અક્ષૌહિણી
Appearance
અક્ષૌહિણી (હિન્દી ભાષા: अक्षौहिणी), એ, મહાભારત (આદિ પર્વ: ૨.૧૫-૨૩) મુજબ પ્રાચિન સેના સંગઠના છે જે ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ અશ્વ સવાર અને ૧,૦૯,૩૫૦ સૈનિક ધરાવે છે.
અક્ષૌહિણી સેનાનાં પેટા લશ્કરી એકમોની ગણતરી [૧]
[ફેરફાર કરો]લશ્કરી એકમનો પ્રકાર | ગુણોત્તર અને આંકડાઓની વિગત |
---|---|
૧-પત્તિ | ૧-રથ: ૧-હાથી: ૩-અશ્વ સવાર: ૫-પાયદળના યોદ્ધા |
૩-પત્તિ | ૧-સેનામુખ |
૩-સેનામુખ | ૧-ગુલ્મ |
૩-ગુલ્મ | ૧-ગણ |
૩-ગણ | ૧-વાહિની |
૩-વાહિની | ૧-પૂતના |
૩-પૂતના | ૧-ચમુ/સેના |
૩-ચમુ/સેના | ૧-અનીકિની |
૧૦-અનીકિની | ૧-અક્ષૌહિણી |
પેટા લશ્કરી એકમ મુજબ ગણતરી
[ફેરફાર કરો]જેમાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ રથમાં જોડેલા સિવાયના ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય તેવું ચતુરંગી સૈન્ય. એનાં અંગ-ઉપાંગનું કોષ્ટકઃ
લશ્કરી એકમ | રથ | હાથી | ધોડેસવારો | પાયદળના યોદ્ધા | કુલ યોદ્ધા | સરદાર |
---|---|---|---|---|---|---|
પત્તિ | ૧ | ૧ | ૩ | ૫ | ૧૦ | પત્તિપાલ |
સેનામુખ | ૩ | ૩ | ૯ | ૧૫ | ૩૦ | સેનામુખી |
ગુલ્મ | ૯ | ૯ | ૨૭ | ૪૫ | ૯૦ | નાયક |
ગણ | ૨૭ | ૨૭ | ૮૧ | ૧૩૫ | ૨૭૦ | ગણનાયક |
વાહિની | ૮૧ | ૮૧ | ૨૪૩ | ૪૦૫ | ૮૧૦ | વાહિનીપતિ |
પૂતના | ૨૪૩ | ૨૪૩ | ૭૨૯ | ૧,૨૧૫ | ૨,૪૩૦ | પૂતનાધિપતિ |
ચમૂ/સેના | ૭૨૯ | ૭૨૯ | ૨,૧૮૭ | ૩,૬૪૫ | ૭,૨૯૦ | સેનાપતિ |
અનીકિની | ૨,૧૮૭ | ૨,૧૮૭ | ૬,૫૬૧ | ૧૦,૯૩૫ | ૨૧,૮૭૦ | અનીકાધિપતિ |
અક્ષૌહિણી | ૨૧,૮૭૦ | ૨૧,૮૭૦ | ૬૫,૬૧૦ | ૧,૦૯,૩૫૦ | ૨,૧૮,૭૦૦ | મહાસેનાપતિ |
લગભગ આ જ પ્રકારની ગોઠવણ ચેસની રમતમાં કરવામાં આવે છે.
નોંધ
[ફેરફાર કરો]- ↑ "અક્ષૌહિણી". સફારી અંક ૮૧. ૧૯ જુલાઇ ૨૦૦૯.