લખાણ પર જાઓ

પરિક્ષિત

વિકિપીડિયામાંથી

અર્જુનના પૌત્ર પરિક્ષિત (સંસ્કૃત: परिक्षित्) અથવા પરીક્ષિત (સંસ્કૃત: परीक्षित्) યુધિષ્ઠિર બાદ હસ્તિનાપુરના રાજા બન્યા. તેમનું નામ સંસકૃત ક્રિયાપદ (परि-क्षि) પરિ-ક્ષિ સર્વત્ર- નોતાબો (અથવા-અહિં-સર્વત્ર-વિનાશ)

પરિક્ષિતા પરિકસિત પરિક્ષત અને પરિક્ષિતાએ પરિક્ષિત ના વૈકલ્પિક આધુનિક નામ છે જો કે સંસ્કૃતની દ્રષ્ટીએ તે સત્ય નથી. આજે આ નામ સમગ્ર ભારતમાં પ્રચલિત હિંદુ નામ છે. તેમને કુરુઓના રાજા તરીકે પણ સંબોધવામાં આવે છે.


Parikshit in Javanese Wayang

પરિક્ષિત અર્જુનના વૃશિણી પુત્ર અભિમન્યુ અને મત્સ્ય રાજ કુમારી ઉત્તરાનો પુત્ર હતો. તેનો જન્મ મહાભારતના યુદ્ધ પછી થયો હતો. જ્યારે કૌરવોએ અભિમન્યુને ક્રૂરતાથી કત્લ કર્યો ત્યારે ઉત્તરા ગર્ભવતી હતી. બાદમાં અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા તેનું બ્રહ્માસ્ત્ર યુદ્ધમેદાનથી દૂર ઉત્તરાના તંબૂ ભણી દોર્યું. તેને શ્રી કૃષ્ણ દ્વારા બચાવવામાં આવી જે અભિમન્યુના મામા પણ હતાં( અર્જુનની પત્ની સુભદ્રા શ્રી કૃષ્ણની બહેન અને અભિમન્યુની માતા હતી)

જીવન વિષે

[ફેરફાર કરો]

મુખ્ય સાધુ ધૌમ્યએ પરિક્ષિત વિષે આગાહી કરતાં યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે પરિક્ષિત વિષ્ણુનો મહાન ભક્ત બનશે અને કેમકે તેને શ્રી કૃષ્ણ દ્વારા બચાવવામાં આવ્યો છે તે વિષ્ણુરતા(પ્રભૂ દ્વારા સંરક્ષિત) નામે ઓળખાશે. ધૌમ્ય ઋષિ આગળ ભાંખે છે કે પરિક્ષિત સદ્-ગુણ ધાર્મિક નિયમો અને સત્યને સમર્પિત રહેશે. તે ઇક્ષવાકુ અને આયોધ્યાના રામની હરોળનો કાર્યકુશળ રાજા બનશે. તે તેના દાદા અર્જુન જેવોજ અજોડ યોદ્ધા બનશે અને તેના પરિવારની કિર્તી ચોમેર ફેલાવશે. તેને પરિક્ષિત નામ એટલા માટે અપાયું કે તે સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિમાં વિષ્ણુને શોધશે

હસ્તિનાપુરના રાજા

[ફેરફાર કરો]

કળિયુગ-પાપ આચ્છદિત કાળની શરુઆતમાં કૃષ્ણ અવતારનો અંત થશે પાંચ પાંડવ વિદાય લેશે. યુવા પરિક્ષિતે કૃપ ને સલાહકારી રાજા બનાવવામાં આવ્યો. તેને કૃપની સલાહથી અશ્વમેઘ યજ્ઞ કરાવ્યાં.

અંતિમ વર્ષો

[ફેરફાર કરો]

એક વખત પરિક્ષિત શિકાર કરવા ગયાં હતાં ત્યારે તેને કળિ નામનો દાનવ (કળિયુગ નો સુચક) તેમને સામો મળ્યો અને તેમના રાજ્યમાં પ્રવેશવાની રજા માંગી જે તેમણે ન આપી. ઘણી વિનંતિ કરવા પછી રાજાએ તેને ચાર સ્થળે રહેવાની પરવાનગી આપી. જે આ મુજબ હતાં- જુગાર મદિરાપાન વેશ્યાગમન અને સુવર્ણ. કળીએ ચતુરાઈ વાપરી અને પરિક્ષિતના મુગટમાં ભરાઈ બેઠો અને પરિક્ષિતના વિચારોને ભ્રષ્ટ કર્યાં. પરિક્ષિત તરસ્યો હોવાથી ઋષિ શ્રીંગીની ઝુંપડીમાં પ્રવેશ્યો. તેણે જોયું તો ઋષિ ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં. તેને તેમને ઘણીવાર વંદન કર્યાં પણ કાંઈ પણ પ્રત્યુત્તર ન મળવાથી એક મરેલો સાપ તેમણે ઋષિના ગળામાં નાખી દીધો. પછી જ્યારે ઋષી ના પુત્રએ આ વિષે સાંભળ્યું ત્યારે તેણે પરિક્ષિતને શાપ આપ્યો કે તે સાતમા દિવસે સર્પ દંશથી મૃત્યુ પામશે. આ સાંભળી પરિક્ષિતે પોતાનું રાજ્ય પુત્ર જનમજયને સોંપી અંતિમ સાત દિવસો સંત સુકદેવના સનિધ્યમાંરહી ભાગવત સાંભળી. જેમ કહેવાયું હતું સર્પના રાજા તક્ષકે પરિક્ષિતને ડંખ દીધો અને તેઓ પોતાના શરીરને છોડી મુક્તિ પામ્યા. અન્ય સ્ત્રોત કહે છે કે કળીના સુવર્ણમાં ઘુસવાથી આજે સૌ મનુષ્યને સુવર્ણની આટલી આસક્તિ છે. પરિક્ષિત જંગલમાં શિકાર કરવા ગયો હતો. તે એક સ્થળે રોકાયો અને તળાવમાં સ્નાન કરવા ઉતર્યો. તેણે પોતાનું મુગટ ઉતાર્યું અને કિનારા મુક્યું. નાગના રાજા તક્ષકે રાજાનો સુવર્ણ મુગટ જોયો અને તેને તે મેળવવાની ઇચ્છા થઈ. તેણે તે ચોરવા પ્રયત્ન કર્યો પણ પણ પરિક્ષિતના સૈનિકોએ તેને પકડી લીધો. પરિક્ષિતે તેને કારાવાસમાં રાખ્યો. તેના મુક્ત થવા પર તેણે પ્રતિશોધ લેવા પરિક્ષિતને ક્રૂરતાથી મારી નાખ્યો. આ સાંભળી પરિક્ષિતના પુત્ર જનમજેયે એક અઠવાડીયામાં સૌ નાગોનો સંહાર કરવાની પ્રતિજ્ઞા લીધી. જનમજેયે નાગ સંહાર શરુ કર્યો. તેને ક્રૂરતા પુર્વક તક્ષકને મારી નાખ્યો. જનમજેયનો મિત્ર મંત્રી અને તત્વચિંતક આસ્થિકે આ વિશે સાંભળ્યું અને જનમજેયને તેમ કરતાં અટકાવ્યો.

બાહ્ય કડિઓ

[ફેરફાર કરો]