લખાણ પર જાઓ

કર્ણ

વિકિપીડિયામાંથી
કર્ણ
કર્ણ
કુરુક્ષેત્રમાં કર્ણ. ૧૮૨૦ની આસપાસનું કપડાં પર બનાવેલ એક ચિત્ર.
માહિતી
બાળકોસુદામા, વૃષસેન, ચિત્રસેન, સત્યસેન, સુહેના, શત્રુંજય, વૃષકેતુ વગેરે
સંબંધીઓ
  • અધિરથ (પાલક પિતા)
  • રાધા (પાલક માતા)
  • સૂર્ય (પિતા)
  • કુંતી (માતા)
  • પાંડવો (ભાઇઓ)
  • અન્ય દત્તક ભાઇઓ[૧]

કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે.

જન્મ અને શિક્ષા[ફેરફાર કરો]

કર્ણના ગુરુ પરશુરામ હતા. કર્ણની પાસે અનેક અસ્ત્રશસ્ત્ર અને વિદ્યાનું જ્ઞાન હતું. કર્ણને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તે પોતાના જીવનના અંતિમ સમયે અસ્ત્રોનો ઉપયોગ નહી કરી શકે. પરંતુ શ્રાપની સાથે ગુરુએ તેને વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેના હાથમાં હોય ત્યાં સુધી તેને કોઈ હરાવી શકે નહી. કૃષ્ણએ અર્જુનને અંજલિઅસ્ત્રનું સંધાન કરી ને પ્રયોગ કરવાનું કહ્યું અને જ્યારે કર્ણની પાસે વિજય ધનુષ્ય ન હતું ત્યારે અર્જુને કર્ણનો વધ કર્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. McGrath 2004, p. 132.