કુરુક્ષેત્ર યુદ્ધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કુરુક્ષેત્ર યુદ્ધ
The Pandava and Kaurava armies face each other.JPG
9th day War Kurukshetra.JPG

મહાભારત મહાભારતની હસ્તલિખિત પાંડુલિપિનું એક ચિત્ર
તિથિ જુદા-જુદા દિવસોએ, ૩૦૦૦ ઇસ્વીસન પૂર્વે (સંભવિત)
સ્થાન કુરુક્ષેત્ર, વર્તમાન હરિયાણા રાજ્ય
પરિણામ કૌરવોની હાર, પાંડવોને સત્તાની પ્રાપ્તિ
યોદ્ધા
પાંડવના સેનાપતિયુધિષ્ઠિર કૌરવના સેનાપતિ ભીષ્મ
સેનાનાયક
ધ્રુષ્ટધુમ્ન  ભીષ્મ ,દ્રોણ ,કર્ણ ,
શલ્ય ,અશ્વત્થામા
શક્તિ/ક્ષમતા
7 અક્ષૌહિણી
૧૫,૩૦,૯૦૦ સૈનિક
11 અક્ષૌહિણી
૨૪,૦૫,૭૦૦ સૈનિક
મૃત્યુ અને હાની
બધા યોદ્ધાઓમાંથી
માત્ર ૮ જાણીતા વીરો બચ્યા-પાંચ પાંડવ, કૃષ્ણ, સાત્યકિ, યુયુત્સુ
બધા યોદ્ધાઓમાંથી
માત્ર ૩ જાણીતા વીરો બચ્યા
-અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા

કુરુક્ષેત્ર યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં લડવામાં આવ્યું હતું. આ યુદ્ધને ભારતના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે.[૧] મહાભારત મુજબ આ યુદ્ધમાં ભારતના નાના-મોટા અનેક રજવાડાઓએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં લાખો ક્ષત્રિય યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં ભારતવર્ષ ઉપરાંત અન્ય દેશોના રાજાઓએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો અને એ તમામ વીરગતિને પામ્યા હતા.[૧] આ ભીષણ યુદ્ધના પરિણામ સ્વરુપે ભારતમાં એ સમયે ક્ષણિક સમય માટે જ્ઞાન, વિજ્ઞાન અને વીર યોદ્ધાઓના અભાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ મહાન યુદ્ધનું વર્ણન વેદવ્યાસ દ્વારા મહાભારત નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથને હજારો વર્ષો સુધી ભારતવર્ષમાં ગાઈ, સાંભળીને તેમજ તામ્રપત્રો પર લખીને યાદ રાખવામાં આવ્યો હતો. હવે તે અધ્યતન સ્વરુપે પણ ઉપ્લબ્ધ છે.[૨]

મહાભારતમાં મુખ્યત્વે ચંદ્રવંશીઓના બે પરિવારો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા ભીષણ યુદ્ધનું વૃતાંત છે. ૧૦૦ કૌરવો અને પાંચ પાંડવો વચ્ચે કુરુ રાજ્યની ભૂમિ અને હસ્તિનાપુરની રાજગાદી માટે સંઘર્ષ શરુ થયો અને તેના પરિણામ સ્વરુપે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા આ યુદ્ધનું સ્થળ હાલનાં હરિયાણા રાજ્યમાં છે. આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો.[૩] મહાભારતમાં આ યુદ્ધને ધર્મયુદ્ધ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, કારણ કે તે પાંડવ તરફે માત્ર સત્તા, રાજ્ય કે જમીનની પ્રાપ્તિ માટે નહીં પણ ન્યાય અને ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું.[૧] મહાભારતની સ્મૃતિ તાજી કરતા કેટલાક સ્થળો અને અવશેષો ભારતમાં આવેલા છે. દિલ્લીમાં આવેલા પુરાના કિલ્લાને પાંડવોના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.[૪]કુરુક્ષેત્રમાંથી પણ પુરાતત્વ વિભાગ દ્વારા મહાભારતકાળના બાણ અને ભાલાઓ પ્રાપ્ત કરવામાં આવ્યા છે.[૫]ગુજરાતમાં દરીયામાં ડૂબી ગયેલા શહેરો પણ મળી આવ્યા છે.[૬]જેનો સંદર્ભ મહાભારતમાં વર્ણવાયેલી દ્વારકા નગરી સાથે જોડવામાં આવે છે.[૭], આ સિવાય બરનાવામાં પણ લાક્ષગૃહના અવશેષો મળી આવ્યા છે.[૮], આ બધા પ્રમાણ મહાભારતની સત્યતા સિદ્ધ કરે છે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

મહાભારતનું યુદ્ધ થવાનું મુખ્ય કારણ કૌરવોની ઊચ્ચ મહત્વકાંક્ષાઓ અને ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ હતા. કૌરવો અને પાંડવો પરસ્પર કૌટુંબિક ભાઈઓ હતા. વેદવ્યાસના નિયોગથી વિચિત્રવિર્યની પત્ની અંબિકાના ગર્ભથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાના ગર્ભથી પાંડુની ઉત્પત્તિ થઈ હતી. ગાંધારીએ મંત્રશક્તિ દ્વારા ૧૦૦ પુત્રો ઉત્પન્ન કર્યા હતા જેમાં દુર્યોધન સૌથી મોટો પુત્ર હતો. પાંડુના યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના પાંચ પુત્રો હતા. પ્રથમ ત્રણ પુત્રો કુંતી દ્વારા મંત્રશક્તિથી ઉત્પન્ન થયા હતા જ્યારે નકુળ અને સહદેવ માદ્રીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા એટલે રાજ્યશાસન પાંડુને સોંપવામાં આવ્યું હતું તેથી ધૃતરાષ્ટ્ર પાંડુના પુત્રો પ્રત્યે દ્રેષભાવ રાખતો હતો. આ દ્રેષભાવના દુર્યોધન દ્વારા ફળીભૂત થઈ અને મામા શકુનીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. શકુનીના કહેવાથી દુર્યોધને નાનપણથી માંડીને લાક્ષાગૃહ સુધી અનેક પ્રકારના ષડયંત્રો રચ્યા. પણ બધી જ વખત તેની ચાલ નિષ્ફળ ગઈ હતી. યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દેવામાં આવ્યા હતા. પાંડવોને લાક્ષાગ્રુહમાં મારી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પાછળથી યુવરાજ તરીકે દુર્યોધનના નામની ઘોષણા કરી દેવામાં આવી. પાંડવોએ પરત આવીને પોતાના રાજ્યની માગણી કરી ત્યારે તેમને રાજ્યના નામે ખાંડવ વન આપવામાં આવ્યું. ધૃતરાષ્ટ્રના અનુરોધથી ગૃહયુદ્ધથી બચવા માટે યુધિષ્ઠિરે આ પ્રસ્તાવ પણ સ્વીકારી લીધો. શ્રીકૃષ્ણ દ્વારા દેવતાઓના શિલ્પીની મદદથી ભવ્ય ઇન્દ્રપ્રસ્થ નામની નગરીનું નિર્માણ કરવામાં આવ્યું. પાંડવોએ વિશ્વવિજય કરીને પ્રચૂર માત્રામાં ધનવૈભવ એકત્રિત કરીને રાજસૂય યજ્ઞ કર્યો. દુર્યોધન અને શકુની પાંડવોની આ ઉન્નતિ જોઇ ન શક્યા એટલે કૌરવોએ ધૂર્તવિદ્યા દ્વારા છળથી પાંડવો પાસેથી રાજ્યશાસન જીતી લીધુંં, ભરી સભામાં દ્રોપદીના ચીરનું હરણ કરવામાં આવ્યું. પાંડવોને વનમાં એકાંતવાસમાં મોકલી દેવામાં આવ્યા. ચીરહરણની ધૃણાસ્પદ ઘટનાની સાથે જ યુદ્ધના બીજ રોપાઇ ગયા હતા. જુગારમાં હારી જવાથી પાંડવોને ૧૨ વર્ષ સુધી વનવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. આ શરત પૂર્ણ થયા પછી પણ કૌરવોએ પાંડવોને તેમનું રાજ્ય સોંપવાની ના પાડી દીધી જેથી અન્યાય સામે યુદ્ધ કરવા માટે પાંડવો વિવશ બન્યા. શ્રીકૃષ્ણ દ્વારા યુદ્ધ ન થાય તે માટે યથાસંભવ તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ બધા જ નિષ્ફળ નીવડયાં. છેવટે કૌરવો પાંડવોને પાંચ ગામ આપે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો પણ સોયની અણી બરાબર જમીન આપવા પણ કૌરવો તૈયાર ન થયા.

કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અને અર્જુન

યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો પછી પણ કૌરવો જ્યારે પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે તૈયાર ન થયા ત્યારે બન્ને પક્ષે યુદ્ધની તૈયારીઓ થવા માંડી. કૌરવોએ ૧૧ અક્ષૌહિણી અને પાંડવોએ ૭ અક્ષૌહિણી સેના એકત્રિત કરી. યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થયા બાદ કૌરવો અને પાંડવો બન્નેના દળો યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં પહોચ્યાં, જ્યાં આ મહા ભયંકર યુદ્ધ લડવામાં આવ્યું હતું.[૯] કુરુક્ષેત્રના એ ભયાનક ધમાસાણ અને સંહારક યુદ્ધનું વર્ણન મહાભારત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેમાં એક શ્લોક[૧૦] નીચે મુજબ છે:-

न पुत्रः पितरं जज्ञे पिता वा पुत्रमौरसम्।
भ्राता भ्रातरं तत्र स्वस्रीयं न च मातुलः॥
અર્થાત:
આ યુદ્ધમાં ન પુત્ર પિતાને, ન પિતા પુત્રને,
ન ભાઈ ભાઈને, ન મિત્ર મિત્રને કે ન મામા ભાણેજને ઓળખતા હતા.

ઐતિહાસિકતા[ફેરફાર કરો]

મહાભારત કાળમાં ભારત

મહાભારતના યુદ્ધનો સમય સામાન્ય રીતે ઇસ્વીસનની શરુઆત પહેલા ૩૨૦૦ વર્ષ પહેલાનો માનવામાં આવે છે. કેટલાક પશ્વિમી વિદ્વાનો તેનો સમય ૧૦૦૦ ઇસ્વીસન પૂર્વેનો માને છે અને આ માટે મહાભારતમાં વર્ણવવામાં આવેલા સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેના આધારે પણ ગણતરી કરવામાં આવે છે. પણ વિદ્વાનો વચ્ચે સમયાવધિ મુદ્દે હંમેશા મતભેદ રહ્યા છે અને કોઇ સર્વમાન્ય સમય નિર્ધારીત કરી શકાયો નથી. પૌરાણિક આધારો અને ભારતીય કાલગણના મુજબ આ યુદ્ધ દ્વાપરયુગના અંતમાં થયું હતું. યુદ્ધની સમાપ્તિના થોડા વર્ષો બાદ કલિયુગનો પ્રારંભ થયો હતો.

 • વિશ્વ વિખ્યાત ભારતીય ગણિતજ્ઞ અને અને ખગોળજ્ઞ વરાહમિહિરના મત અનુસાર મહાભારતનું યુદ્ધ ૨૪૪૯ ઇસ્વીસન પૂર્વે થયું હતું.[૧૧]
 • ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટના કથન અનુસાર કુરુક્ષેત્રમાં યુદ્ધ ૧૮ ફેબ્રુઆરી ઇસ્વીસન પૂર્વે ૩૯૦૨માં થયું હતું.[૧૨]
 • ચાલુક્ય વંશના સમ્રાટ પુલકેશી દ્વિતિય દ્વારા પાંચમી શતાબ્દીમાં લખાયેલા એહાલ અભિલેખમાં એવો ઉલ્લેખ મળે છે કે મહાભારતના યુદ્ધને ૩૭૩૫ વર્ષ જેટલો સમય વિતી ગયો છે, એ દ્રષ્ટિએ મહાભારતનું યુદ્ધ ઇસ્વીસનના ૩૯૦૦ વર્ષ પૂર્વે લડવામાં આવ્યું હતું.[૧૩]
 • કેટલાક વિદ્વાનો પુરાણોમાં વર્ણવવામાં આવેલી વિવિધ રાજ વંશાવળીઓને સરખાવીને કુરુક્ષેત્રનું યુદ્ધ ઇસ્વીસન ૧૯૦૦ પૂર્વે થયું હોવાનું માને છે. રાજવંશાવલીઓને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે મેળવીને જોવામાં આવે તો ઇસ્વીસન ૧૯૦૦ પૂર્વેનો સમય નીકળે છે, કેટલાક વિદ્વાનો ચન્દ્રગુપ્ત મૌર્ય ૧૫૦૦ ઇસ્વીસન પૂર્વે થયો હોવાનું માને છે, એ ગણતરી મુજબ મહાભારતના યુદ્ધનો સમય ઇસ્વીસન પૂર્વે ૩૯૦૦ વર્ષ પૂર્વેનો નીકળે છે. યુનાનના રાજપૂત મેગસ્થનીજ દ્વારા પોતાના એક પુસ્તક ઇંડિકામાં ચન્દ્રગુપ્ત નામના રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રાજા ગુપ્ત વંશનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હોવાની શક્યતા છે. એ મુજબ ઇસ્વીસનના ૩૯૦૦ વર્ષ પૂર્વેનો સમય માનવામાં આવે છે.[૧૪]
 • મોટા ભાગના પશ્વિમી વિદ્વાનો જેમ કે, માયકલ વિટજલના મત મુજબ મહાભારતનું યુદ્ધ ઇસ્વીસનના ૧૨૦૦ વર્ષ પૂર્વે થયું હતું. એ વિદ્વાનો આ સમયને લોહયુગનું નામ આપે છે.[૧૫]
 • અન્ય કેટલાક પશ્વિમી વિદ્વાનો જેમ કે, પી.વી. હોલે મહાભારતમાં વર્ણવવામાં આવેલી આકાશિય સ્થિતિનો અભ્યાસ કરીને ૧૩ નવેંબર ઇસ્વીસન પૂર્વે ૩૯૪૩માં યુદ્ધ થયું હોવાનું માને છે.[૧૬]
 • ભારતીય વિદ્વાન પી વી વારટક મહાભારતમાં વર્ણવવામાં આવેલી ગ્રહ નક્ષત્રોની આકાશી સ્થિતિની ગણનાના આધારે ૧૬ ઓક્ટોમ્બર ઇસ્વીસન પૂર્વે ૫૫૩૧ના દિવસે આ યુદ્ધ શરુ થયું હોવાનું માને છે.[૧૭][૧૮]
 • કેટલાક વિદ્વાનો જેમ કે પી વી વારટક [૧૭][૧૮]ના મત મુજબ રાજદૂત મેગસ્થનીજ પોતાના પુસ્તક ઇંડિકામાં પોતાની ભારત યાત્રાનું વર્ણન કરે છે, જેમાં મથુરા નગરીમાં શૂરસૈનિકો સાથેની મુલાકાતનું વર્ણન છે. મેગસ્થનીજ કહે છે કે આ શૂરસૈનિકો કોઇ હેરાકલ્થ નામના દેવતાની પૂજા કરતા હતા. આ હેરાકલ્થ ચમત્કારી પુરુષ હતા અને ચંદ્રગુપ્તથી ૧૩૮ પેઢી પહેલા થયા હતા. હેરાકલ્સે ઘણા લગ્નો કર્યા હતા અને ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા હતા પણ તેના બધા જ્ પુત્રો પરસ્પર યુદ્ધ કરીને માર્યા ગયા હતા. આ હેરાકલ્સ એટલે શ્રીકૃષ્ણ એવું માનવામાં આવે છે. આ પેઢીઓના હિસાબથી ઇસ્વીસન પૂર્વે ૫૬૦૦-૩૯૦૦ દરમિયાન આ મહાભારતનું યુદ્ધ થયું હશે એમ માનવામાં આવે છે.
 • મોહેં-જો-દડોમાં ૧૯૨૭માં મૈકે દ્વારા કરવામાં આવેલા એક પુરાતાત્વિક ઉત્ખનનમાં મળી આવેલી એક પત્થરની ટેબ્લેટમાં એક નાના બાળકને બે વૃક્ષોને ખેંચતો દેખાડવામાં આવ્યો છે અને તેમાંથી બે પુરુષો નીકળીને એ બાળકને પ્રણામ કરતા દેખાડાયા છે. આ દ્રષ્યને શ્રીકૃષ્ણની બાળલીલાનું યમલાર્જુનનું દ્રષ્ય માનવામાં આવે છે અને એ અવશેષ જેટલો જૂનો છે એ મુજબ ઇસ્વીસન પૂર્વે ૩૦૦૦માં આ લોકો શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગોથી પરિચિત હતા એમ માનવામાં આવે છે.[૧૯]

શાંતિનો અંતિમ પ્રયાસ[ફેરફાર કરો]

કૌરવોની સભામાં યુદ્ધ ટાળવા શાંતિનો અંતિમ પ્રસ્તાવ લઈને ગયેલા શ્રી કૃષ્ણ

૧૨ વર્ષોં સુધી જ્ઞાતવાસ અને ૧ વર્ષ સુધી અજ્ઞાતવાસની શરત પૂર્ણ કરવા છતાં પણ જ્યારે કૌરવોંએ પાંડવોને તેમનું રાજ્ય પરત આપવા માટે ઇનકાર કરી દીધો ત્યારે પાંડવોને યુદ્ધ કરવા માટે વિવિશ થવું પડ્યું હતું. પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકે છે'. તેથી તેમણે આ યુદ્ધને રોકવા માટેના હરસંભવ પ્રયાસો કરવાનો સુઝાવ આપ્યો. તેમણે કહ્યું કે, 'દુર્યોધનને એક અંતિમ અવસર અવશ્ય આપવો જોઇએ'. આ માટે શ્રીકૃષ્ણ પાંડવોની તરફથી કુરુરાજ્યની સભામાં શાંતિદૂત બનીને ગયા અને દુર્યોધન સામે પાંડવોને માત્ર પાંચ ગામ આપીને યુદ્ધ ટાળવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન આપવા માટે પણ ઇનકાર કરી દીધો. શ્રીકૃષ્ણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, 'આ યુદ્ધના કારણે ભારે જાનહાની થશે અને અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાશે'. તેનાથી ક્રોધિત થઈને કૌરવોએ શ્રીકૃષ્ણને બંધીવાન બનાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે કૌરવોની સામે શ્રીકૃષ્ણે પોતાનું વિરાટ સ્વરુપ રજૂ કર્યું અને કૌરવોને એ વાતનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો કે આ સમગ્ર વિશ્વ મારામાં જ સમાયેલું છે અને મને કોઇ બાંધી શકે તેમ નથી. આ વિરાટ રુપ જોઇને કૌરવો ભયભીત બની ગયા. શ્રીકૃષ્ણ ત્યાંથી વિદાય થયા અને આ રીતે યુદ્ધ ટાળવા માટે સમજાવટનો અંતિમ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. આ કારણે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે વિવશ થવું પડ્યું.

આ સમયે ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર પાસે જઈને જણાવ્યું કે, 'તારા પુત્રોએ સમસ્ત ગુરુજનોની વાતોની અવહેલના કરીને અંતે મહાવિનાશકારી યુદ્ધ નોતર્યું છે'. ધૃતરાષ્ટ્રની યુદ્ધ નિહાળવાની મહેચ્છાના કારણે વેદવ્યાસે તેમને કહ્યું કે, 'હું તને દિવ્યદૃષ્ટિ આપી શકુ છું. તેના વડે તું આ મહાવિનાશકારી યુદ્ધની વિનાશલીલા તારી નજરે નિહાળી શકશે'. ધૃતરાષ્ટ્રે કહ્યું કે, 'મારા અને પાંડુના પુત્રોને પરસ્પર લડતા, મરતા, મારતા હું મારી આંખોથી જોઇ શકીશ નહીં પણ એવી વ્યવસ્થા કરવામાં આવે કે મને આ યુદ્ધના પળેપળના સમાચાર મળતા રહે'. તેથી વેદવ્યાસે સંજયને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી અને સંજય દિવ્યદૃષ્ટિ દ્વારા ત્યાં બેઠા બેઠા જ સમગ્ર યુદ્ધ પોતાની આંખોથી જોઇ શકે અને તેનું વર્ણન ધૃતરાષ્ટ્રને કહી સંભળાવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.[૨૦]

યુદ્ધની તૈયારીઓ અને કુરુક્ષેત્ર તરફ પ્રયાણ[ફેરફાર કરો]

સેનાઓ[ફેરફાર કરો]

કૌરવપક્ષની સેના
પાંડવપક્ષની સેના
સહયોગી જનપદ
મહારથી
તટસ્થ દળો
 • વિદર્ભ, શાલ્વ, ચીન, લૌહિત્ય, શોણિત ,નેપા, કોંકણ, કર્નાટક, કેરલ, આન્ધ્ર, દ્રવિડ઼ વગેરેએ આ યુદ્ધમાં ભાગ ન લીધો.

સેના વિભાગ[ફેરફાર કરો]

હથીયારો અને યુદ્ધસામગ્રી[ફેરફાર કરો]

પ્રાચીન સમયમાં યુદ્ધમાં નિપૂણ સેનાપતિઓ દ્વારા દુશ્મનને ભીડવવા માટે યુદ્ધના કેટલાયે પ્રકારના વ્યૂહો બનાવવામાં આવતા હતા જેનાથી પોતાની સેનાના સંરક્ષણ સાથે શત્રુની સેનામાં સહેલાઈથી પ્રવેશ મેળવીને તેના રાજાને ભીડવી શકાતો હતો. વ્યૂહમાં આખી સેનાને એક વ્યવસ્થિત રુપમાં ગોઠવવામાં આવતી હતી. સામા પક્ષે એક વ્યૂહ રચ્યો હોય તો તેને તોડવા માટે બીજા પ્રકારનો વ્યૂહ રચવામાં આવતો હતો. આવા અનેક પ્રકારના વ્યૂહો હતા જેના નામો તેના આકાર અથવા તો ગુણધર્મોના આધારે રાખવામાં આવ્યા છે. આ પ્રકારની વ્યૂહરચનાથી નાનામાં નાની સેના પણ વિશાળકાય લાગે છે અને મોટામાં મોટી સેનાનો પણ સામનો કરી શકે છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી જ્યારે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી તેમ છતાં પાંડવોની સેનાએ કૌરવોની સેનાને હરાવી દીધી હતી. મહાભારતના ૧૮ દિવસના યુદ્ધમાં બન્ને પક્ષો દ્વારા અનેક પ્રકારના વ્યૂહો રચવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મુખ્ય વ્યૂહ નીચે મુજબ છે:-

ક્રોન્ચ વ્યૂહ
મકર વ્યૂહ
કૂર્મ વ્યૂહ
ત્રિશુલ વ્યૂહ
ચક્ર વ્યૂહ
કમલ વ્યૂહ
ઓર્મી વ્યૂહ
વજ્ર વ્યૂહ
મણ્ડલ વ્યૂહ
ગરુડ વ્યૂહ
શકટ વ્યૂહ
અસૂર વ્યૂહ
દેવ વ્યૂહ
સૂચી વ્યૂહ
ચન્દ્રકાલ વ્યૂહ
શૃંગઘટક વ્યૂહ

મહાભારતકાળના શક્તિશાળી યોદ્ધાઓ[ફેરફાર કરો]

શ્રેણી
યોદ્ધા
વિવરણ
શ્રેણી૧
અર્જુન, શ્રીકૃષ્ણ, ભીષ્મ,
બલરામ, દ્રોણાચાર્ય, ભગદત્ત
આ એવા યોદ્ધાઓ હતા કે જેમણે યુદ્ધમાં કદી હારનો સ્વાદ ચાખ્યો જ નહોતો. તેઓની પાસે અનેક પ્રકારના દિવ્યાસ્ત્રો હતા. યુદ્ધકલામાં નિપુણ હતાં. મહાભારતમાં વર્ણન મુજબ તેઓ દેવતાઓને પણ હરાવવા માટે શક્તિમાન હતાં. અર્જુન અને શ્રીકૃષ્ણે અનેક વખત દેવતાઓને હરાવ્યા હતા. ભગવાન શિવને પણ યુદ્ધમાં સંતુષ્ટ કર્યા હતા. ભીષ્મએ ભગવાન પરશુરામને પરાજિત કર્યા હતા. ભગદત્ત ઇન્દ્રના મિત્ર હતા, તેમણે અનેક વખત દેવસુર સંગ્રામમાં દેવતાઓની સહાયતા કરી હતી.
શ્રેણી૨
ભીમ, કર્ણ, જરાસંધ, સાત્યકિ,
કૃતવર્મા, ભૂરિશ્ર્વા, અશ્વત્થામા,
અભિમન્યુ, કંસ
આ એવા યોદ્ધાઓ હતાં જેમણે યુદ્ધમાં ખૂબ જ ઓછી વખત હાર મેળવી હતી. તેઓની પાસે પણ દિવ્યાસ્ત્રોની કોઈ કમી નહોતી એટલું જ નહીં પણ પાશુપત જેવાં અતિ વિશેષ પ્રકારના દિવ્યાસ્ત્રો હતાં. આ બધાં યુદ્ધકલામાં પૂર્ણ રીતે પારંગત હતા અને અનેક જનપદોને યુદ્ધમાં હરાવી ચૂક્યા હતાં.
શ્રેણી૩
દુર્યોધન, ધૃષ્ટદ્યુમ્ન, શલ્ય, દ્રુપદ,
અલમ્બુષ, ઘટોત્કચ, કીચક
આ એવા યોદ્ધાઓ હતા જેમણે યુદ્ધમાં ઘણી ઓછી વખત હાર મેળવેલી. તેઓ ઉત્સાહ કે આવેશમાં આવીને મોટામાં મોટા યુદ્ધની બાજી પલટાવવાની ક્ષમતા ધરાવતાં હતાં. તેઓ યુદ્ધ કૌશલ્યમાં પ્રવીણ અને શ્રેષ્ઠ હતાં.
શ્રેણી૪
આ વીરો યુધ્ધકળામાં પૂર્ણ રીતે પારંગત અને પ્રવીણ હતાં. પણ તેઓની પાસે વધું દિવ્યાસ્ત્રો નહોતાં. તેમ છતાં તેઓ સામાન્ય વીરોની તુલનાએ શ્રેષ્ઠ પ્રકારના યોદ્ધાઓ હતા.
મહાભારતકાળના ક્રમશઃ મહાશક્તિશાળી જનપદ અને તેના પ્રતિનિધિઓ
મહાભારત અનુસાર આ જનપદ મહાભારતકાળમાં સૌથી વધુ વિકસિત અને આર્થિક રીતે સુદૃઢ જનપદો હતા, તેને એ સમયના વિકસિત દેશ માનવામાં આવતા હતાં તથા તેમાં પણ કુરુ અને યાદવ તો સૌથી અધિક શક્તિશાળી હતા. માત્ર આ બે જ જનપદો હતા જેમણે એ સમયે અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ કર્યો હતો.

યુદ્ધનો આરંભ અને અંત[ફેરફાર કરો]

યુદ્ધના નિયમોનું નિર્ધારણ[ફેરફાર કરો]

યુદ્ધ પહેલા[ફેરફાર કરો]

યુદ્ધનું વિવરણ અને ઘટનાક્રમ[ફેરફાર કરો]

યુદ્ધ કા દિન
વિવરણ
પાણ્ડવ પક્ષ કી ક્ષતિ
કૌરવ પક્ષ કી ક્ષતિ
મજબૂત પક્ષ
પહલા દિન
પહલે દિન કી સમાપ્તિ પર પાણ્ડવ પક્ષ કો ભારી હાનિ ઉઠાની પડ઼ી, વિરાટ નરેશ કે પુત્ર ઉત્તર ઔર શ્વેત ક્રમશઃ શલ્ય ઔર ભીષ્મ કે દ્વારા મારે ગયે. ભીષ્મ દ્વારા ઉનકે કઈ સૈનિકોં કા વધ કર દિયા ગયા. યહ દિન કૌરવોં કે ઉત્સાહ કો બઢ઼ાને વાલા થા. ઇસ દિન પાણ્ડવ કિસી ભી મુખ્ય કૌરવ વીર કો નહીં માર પાયે. [૨૧]
વિરાટ પુત્ર ઉત્તર ઔર શ્વેત
કૌરવ
દૂસરા દિન
ઇસ દિન પાણ્ડવ પક્ષ કી અધિક ક્ષતિ નહીં હુઈ, દ્રોણાચાર્ય ને ધૃષ્ટદ્યુમ્ન કો કઈ બાર હરાયા ઔર ઉસકે કઈ ધનુષ કાટ દિયે, ભીષ્મ દ્વારા અર્જુન ઔર શ્રીકૃષ્ણ કો કઈ બાર ઘાયલ કિયા ગયા, યહ દિન કૌરવોં કે લિયે ભારી પડ઼ા, ઇસ દિન ભીમ કા કલિંગોં ઔર નિષાદોં સે યુદ્ધ હુઆ તથા ભીમ દ્વારા સહસ્રોં કલિંગ ઔર નિષાદ માર ગિરાયે ગએ, અર્જુન ને ભી ભીષ્મ કો ભીષણ સંહાર મચાને સે રોકે રખા. [૨૧]
કલિંગરાજ ભાનુમાન્,કેતુમાન,અન્ય કલિંગ વીર
પાણ્ડવ
તીસરા દિન
ઇસ દિન ભીમ ને ઘટોત્કચ કે સાથ મિલકર દુર્યોધન કી સેના કો યુદ્ધ સે ભગા દિયા, ભીષ્મ દુર્યોધન કો આશ્વાસન દેકર ભીષણ સંહાર મચા દેતે હૈં, શ્રીકૃષ્ણ અર્જુન કો ભીષ્મ વધ કરને કો કહતે હૈ પરન્તુ અર્જુન ઉત્સાહ સે યુદ્ધ નહીં કર પાતા જિસસે શ્રીકૃષ્ણ સ્વયં ભીષ્મ કો મારને કે લિએ ઉદ્યત હો જાતે હૈ પરન્તુ અર્જુન ઉન્હે પ્રતિજ્ઞા રૂપી આશ્વાસન દેકર કૌરવ સેના કા ભીષણ સંહાર કરતે હૈ, વહ એક દિન મેં હી સમસ્ત પ્રાચ્ય, સૌવીર, ક્ષુદ્રક ઔર માલવ ક્ષત્રિયગણોં કો માર ગિરાતે હૈં. [૨૧]
પ્રાચ્ય,સૌવીર,ક્ષુદ્રક ઔર માલવ વીર
દોનોં
ચૌથા દિન
ઇસ દિન કૌરવોં ને અર્જુન કો અપને બાણોં સે ઢક દિયા, પરન્તુ અર્જુન ને સભી કો માર ભગાયા. ભીમ ને તો ઇસ દિન કૌરવ સેના મેં હાહાકાર મચા દી, દુર્યોધન ને અપની ગજસેના ભીમ કો મારને કે લિયે ભેજી પરન્તુ ઘટોત્કચ કી સહાયતા સે ભીમ ને ઉન સબકા નાશ કર દિયા ઔર ૧૪ કૌરવોં કો ભી માર ગિરાયા, પરન્તુ રાજા ભગદત્ત દ્વારા જલ્દ હી ભીમ પર નિયંત્રણ પા લિયા ગયા. બાદ મેં ભીષ્મ કો ભી અર્જુન ઔર ભીમ ને ભયંકર યુદ્ધ કર કડ઼ી ચુનૌતી દી. [૨૧]
ધૃતરાષ્ટ્ર કે ૧૪ પુત્ર
પાણ્ડવ
પાઁચવાઁ દિન
ઇસ દિન ભીષ્મ ને પાણ્ડવ સેના કો અપને બાણોં સે ઢક દિયા, ઉન પર રોક લગાને કે લિયે ક્રમશઃ અર્જુન ઔર ભીમ ને ઉનસે ભયંકર યુદ્ધ કિયા. સાત્યકિ ને દ્રોણાચાર્ય કો ભીષણ સંહાર કરને સે રોકે રખા. ભીષ્મ દ્વારા સાત્યકિ કો યુદ્ધ ક્ષેત્ર સે ભગા દિયા ગયા. [૨૧]
સાત્યકિ કે દસ પુત્ર
દોનોં
છઠા દિન
ઇસ દિન ભી દોનો પક્ષોં મેં ભયંકર યુદ્ધ ચલા, યુદ્ધ મેં બાર બાર અપની હાર સે દુર્યોધન ક્રોધિત હોતા રહા પરન્તુ ભીષ્મ ઉસે આશ્વાસન દેતે રહે. અંત મેં ભીષ્મ દ્વારા પાંચાલ સેના કા ભયંકર સંહાર કિયા ગયા. [૨૧]
દોનોં
સાતવાઁ દિન
ઇસ દિન અર્જુન કૌરવ સેના મેં ભગદડ઼ મચા દેતા હૈ, ધૃષ્ટદ્યુમ્ન દુર્યોધન કો યુદ્ધ મેં હરા દેતા હૈ, અર્જુન પુત્ર ઇરાવાન વિન્દ ઔર અનુવિન્દ કો હરા દેતે હૈ, ભગદત્ત ઘટોત્કચ કો ઔર નકુલ સહદેવ શલ્ય કો યુદ્ધ ક્ષેત્ર સે ભગા દેતે હૈં, ભીષ્મ પાણ્ડવ સેના કા ભયંકર સંહાર કરતે હૈં. [૨૧]
વિરાટ પુત્ર શંખ
દોનોં
આઠવાઁ દિન
ઇસ દિન ભી ભીષ્મ પાણ્ડવ સેના કા ભયંકર સંહાર કરતે હૈ, ભીમસેન ધૃતરાષ્ટ્ર કે આઠ પુત્રોં કા વધ કર દેતા હૈ, રાક્ષસ અમ્બલુષ અર્જુન પુત્ર ઇરાવાન કા વધ કર દેતા હૈ. એક બાર પુનઃ ઘટોત્કચ દુર્યોધન કો યુદ્ધ મેં અપની માયા દ્વારા પ્રતાડ઼િત કર યુદ્ધ સે ઉસકી સેના કો ભગા દેતા હૈ, તબ ભીષ્મ કી આજ્ઞા સે ભગદત્ત ઘટોત્કચ કો હરા કર ભીમ, યુધિષ્ઠિર વ અન્ય પાણ્ડવ સૈનિકોં કો પીછે ઢકેલ દેતા હૈ. દિન કે અંત તક ભીમસેન ધૃતરાષ્ટ્ર કે નૌ ઔર પુત્રો કા વધ કર દેતા હૈ. [૨૧]
અર્જુન પુત્ર ઇરાવાન
ધૃતરાષ્ટ્ર કે ૧૭ પુત્ર
કૌરવ
નૌવાઁ દિન
ઇસ દિન દુર્યોધન ભીષ્મ કો યા તો કર્ણ કો યુદ્ધ કરને કી આજ્ઞા દેને કો કહતા હૈ યા ફિર પાણ્ડવોં કા વધ કરને કો, તો ભીષ્મ ઉસે આશ્વાસન દેતે હૈં કિ કલ યા તો કૃષ્ણ અપની યુદ્ધ મે શસ્ત્ર ન ઉઠાને કી પ્રતિજ્ઞા તોડ઼ગે વરના વો કિસી એક પાણ્ડવ કા વધ અવશ્ય કર દેંગે. યુદ્ધ મેં આખિરકાર ભીષ્મ કે ભીષણ સંહાર કો રોકને કે લિયે કૃષ્ણ કો અપની પ્રતિજ્ઞા તોડ઼ની પડ઼તી હૈ પરન્તુ ઇસ દિન ભીષ્મ પાણ્ડવોં કી સેના કા અધિકાંશ ભાગ સમાપ્ત કર દેતે હૈં. [૨૧]
કૌરવ
દસવાઁ દિન
ઇસ દિન પાણ્ડવ શ્રીકૃષ્ણ કે કહને પર ભીષ્મ સે ઉનકી મુત્યુ કા ઉપાય પુછકર અર્જુન શિખણ્ડી કો આગે કર ભીષ્મ કે શરીર કો બાણોં સે ઢક દેતે હૈં, ભીષ્મ પાંચાલ તથા મત્સ્ય સેના કા ભયંકર સંહાર કર દેતે હૈ ઔર અંત મેં અર્જુન કે બાણોં સે વિદીર્ણ હો બાણોં કી ઉસ શય્યા પર લેટ જાતે હૈં. [૨૧]
શતાનીક
ભીષ્મ
પાણ્ડવ
ગ્યારહવાઁ દિન
કર્ણ કે કહને પર દ્રોણ સેનાપતિ બનાયે જાતે હૈં, કર્ણ ભી યુદ્ધ મેં આ જાતા હૈ જિસસે કૌરવોં કા ઉત્સાહ કઈ ગુણા બઢ઼ જાતા હૈ, દુર્યોધન ઔર શકુનિ દ્રોણ સે કહતે હૈ કિ વે યુધિષ્ઠિર કો બન્દી બના લેં તો યુદ્ધ અપનેઆપ ખત્મ હો જાયેગા, તો જબ દિન કે અંત મેં દ્રોણ યુધિષ્ઠિર કો યુદ્ધ મેં હરા કર ઉસે બન્દી બનાને કે લિયે આગે બઢ઼તે હી હૈં કિ અર્જુન આકર અપને બાણોં કી વર્ષા સે ઉન્હે રોક દેતા હૈ, કર્ણ ભી ઇસ દિન પાણ્ડવ સેના કા ભારી સંહાર કરતા હૈ. [૨૨]
વિરાટ
કૌરવ
બારહવાઁ દિન
પિછલે દિન અર્જુન કે કારણ યુધિષ્ઠિર કો બન્દી ન બના પાને કે કારણ શકુનિ વ દુર્યોધન અર્જુન કો યુધિષ્ઠિર સે કાફી દૂર ભેજને કે લિએ ત્રિગ‍ર્ત દેશ કે રાજા કો ઉસસે યુદ્ધ કર ઉસે વહીં યુદ્ધ મેં વ્યસ્ત બનાયે રખને કો કહતે હૈ, વે ઐસા કરતે ભી હૈ પરન્તુ એક બાર ફિર અર્જુન સમય પર પહુઁચ જાતા હૈ ઔર દ્રોણ અસફલ હો જાતે હૈં. [૨૨]
દ્રુપદ
ત્રિગર્ત નરેશ
દોનોં
તેરહવાઁ દિન
ઇસ દિન દુર્યોધન રાજા ભગદત્ત કો અર્જુન કો વ્યસ્ત બનાયે રખને કો કહતે હૈ ક્યોંકિ કેવલ વહી અર્જુન કી શ્રેણી કે યોદ્ધા થે, ભગદત્ત યુદ્ધ મેં એક બાર ફિર સે પાણ્ડવ વીરોં કો ભગા કર ભીમ કો એક બાર ફિર હરા દેતે હૈ ફિર અર્જુન કે સાથ ભયંકર યુદ્ધ કરતે હૈ, શ્રીકૃષ્ણ ભગદત્ત કે વૈષ્ણવાસ્ત્ર કો અપને ઊપર લે ઉસસે અર્જુન કી રક્ષા કરતે હૈ. અન્તતઃ અર્જુન ભગદત્ત કી આઁખો કી પટ્ટી કો તોડ઼ દેતા હૈ જિસસે ઉસે દિખના બન્દ હો જાતા હૈ ઔર અર્જુન ઇસ અવસ્થા મેં હી છ્લ સે ઉનકા વધ કર દેતા હૈ. ઇસી દિન દ્રોણ યુધિષ્ઠિર કે લિયે ચક્ર વ્યૂહ રચતે હૈં જિસે કેવલ અભિમન્યુ તોડ઼ના જાનતા થા પરન્તુ નિકલના નહીં જાનતા થા. અતઃ યુધિષ્ઠિર ભીમ આદિ કો ઉસકે સાથ ભેજતા હૈ પરન્તુ ચક્ર વ્યૂહ કે દ્વાર પર વે સબ કે સબ જયદ્રથ દ્વારા શિવ કે વરદાન કે કારણ રોક દિયે જાતે હૈં ઔર કેવલ અભિમન્યુ હી પ્રવેશ કર પાતા હૈ. વહ છલ સે અકેલા હી સભી કૌરવ મહારથિયોં દ્વારા માર દિયા જાતા હૈ, અપને પુત્ર અભિમન્યુ કા અન્યાય પૂર્ણ તરીકે સે વધ હુઆ દેખ અર્જુન અગલે દિન જયદ્રથ વધ કરને કી પ્રતિજ્ઞા લેતા હૈ ઔર ઐસા ન કર પાને પર અગ્નિ સમાધિ લેને કો કહતા હૈ. [૨૨]
અભિમન્યુ
પાણ્ડવ
ચૌદહવાઁ દિન
અર્જુન કી અગ્નિ સમાધિ વાલી બાત સુનકર કૌરવ ઉત્સાહિત હો જાતે હૈં ઔર યહ યોજના બનાતે હૈ કિ આજ યુદ્ધ મેં જયદ્રથ કો બચાને કે લિયે સબ કૌરવ યોદ્ધા અપને જાન કી બાજી લગા દેંગે, દ્રોણ જયદ્રથ કો બચાને કા પૂર્ણ આશ્વાસન દેતે હૈં ઔર ઉસે સેના કે પિછલે ભાગ મે છિપા દેતે હૈ, પરન્તુ અર્જુન સબ કો રૌંદતે હુએ કૃષ્ણ દ્વારા કિયે ગયે સૂર્યાસ્ત કે કારણ બાહર આયે જયદ્રથ કો મારકર ઉસકા મસ્તક ઉસકે પિતા કે ગોદ મે ગિરા દેતે હૈં. ઇસ દિન દ્રોણ દ્રુપદ ઔર વિરાટ કો માર દેતે હૈં. [૨૨]
દ્રુપદ,વિરાટ
જયદ્રથ,ભગદત્ત
પાણ્ડવ
પન્દ્રહવાઁ દિન
ઇસ દિન પાણ્ડવ છલ સે દ્રોણાચાર્ય કો અશ્વત્થામા કી મૃત્યુ કા વિશ્વાસ દિલા દેતે હૈં જિસસે નિરાશ હો દ્રોણ સમાધિ લે લેતે હૈં ઉનકી ઇસ દશા મે ધૃષ્ટદ્યુમ્ન ઉનકા સિર કાટકર વધ કર દેતા હૈ. [૨૨]
દ્રોણ
પાણ્ડવ
સોલહવાઁ દિન
ઇસ દિન કર્ણ કૌરવ સેના કા મુખ્ય સેનાપતિ બનાયા જાતા હૈ વહ ઇસ દિન પાણ્ડવ સેના કા ભયંકર સંહાર કરતા હૈ, ઇસ દિન વહ નકુલ સહદેવ કો યુદ્ધ મે હરા દેતા હૈ પરન્તુ કુંતી કો દિયે વચન કો સ્મરણ કર ઉનકે પ્રાણ નહીં લેતા. ફિર અર્જુન કે સાથ ભી ભયંકર સંગ્રામ કરતા હૈ, ભીમ દુઃશાસન કા વધ કર ઉસકી છાતી કા રક્ત પીતા હૈ ઔર અંત મે સૂર્યાસ્ત હો જાતા હૈ. [૨૩]
દુઃશાસન
દોનોં
સત્રહવાઁ દિન
ઇસ દિન કર્ણ ભીમ ઔર યુધિષ્ઠિર કો હરા કર કુંતી કો દિયે વચન કો સ્મરણકર ઉનકે પ્રાણ નહીં લેતા. અન્તતઃ અર્જુન કર્ણ કે રથ કે પહિયે કે ભૂમિ મેં ધઁસ જાને પર શ્રીકૃષ્ણ કે કહને પર રથ કે પહિયે કો નિકાલ રહે કર્ણ કા ઉસી અવસ્થા મેં વધ કર દેતા હૈ, ઇસકે બાદ કૌરવ અપના ઉત્સાહ હાર બૈઠતે હૈ. ફિર શલ્ય પ્રધાન સેનાપતિ બનાયે ગયે પરન્તુ ઉનકો ભી યુધિષ્ઠિર દિન કે અંત મેં માર દેતે હૈં. [૨૪]
કર્ણ,શલ્ય,દુર્યોધન કે ૨૨ ભાઈ
પાણ્ડવ
અઠારહવાઁ દિન
ઇસ દિન ભીમ દુર્યોધન કે બચે હુએ ભાઇયોં કો માર દેતા હૈ સહદેવ શકુનિ કો માર દેતા હૈ ઔર અપની પરાજય હુઈ જાન દુર્યોધન એક તાલાબ મે છિપ જાતા હૈ પરન્તુ પાણ્ડવોં દ્વારા લલકારે જાને પર વહ ભીમ સે ગદા યુદ્ધ કરતા હૈ ઔર છલ સે જંઘા પર પ્રહાર કિયે જાને સે ઉસકી મૃત્યુ હો જાતી હૈ ઇસ તરહ પાણ્ડવ વિજયી હોતે હૈં. [૨૫]
દ્રોપદી કે પાઁચ પુત્ર,ધૃષ્ટદ્યુમ્ન,શિખણ્ડી
દુર્યોધન
પાણ્ડવ

યુદ્ધના પરિણામો[ફેરફાર કરો]

નકારાત્મક[ફેરફાર કરો]

હકારાત્મક[ફેરફાર કરો]

મહાભારતના યુદ્ધ પછીનો ભારતીય રાજવંશ[ફેરફાર કરો]

તિથિ અને કાળ
રાજવંશ
મુખ્ય ઘટનાઓ
૩૧૦૦-૨૦૦૦ ઈસા પૂર્વ
પાંડવ વંશ
આ કાળમાં સર્વપ્રથમ મહાભારત યુદ્ધ થયું [૨૬] તથા ઇસ યુદ્ધ કે બાદ યુધિષ્ઠિર રાજા બને. યુધિષ્ઠિર સે લગભગ ૩૦ પીઢ઼િયોં તક યહ રાજવંશ ચલા. ઇસ વંશ કે અન્તિમ સમ્રાટ ક્ષેમક હુએ, જો મલેચ્છોં કે સાથ યુદ્ધ કરતે હુએ મારે ગયે. ક્ષેમક કે વેદવાન્ તથા વેદવાન્ કે સુનન્દ નામક પુત્ર હુઆ એવં સુનન્દ પુત્રહીન હી રહા, ઇસ પ્રકાર સુનન્દ કે અંત કે સાથ હી પાણ્ડવ વંશ કા અંત હો ગયા. [૨૭][૨૮]
૩૨૦૦-૨૨૦૦ ઈસા પૂર્વ
મગધ રાજવંશ
યહ રાજવંશ મહાભારત કાલ મેં જરાસંધ કે પુત્ર બૃહદ્રથ સે આગે બઢ઼ા થા, ઇસ વંશ મેં કુલ ૨૨ રાજા હુએ, જિન્હોંને લગભગ ૧૦૦૦ વર્ષોં તક શાસન કિયા. ઇસ વંશ કા અન્તિમ રાજા રિપુઞ્જય થા જિસકી મૃત્યુ કે સાથ યહ વંશ સમાપ્ત હુઆ. [૨૭][૨૮]
૩૦૬૭ ઈસા પૂર્વ
મહાભારત યુદ્ધ
પૌરાણિક તથા જ્યોતિષીય પ્રમાણોં કે આધાર પર યહ મહાભારત યુદ્ધ કી પ્રસિદ્ધ પરંપરાગત તિથિ હૈ, પરન્તુ અભી યહ વિવાદિત હૈ આધુનિક વિદ્વાન્ ઇસે ૧૫૦૦-૧૦૦૦ ઈસા પૂર્વ હુઆ માનતે હૈ યદ્યપિ આર્યભટ વ અન્ય પ્રાચીન વિદ્વાનોં ને ઇસે ૩૦૦૦ ઈસા પૂર્વ હી બતાયા હૈ. [૨૬]
૨૨૦૦-૧૬૦૦ ઈસા પૂર્વ
પ્રદ્યોત એવં શિશુનાગ રાજવંશ
યહ રાજવંશ મગધ મેં બૃહદ્રથ રાજવંશ કે સમાપન કે સાથ હી સ્થાપિત હુઆ, બૃહદ્રથ રાજવંશ કે અન્તિમ રાજા રિપુઞ્જય કે મન્ત્રી શુનક ને રિપુઞ્જય કો મારકર અપને પુત્ર પ્રદ્યોત કો રાજસિંહાસન પર બિઠાયા. પ્રદ્યોત વંશ કી સમાપ્તિ ઇનકે ૫ રાજાઓં કે ૧૩૮ વર્ષોં તક શાસન કરને કે બાદ અંતિમ રાજા નન્દિવર્ધન કી મૃત્યુ કે સાથ હુઈ. ઇસકે બાદ શિશુનાગ રાજા હુએ જિનકે વંશ મેં ૧૦ રાજાઓં ને લગભગ ૩૬૦-૪૫૦ વર્ષોં તક શાસન કિયા. ઇસ પ્રકાર કુલ ૬૦૦ વર્ષોં તક ઇસ રાજવંશ કા શાસન રહા. [૨૭][૨૮]
૨૧૦૦ ઈસા પૂર્વ
પાણ્ડવ વંશ કા અંત એવં કાશ્યપ કી ઉત્પત્તિ
ઇસ સમય કે પ્રારમ્ભ મેં બ્રાહ્મણોં કે પૂર્વજ કાશ્યપ નામક બ્રાહ્મણ કા જન્મ હુઆ, ઇન્હોને મિશ્ર મેં જાકર મલેચ્છોં કો મોહિત કર આર્યાવર્ત આને સે રોક દિયા. ફિર કાશ્યપ ને અપને પ્રતિનિધિ માગધ કો આર્યાવર્ત કા સમ્રાટ બનાયા. માગધ ને ઇસ દેશ કો કઈ વિભાગોં મેં બાઁટ દિયા. માગધ કે પુત્ર કે પુત્ર હી શિશુનાગ થે. જિનકે નામ સે શિશુનાગ રાજવંશ ચલા. ઇસ સમય તક પાણ્ડવ વંશ ભી સમાપ્ત હો ગયા, જિસસે ભારત મેં મગધ રાજ્ય કી શક્તિ બહુત બઢ ગયી. સિન્ધુ નદી સે પશ્ચિમ કે ભાગ પર યવનોં વ મલેચ્છોં ને અધિકાર કર લિયા. [૨૭][૨૮]
૨૦૦૦ ઈસા પૂર્વ
સરસ્વતી નદી કા લુપ્ત હોના
ઇસ અવધિ કાલ તક સરસ્વતી નદી લુપ્ત હો ગયી, જિસકે કારણ ૮૮૦૦૦ ઋષિ-મુનિ કલિયુગ કે બઢ઼તે પ્રભાવ કો દેખકર આર્યાવર્ત છોડ઼કર હિમાલય પર ચલે ગયે, ઇસ પ્રકાર જ્ઞાન કી દેવી સરસ્વતી નદી કે લુપ્ત હો જાને પર ભારત સે વૈદિક જ્ઞાન-વિજ્ઞાન ભી લુપ્ત હો ગયા. ઇસી કાલ તક સરસ્વતી સિંધુ સભ્યતા ભી લુપ્ત હો ગયી થી. ઇસકે બાદ કાશ્યપ નામક બ્રાહ્મણ કે વંશિયોં ને વૈદિક પરમ્પરાઓં તથા જ્ઞાન કો બચાયે રખા જિસસે ઉન્હેં સમાજ મેં પ્રધાનતા દી ગયી, પરન્તુ ઉનમેં સે કુછ કલિયુગ કે પ્રભાવ સે ન બચ સકે ઔર પતિત હો ગયે જિસસે આને વાલે હિન્દૂ સમાજ મેં કઈ કુરીતિયાઁ ફૈલ ગયીં. [૨૭][૨૮][૨૯]
૧૬૦૦-૧૪૦૦ ઈસા પૂર્વ
નન્દ રાજવંશ
ઇસ અવધિ મેં મગધ પર નન્દ રાજવંશ કા શાસન રહા, ઇસકે અન્તિમ રાજા મહાપદ્મનન્દ કો ચાણક્ય નામક બ્રાહ્મણ ને મરવાકર ચન્દ્રગુપ્ત મૌર્ય કો શાસક બનાયા.[૨૭][૨૮] ઇસી કાલ મેં ગૌતમ બુદ્ધ કી ઉત્પત્તિ ભી હુઈ. [૩૦][૨૯][૨૬]
૧૪૦૦-૧૧૦૦ ઈસા પૂર્વ
મૌર્ય વંશ
મૌર્યોં કે ૧૨ રાજાઓં ને લગભગ ૩૦૦ વર્ષોં તક મગધ પર શાસન કિયા [૨૮]
૧૧૦૦-૭૦૦ ઈસા પૂર્વ
શુંગ એવં કણ્વ વંશ
ઇસ વંશ મેં ૧૦ રાજા હુએ જિન્હોનેં લગભગ ૩૦૦ વર્ષોં તક શાસન કિયા ઇસકે બાદ કણ્વ વંશ મેં ૪ રાજા હુએ જિન્હોને લગભગ ૧૦૦ વર્ષોં તક શાસન કિયા, ઇસ વંશ કા અન્તિમ રાજા સુશર્મા થા. [૨૭][૨૮]
૭૦૦-૩૦૦ ઈસા પૂર્વ
શાતવાહન આન્ધ્ર રાજવંશ
ઇસ રાજવંશ કે પ્રથમ રાજા ને સુશર્મા કો મારકર ઉસકા રાજ્ય અપને અધિકાર મેં લિયા, ઇનકે વંશ મેં કુલ ૨૨ રાજા હુએ જિન્હોનેં લગભગ ૪૦૦ વર્ષો તક શાસન કિયા. [૨૭][૨૮]
૪૦૦-૧૦૦ ઈસા પૂર્વ
ગુપ્ત વંશ
ઇસ વંશ કા પ્રથમ રાજા ચન્દ્રગુપ્ત હુઆ જિસસે યૂનાની રાજદૂત મેગસ્થનીજ મિલા થા. ગુપ્ત વંશ મેં ૭ રાજા હુએ જિન્હોનેં ૩૦૦ વર્ષોં તક શાસન કિયા, ઇસ વંશ કી સમાપ્તિ ઉજ્જૈન કે રાજા વિક્રમાદિત્ય ને કી, જિન્હોનેં અપને નામ પર વિક્રમ સંવત્ સ્થાપિત કી. [૨૭][૨૮]

ટીકા એવં સ્રોત[ફેરફાર કરો]

વંચાણે લીધુ[ફેરફાર કરો]

સંદર્ભ અને નોંધ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ મહર્ષિ વેદવ્યાસ. ભીષ્મપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
 2. મહર્ષિ વેદવ્યાસ. આદિપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
 3. મહર્ષિ વેદવ્યાસ. સૌપ્તિકપર્વ, મહાભારત. ગીતાપ્રેસ, ગોરખપુર.
 4. સરકાર (૧૯૦૯). "दिल्ली सिटी द इमपेरिकल गजेटटियर ऑफ इण्डिया". दिल्ली सिटी द इमपेरिकल गजेटटियर ऑफ इण्डिया. ભાગ-૧૧: ૨૩૬.
 5. "आरकेलोजी ऑनलाइन, साइन्टिफिक वेरिफिकेशन ऑफ वैदिक नोलेज, कुरुक्षेत्र]". વૈદિક સમયના સાયન્ટિફીક પૂરાવાઓ. આરકેલોજી વિભાગ. 28 જૂન 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 6. "ગુજરાતના જળસ્મી અવશેષો પર લેખ". આઇએએસ ડોટ કોમ. પાનાઓ લેખ ૨૯. 28 જૂન 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 7. आरकेलोजी ऑनलाइन, साइन्टिफिक वेरिफिकेशन ऑफ वैदिक नोलेज, ऐविडेन्स फार ऐन्शियन्ट पोर्ट सिटी ऑफ द्वारका
 8. लाक्षागृह
 9. વેદ વ્યાસજી. મહાભારત. ગેતાપ્રેસ, ગોરખપુર. CS1 maint: discouraged parameter (link)
 10. મહર્ષિ વેદવ્યાસ. મહાભારત ભીષ્મ પર્વ, ૪૬.૧. ગીતાપ્રેસ, ગોરખપુર.
 11. વરાહમિહિર. એચ.ડી. પુશલકર. પાનાઓ ૨૭૨.
 12. જી.સી. અગ્રવાલ અને કે.એલ.વર્મા. એઝ ઑફ ભારત વૉર. પાનાઓ ૮૧. CS1 maint: discouraged parameter (link)
 13. गुप्ता और रामचन्द्रन (1976), p.55; ए.डी. पुशलकर, HCIP, भाग I, पृष्ठ.272
 14. એ.ડી. પુશલકર. હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ. પાનાઓ ભાગ-૧, અધ્યાય-XIV, ૨૭૩. CS1 maint: discouraged parameter (link)
 15. એમ. વિટજલ (૧૯૯૫). અરલી સંસ્ક્રીટાઇઝેશન: ઓરિઝન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કુરુ સ્ટેટ. પાનાઓ ભાગ-૧, નં.૪.
 16. "મહાભારત". ધર્મક્ષેત્ર.કોમ. 5 જુલાઇ 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 17. ૧૭.૦ ૧૭.૧ "DATING THE KURUKSHETRA WAR". REPORT. Indira Gandhi National Centre for the Arts (IGNCA). ફેબ્રુઆરી ૨૦૦૩. 5 જુલાઇ 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 18. ૧૮.૦ ૧૮.૧ हिन्दुनेट-भारत इतिहास
 19. ज ऑफ महाभारत वार.
 20. વેદવ્યાસ. મહાભારત, ઉદ્યોગપર્વ. ગીતાપ્રેસ, ગોરખપુર.
 21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ ૨૧.૪ ૨૧.૫ ૨૧.૬ ૨૧.૭ ૨૧.૮ ૨૧.૯ મહાભારત-ગીતાપ્રેસ ગોરખપુર,ભીષ્મપર્વ
 22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ ૨૨.૩ ૨૨.૪ મહાભારત-ગીતાપ્રેસ ગોરખપુર,દ્રોણપર્વ
 23. મહાભારત,ગીતાપ્રેસ ગોરખપુર,કર્ણપર્વ
 24. મહાભારત,ગીતાપ્રેસ ગોરખપુર,કર્ણપર્વ એવં શલ્યપર્વ
 25. મહાભારત,ગીતાપ્રેસ ગોરખપુર,સૌપ્તિકપર્વ
 26. ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ એજ આફ મહાભારત વાર
 27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ ૨૭.૪ ૨૭.૫ ૨૭.૬ ૨૭.૭ ૨૭.૮ ભવિષ્ય પુરાણ,પ્રતિસર્ગ પર્વ,પ્રથમ ખણ્ડ
 28. ૨૮.૦ ૨૮.૧ ૨૮.૨ ૨૮.૩ ૨૮.૪ ૨૮.૫ ૨૮.૬ ૨૮.૭ ૨૮.૮ ૨૮.૯ ભાગવત પુરાણ,દ્વાદશ સ્કન્ધ,પ્રથમ અધ્યાય
 29. ૨૯.૦ ૨૯.૧ ઇણ્ડિકસ્ટડી ડૉટ કૉમ,ઇતિહાસ
 30. એન્સાયક્લોપીડિયા બ્રીટેનિકા કે અનુસાર પરંપરાગત તૌર પર બુદ્ધ કા જન્મ ૨૩૦૦-૫૦૦ ઈસા પૂર્વ કે મધ્ય હુઆ માના જાતા હૈ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]