સંજય
Appearance
સંજય | |
---|---|
ધૃતરાષ્ટ્રને કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધનું વર્ણન કરતો સંજય. |
સંજય(સંસ્કૃત: संजय) હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રનો સલાહકાર તથા સારથિ હતો. તેને ઋષિ વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી જેના વડે તે મહાભારતના યુદ્ધનું વિવરણ ધૃતરાષ્ટ્રને કહી શકતો. તે મુખ્યત્વે કડવું સત્ય સ્પષ્ટ રીતે કહેવા માટે જાણીતો હતો અને યુદ્ધની સ્થિતિ તે નિર્ભય બનીને કહેતો. ભગવદ્ ગીતાની શરુઆત "સંજ્ય ઉવાચ" થી થાય છે.