭>મહિસાગરના મોતી

૨૮>કડલાની જોડ

૨૯>લાગ્યો કંસુબીનો રંગ ૩૦>પરશુરામ

૩૧>કુંજલ કાળજાની કોર

૩૨>ઉંચા ખોરડાની ખાનદાની

૩૩>આંગડીયા સજાઓ રાજ

૩૪>મોટાભા

૩૫>કાયદો

ટેલિવિઝન[ફેરફાર કરો]

તેમની પ્રથમ ટેલિવિઝન ધારાવાહિકમાં સિનેવિસ્ટા (સુનીલ મહેતા, પ્રેમ કિશન) સાથે હતી. ત્યારથી એક ટેલિવિઝન સ્ટાર તરીકે તેમણે પોતાની જાતને સ્થાપિત કરી. તેમણે ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું જેમ કે: જિંદગી, ઘુટન,[૪] સાહિલ, મંઝિલ, ગૃહસ્થી, કથા સાગર, ઔર ફિર એક દિન, પાપા, મિલી, છજ્જે છજ્જે કા પ્યાર અને વધુ.

એક સમયે તેઓ સાંઈનામા વિઝન્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની તૈયારીમાં હતા. જેમાં માટે આશિઆનાનો પ્રથમ એપિસોડ ફિલ્માવવામાં આવ્યો હતો.

તાજેતરમાં, તેમને એશિયન એકેડેમી ફિલ્મ ઍન્ડ ટેલિવિઝનની આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટેલિવિઝન ક્લબના આજીવન સભ્યપદથી સન્માનિત કરવામાં આવ્યા છે.

હાલમાં ભારતીય ટીવી પર સૌથી વધુ મહેનતાણું લેનાર કિરણ છેલ્લે અક્ષય કુમાર, જેકી શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ધર્મા બ્રધર્સમાં રૂપેરી પડદે જોવા મળ્યા હતા. તે પહેલાં તેમણે બોર્ન ફ્રી પ્રોડક્શનની બોબી જાસૂસમાં અનીસ ખાનનું પાત્ર ભજવ્યું હતું. સોહમ શાહની સંજય દત્ત અભિનીત આગામી ફિલ્મ શેર (હાલમાં આ ફિલ્મ અટવાઈ ગઈ છે) માં પણ કિરણ મુખ્ય ખલનાયક તરીકે ભૂમિકા ભજવે છે. તેઓ સામાજિક જાગૃતિની જાહેરાતો અને નાના સ્વતંત્ર સિનેમા ઉપરાંત, બાળકોના અધિકાર માટે લડતી સંસ્થાઓ અને કેન્સર જાગૃતિના પ્રોજેક્ટ્સ સાથે કાર્યરત વિવિધ પરોપકારી પરિયોજનાઓમાં સક્રિયપણે સામેલ છે.

તેઓ સિને અને ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિએશનની કેન્દ્રીય કમિટીના સભ્ય છે. તેમણે સ્ટાર સીન્ટા (CINTAA) સુપરસ્ટાર કા જલવા, નામની સિન્ટા માટે ભંડોળ એકઠું કરવા માટે યોજાયેલા એક કર્યક્રમને યોજવામાં મદદ કરી હતી.

પુરસ્કારો અને નામાંકન[ફેરફાર કરો]

  • ખુદા ગવાહમાં ખલનાયક ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર એવોર્ડ (૧૯૯૨)[૫]
  • ઘૂટન માટે મેયરનો ઍવોર્ડ.[૩]
  • ઔર ફિર એક દિન માટે મેયરનો ઍવોર્ડ.
  • સંયુક્તના પિતાની ભૂમિકા માટે ઝી ટીવી ઍવોર્ડ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "In the limelight: Seasoned actor Kiran Kumar talks of the many shades of his career". The Hindu. 13 November 2008. મૂળ માંથી 9 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 5 નવેમ્બર 2019.
  2. "CHARLIE 2 Hindi Play/Drama - www.MumbaiTheatreGuide.com". www.mumbaitheatreguide.com. મેળવેલ 2019-11-05.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "An Interview with Kiran Kumar".
  4. Larger than life characters are not part of his script : Kiran Kumar | Indian Television Dot Com. Indiantelevision.com (22 August 2002). Retrieved on 2017-04-12.
  5. "Kiran Kumar:Awards". મેળવેલ 12 November 2006.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]