લખાણ પર જાઓ

ભક્ત વિદુર (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
(ભક્ત વિદુર થી અહીં વાળેલું)
ભક્ત વિદુર
દિગ્દર્શકકાનજીભાઈ રાઠોડ
કલાકારોનીચે જુઓ
નિર્માણ
નિર્માણ સંસ્થા
કોહીનૂર ફિલ્મ કંપની
રજૂઆત તારીખ
૧૯૨૧
દેશભારત
ભાષામુંગી ફિલ્મ

ભક્ત વિદુર (હિંદી: भक्त विदुर) ૧૯૨૧માં કોહીનૂર ફિલ્મ કંપનીના નેજા હેઠળ બનેલી અને કાનજીભાઈ રાઠોડ દ્વારા દિગ્દર્શિત મુંગી ફિલ્મ છે.[] આ ફિલ્મમાં હિંદુ પૌરાણિક પાત્ર વિદુરને મહાત્મા ગાંધીનાં વ્યક્તિત્વમાં ઢાળવામાં આવેલું છે. આ પ્રથમ ભારતીય ચલચિત્ર હતું જેના પર પ્રતિબંધ મુકાયો હતો.[][][]

આ ફિલ્મની કથા હિંદુ પૌરાણિક મહાકાવ્ય મહાભારત અને પાંડવ કૌરવ વચ્ચેના શ્રેણીબદ્ધ વિખવાદ પર આધારીત છે. વિદુર, જે હસ્તિનાપુરના રાજાઓ ધૃતરાષ્ટ્ર અને પાંડુના સાવકા ભાઈ છે, તે આ ચલચિત્રનું મુખ્ય પાત્ર છે અને ફિલ્મનો ઘટનાક્રમ તેમના પરિપ્રેક્ષ્યથી ચિત્રિત કરાયેલો છે. સમગ્ર ફિલ્મમાં વિદુર વખતો વખત પોતાની કરુણા અને સહાનુભૂતિ પાંડવોના પક્ષમાં દર્શાવતા દેખાય છે. તે પાંડવોને આશ્વાસન આપે છે તથા ખાત્રી આપે છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે, અને કૌરવોને તેનાં પાપી કૃત્યોની સજા જરૂર થશે. પાંડવો અને કૌરવો વચ્ચેનો શ્રેણીબદ્ધ વિખવાદ અંતે ભયાનક કુરુક્ષેત્રના યુદ્ધમાં પરીણમે છે.[]

કલાકારો

[ફેરફાર કરો]

પ્રતિબંધો

[ફેરફાર કરો]

ભક્ત વિદુર ભારતની પ્રથમ એવી ફિલ્મ છે જેના પર પ્રતિબંધ મુકાયો હોય.[] આ ફિલ્મ ભારતમાં રોલેટ એક્ટ પસાર થયા પછી તુરંત આવી હતી. વિદુરનું પાત્ર કથિતપણે મહાત્મા ગાંધીના વ્યક્તિત્વની છાંટ ધરાવતું જણાય છે. ફિલ્મનાં ઘણાં દૃશ્યોમાં વિદુર ગાંધીજી જેવા, ખાદીવસ્ત્ર અને ગાંધીટોપી વગેરે, લેબાશમાં દર્શાવાયા છે. ફિલ્મમાં સંદર્ભરૂપે ભારતની ઘણી સમકાલીન રાજકિય ઘટનાઓ દર્શાવાઈ હતી. પરિણામ સ્વરૂપ, ફિલ્મ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો, સેન્સર બોર્ડના તારણ પ્રમાણે– "અમે જાણીયે છીએ કે તમે શું કરો છો, આ વિદુર નથી, ગાંધીજી છે, અમે આને મંજૂરી નહિ આપીએ."[] સેન્સર બોર્ડના અહેવાલમાં એમ પણ જણાવાયું કે– "આ સરકાર સામેનો અસંતોષ વધારે છે અને લોકોને અસહકાર માટે ઉશ્કેરે છે."[] આ ફિલ્મને મદ્રાસ, કરાચી અને અન્ય ઘણાં પ્રાંતોમાં પ્રતિબંધિત કરી દેવાઈ હતી.[][]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

ગુજરાતી સિનેમા

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Tejaswini Ganti (૨૫ જૂન ૨૦૦૪). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Routledge. પૃષ્ઠ 206–. ISBN 978-0-203-64394-5. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Jeannine Woods (૨૦૧૧). Visions of Empire and Other Imaginings: Cinema, Ireland and India 1910-1962. Peter Lang. પૃષ્ઠ 98–. ISBN 978-3-03911-974-5. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  3. Rachel Dwyer (૩૦ ઓગસ્ટ ૨૦૧૩). Filming the Gods: Religion and Indian Cinema. Routledge. પૃષ્ઠ 72–. ISBN 978-0-203-08865-4. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  4. "The five firsts of Indian Cinema". IBN Live. મૂળ માંથી 2012-05-30 પર સંગ્રહિત. મેળવેલ 17 March 2013.
  5. ૫.૦ ૫.૧ "Kanchi Babu". Anandabazar Patrika (Rabibasariya). ૧૭ માર્ચ ૨૦૧૩. |access-date= requires |url= (મદદ) બંગાળીમાં
  6. Heidi Rika Maria Pauwels (૧૭ ડિસેમ્બર ૨૦૦૭). Indian Literature and Popular Cinema: Recasting Classics. Routledge. પૃષ્ઠ 14. ISBN 978-1-134-06255-3. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]