વરાહમિહિર
Appearance
વરાહમિહિર | |
---|---|
જન્મ | આશરે ઇ.સ. ૫૦૦ |
મૃત્યુ | ૬ઠ્ઠી સદીના અંતમાં |
સમયગાળો | ગુપ્ત સામ્રાજ્ય |
વિષય | વિશ્વકોશ |
નોંધપાત્ર સર્જનો | પંચ-સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા, બૃહદ જાતક |
વરાહમિહિર (દેવનાગરી: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭) ઉજ્જૈનના ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને જ્યોતિષી હતા. તેઓ વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે. તેમનો જન્મ અવંતિ વિસ્તારમાં થયો હતો, જે હાલમાં માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ પણ જાણીતા ખગોળશાસ્ત્રી હતા. તેમણે પોતે લખેલું છે તે અનુસાર તેઓએ કપિથ્થક ખાતે શિક્ષણ મેળવ્યું હતું.[૧] તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારનાં નવ રત્નોમાંના એક ગણાતા હતા.
યોગદાન
[ફેરફાર કરો]ત્રિકોણમિતિ
[ફેરફાર કરો]વરાહમિહિરે આર્યભટ્ટના સાઇન (sine) કોષ્ટકની ગુણવત્તા સુધારી હતી. તેમજ અન્ય સૂત્રો આપ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ J J O'Connor and E F Robertson. "Varahamihira".