લખાણ પર જાઓ

દ્રૌપદી

વિકિપીડિયામાંથી
દ્રૌપદી, રાજા રવિ વર્માએ દોરેલું ચિત્ર

દ્રૌપદી (સંસ્કૃત: कृष्णा, द्रौपदी) પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને ક્રૃષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્રો હતા: પ્રતિવિંધ્ય (ધર્મ પુત્ર), સુતસોમા (ભીમ પુત્ર), શ્રુતકર્મા (ધનંજય પુત્ર), શતાનિક (નકુલ પુત્ર) અને શ્રુતસેન(સહદેવ પુત્ર).

દ્રોણ વતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા, જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો. દ્રૌણ ઉપરનું વેર વાળવા માટે તેઓએ (દ્રુપદ) અગ્નિ-ભોગ (યજ્ઞ) કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે. યજ્ઞબલિની આ આગમાંથી સુંદર શ્યામવર્ણી યુવતી દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિંખડી સાથે ઉદ્ભવે છે. તેના શ્યામ વર્ણ માટે તેનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું, છતાં તે દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઉછરેલી હોવાથી પાંચાલી તરીકે વધુ ઓળખાઈ.

પાંડવો સાથેના લગ્ન

[ફેરફાર કરો]
દ્રૌપદી તેના પાંચ પતિ - પાંડવો સાથે. કેન્દ્રમાં યુધિષ્ઠિર અને ડાબી બાજુએ ભીમ અને અર્જુન. જોડિયા નકુલ અને સહદેવ જમણી બાજુએ. તેમની પત્ની દ્રૌપદી નજીકમાં ડાબી બાજુએ. દશાવતાર મંદિર, દેવગઢ.

દ્રુપદની ઈચ્છા હતી કે, માત્ર અર્જુનના હાથમાં તેમની પુત્રીનો હાથ જાય. વર્ણાવટા ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે, જેનો હેતુ અર્જુનને જાહેરમાં લાવવાનો હતો. દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચ તીર સાધવાના હતા. દ્રુપદને વિશ્વાસ હતો કે, માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે. બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે, જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા.

દેશનિકાલ સમયે પાંડવોની માતા કુંતીએ તેમની પાસેનું (કે ભીક્ષા દ્વારા પ્રાપ્ત થયેલું ઉ.દા તરીકે દાન) બધું જ પરસ્પર સરખાભાગે વહેંચી લેવા સલાહ આપી હતી. દ્રૌપદી સાથે ત્યાંથી પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે, "જુઓ માતા, હું ભીક્ષા (દાન) લાવ્યું છું!". અર્જુન શેની વાત કરી રહ્યો છે એવી કોઈ જ દરકાર લીધા વિના કુંતી પુત્રને અહોભાવ સાથે જે પણ છે તેને ભાઈઓ સાથે વહેંચવા કહે છે.

આમ, માતાની આજ્ઞાનું પાલન કરવા તમામ ભાઈઓ દ્રૌપદીની સંમતિ લીધા વિના જ તેને પત્ની તરીકે સ્વીકારે છે.

જ્યારે કૃષ્ણ તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની કોઈ ઘટનાનું પરિણામ છે. તેણે પાછલા જન્મમાં જીવનભર ભગવાન શિવની આરાધના કરી પાંચ ઈચ્છીત ગુણોવાળો પતિ મળે તેવુ વરદાન માંગ્યું હતું. શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી પાંચ લાક્ષણિકતાઓ વાળો પતિ મુશ્કેલ છે. પરંતુ તેણી તેની વાતને વળગી રહી અને ફરી તે જ માંગણી ઉચ્ચારી. ત્યારબાદ ભગવાન શિવએ તેને આ વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને આ મળશે. આથી, પાંચે ભાઈઓ સાથે તેના લગ્ન થાય છે, દરેક એક ખાસ ગુણ ધરાવે છે: યુધિષ્ઠિર તેમના ધર્મના જ્ઞાન માટે; હજાર હાથીઓનું બળ ધરાવતો શક્તિશાળી ભીમ તાકત માટે; પરાક્રમી અર્જુન પોતાની હિંમત અને રણભૂમિના જ્ઞાન માટે; અતિશય દેખાવડા નકુલ અને સહદેવ, જેમનો પ્રેમથી પ્રણયના દેવ કામ પણ શરમમાં મુકાઈ જાય છે.

મહાકાવ્યના અંત સુધીમાં દ્રૌપદીના કોઈ બાળકો જીવિત રહેતા નથી. અર્જુન અને સુભદ્રાનો પૌત્ર પરિક્ષિત એકલો પાંડવ છે કે જે મહાભારતના અંત સુધી જીવિત રહે છે.

ચીરહરણનો પ્રયાસ

[ફેરફાર કરો]
દ્રૌપદીનું અપમાન, રાજા રવિ વર્મા દોરેલ ચિત્ર.

મહાભારતની કથામાં આ ચાવીરૂપ બનાવને અનેક વાર નિશ્ચયાત્મક ઘડી ચિહ્નિત કરવા માટે ટાંકવામાં આવે છે. અનેક કારણોમાં આ પણ એક કારણ હતું જે છેવટે મહાભારત યુદ્ધ સુધી દોરી ગયું, જોકે તેને કેન્દ્રવર્તી કે સૌથી અગત્યનું ગણી ન શકાય.

રાજા ધૃતરાષ્ટ્રના સાર્વભૌમકત્વ હેઠળ યુધિષ્ઠિર અને તેના ચાર ભાઈઓ ઈન્દ્રપ્રસ્થના શાસક હતા. હસ્તિનાપુર સામ્રાજ્યની રાજધાનીમાં રહેતો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન તેના પિત્રાઈ ભાઈઓ દ્વારા ઈન્દ્રપ્રસ્થના નિર્માણથી અર્જિત કરવામાં આવેલી સંપતિની હંમેશા ઈર્ષ્યા કરતો હતો. પાંડવો પર વેર લેવાના ઉદ્દેશ્યથી, તેના મામા શકુનીએ યોજના ઘડી અને તેના ભાઈ, મિત્ર કર્ણ અને મામા શકુની સાથે તેણે પાંડવોને હસ્તિનાપુર બોલાવી ષડયંત્ર હેઠળ જુગારમાં તેમના (પાંડવોના) રાજ્યો જીત્યા. ગેરવાજબી રસમો દ્વારા જીતવામાં શકુની પારંગત હતો. યુક્તિ એવી હતી કે, યુધિષ્ઠિર સામે શકુની રમે અને યુદ્ધના મેદાનમાં જે જીતવું શક્ય ન હતું તે જુગારના મેજ પર જીતે.

રમત જેમ આગળ વધતી ગઈ તેમ યુધિષ્ઠિર તેમની તમામ સંપતિ અને રાજ્ય એક પછી એક હારી ગયા. ભૌતિક સંપત્તિ હારી ગયા એટલે, તેમણે ભાઈઓને દાવ પર લગાડ્યા અને એક પછી એક તેમને પણ ગુમાવી દીધા. છેવટે તેમણે પોતાની જાતને દાવ પર લગાડી અને ફરી હારી ગયા. હવે, બધા પાંડવો કૌરવોના દાસ હતા. પરંતુ શકુની માટે, પાંડવોનું અપમાન હજુ પૂર્ણ થયુ ન હતું. તે યુધિષ્ઠિરને કહે છે કે હજુ તેમણે બધું નથી ગુમાવ્યું ; યુધિષ્ઠિર પાસે હજુ દ્રૌપદી છે અને જો તે ચાહે તો દ્રૌપદીને દાવ પર મૂકીને બધું પાછું જીતી શકે છે. યુધિષ્ઠિર જાળમાં ફસાઈ જાય છે અને હાજર રહેલા બધામાં કમકમાટી ફેલાવતા આગામી બાજીમાં દ્રૌપદીને દાવ પર મૂકે છે. પરંતુ ભીષ્મ અને દ્રોણ આ દાવનો વિરોધ કરે છે અને યાદ અપાવે છે કે સ્ત્રી હોવાના કારણે રાણીને (દ્રૌપદી) દાવ પર મૂકી શકાય નહીં. જોકે, યુધિષ્ઠિર તેમના આહ્વાનને અવગણે છે અને ભીષ્મને ક્રોધિત કરી તેણીને દાવ પર મૂકે છે, જેઓ હતાશામાં તેમની ખુરશી તોડી નાખે છે. શકુની જીતી જાય છે. દુર્યોધન તેના નાના ભાઈ દુઃશાસનને હુકમ કરે છે કે, તેણીને બળપૂર્વક સભામાં લાવવામાં આવે છે. દુઃશાસન બળજબરીપૂર્વક દ્રૌપદીના નિવાસસ્થાનમાં ઘૂસી જાય છે, તેણીએ "માત્ર એક વસ્ત્ર ધારણ કર્યું હતું".[] દુઃશાસન તેણીને કેશથી પકડે છે અને વાળથી ઢસડીને સભામાં લાવે છે.

યક્ષગણ ચિત્રમાં ભીમ અને દ્રૌપદી.

હવે, સભામાં હાજર વડીલો સમક્ષ એક ઊર્મિસભર અરજ કરે છે, દ્રૌપદી અવારનવાર યુધિષ્ઠિર દ્વારા તેને દાવ પર મૂકવાના હક્કની કાયદેસરતાને પડકારે છે, જ્યારે તેઓ ખુદ સ્વાતંત્ર્ય ગુમાવી ચૂક્યા હોય અને પ્રથમ સ્થાને કોઈ સંપત્તિ ધરાવતા ન હોય. બધાં ભોંઠપ અનુભવે છે. કૌરવ પરિવારના વડા અને મહાન યૌદ્ધા ભીષ્મ પાસે દ્રૌપદીને આપવા માટે માત્ર આ ખુલાસો હતો - “નૈતિકતાના ધોરણોનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે અને આ વિશ્વનો પ્રસિદ્ધ જ્ઞાતા પણ હંમેશા તેને સમજવામાં નિષ્ફળ રહે છે.” હવે, દાસના વસ્ત્રો ધારણ કરવા દુર્યોધન પાંડવોને આદેશ કરે છે. તેઓ ઉપરના વસ્ત્રોને ત્યજીને આજ્ઞાનું પાલન કરે છે.

કૌરવો દ્રૌપદીને પણ આમ કરવા કહે છે, જેનો તેણી ઈન્કાર કરે છે. ઉપસ્થિત રહેલા તમામની કમકમાટી વચ્ચે, દુઃશાસન દ્રૌપદીની સાડી ખેંચવાનો પ્રયાસ કરે છે. પોતાને મદદ કરવા માટે અસક્ષમ કે અનિચ્છિત પતિઓને જોઈને, દ્રૌપદી રક્ષા કરવા માટે કૃષ્ણને પ્રાર્થના કરે છે. પછી એક ચમત્કાર થાય છે, જેના માટે લોકો કૃષ્ણને જવાબદાર ઠેરવે છે. પરંતુ, વ્યાસના મહાભારતમાં દ્રૌપદીના તારણહારને ધર્મ તરીકે વર્ણવામાં આવ્યો છે. (જે માત્ર નૈતિકતા, ઈશ્વર ધર્મ, ધર્મના દેવ તરીકે કૃષ્ણ અથવા એટલે સુધી કે વિદુર કે યુધિષ્ઠિર, કે તાર્કિક વિરોધાભાષમાં દ્રૌપદીનો સવાલ – જ્યારે યુદ્ધિષ્ઠિર ખુદ હારી ગયા હતા તો શું તેમને હક્ક હતો કે, તેણીને દાવ પર મૂકી શકે). દુશાસન તેણીની સાડીના આવરણ પર આવરણ ઉતારવા લાગે છે, પણ તેણીની સાડી વિસ્તરતી જ જાય છે. ભીમ દુઃશાસન પર ક્રોધે ભરાઈ છે અને કહે છે કે, "હું પાંડુપુત્ર ભીમ સૌગંધ લઉં છું કે, જ્યાં સુધી હું દુઃશાસનની છાતી રહેંસી અને તેનું લોહી નહીં પીવું ત્યાર સુધી હું મારા પૂર્વજોને મોઢું નહીં બતાવું." છેવટે, દ્રૌપદીનું ચીરહરણ કરવામાં નિષ્ફળ દુઃશાસન થાકીને પાછો ફરે છે.

દ્રૌપદી સાથે કિચક.

દુર્યોધન અનેક વખત યુધિષ્ઠિરના ચાર ભાઈઓને પડકારે છે કે તેઓ યુધિષ્ઠિરના સત્તાધિકારથી અલગ થઈ જાય અને પત્નીને લઈ જાય. કોઈ તેમના સૌથી મોટાભાઈ પ્રત્યે વફાદારીનો ઔપચારિક અસ્વીકાર કરવા માટે તૈયાર નથી થતું. પાંડવોને વધુ ઉશ્કેરવાના હેતુથી દ્રૌપદીની આંખોમાં જોઈને દુર્યોધન પોતાની જાંઘને ખુલ્લી કરે છે અને તેની પર થપડાક મારે છે, તે આડકતરી રીતે સૂચવે છે કે, તેણીએ પોતાની (દુર્યોધનની) જાંઘ પર બેસવું જોઈએ. ક્રોધાવેશમાં ભીમ સમગ્ર સભા વચ્ચે પ્રતિજ્ઞા કરે છે કે, એક દિવસ તે યુદ્ધમાં દુર્યોધનની આ જાંઘનો ભંગ કરશે.

અંતે, અંધ રાજા ધૃતરાષ્ટ્રનો અંતરાત્મા હચમચી ઉઠે છે, તેમાં પોતાના પુત્રો સામે પાંડવોના ક્રોધના કારણે ભય પણ છે. તેઓ દરમિયાનગીરી કરે છે અને દ્રૌપદીને ઈચ્છા પ્રમાણે કરવા કહે છે. દ્રૌપદી તેના પાંડવ પતિઓને ગુલામીમાંથી મુક્ત કરી દેવાની માંગ કરે છે. ધૃતરાષ્ટ્ર તેણીની ઈચ્છાને મંજૂર રાખે છે અને જૂગટાની રમતમાં પાંડવોએ જે કાંઈ ગુમાવ્યું હતું તે પણ પરત કરે છે. ગુલામીમાંથી મુક્ત ભીમ તરત જ કૌરવોને ત્યાં ને ત્યાંજ ખતમ કરી નાખવા માટે ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મૂકે છે. યુધિષ્ઠિર અને અર્જુન તેને કોઈ અવિચારી પગલું ભરતા અટકાવે છે. પાંડવો અને ધૃતરાષ્ટ્ર વચ્ચે સમાધાનની ઘણી ચર્ચાના અંતે, પાંડવો તેમની પત્ની અને નોકરચાકર સાથે રાજ્ય પરત જતા રહ્યાં.

નવા નિયમો સાથે જૂગટાની વધુ એક રમત રમવા માટે પાંડવોને આમંત્રણ આપવા શકુની, કર્ણ અને દુર્યોધન ધૃતરાષ્ટ્રને મનાવી લે છે. જે મુજબ નવી રમતમાં પરાજય થાય તો પાંડવોને 12 વર્ષના વનવાસ માટે મોકલી દેવામાં આવશે.

જોકે, તેણીને આપવામાં આવેલું વચન ન નિભાવીને, અન્ય પાંડવ ભાઈઓને દાવ પર લગાવીને ગુમાવી દેવા છતાં, યુધિષ્ઠિરએ અનુભવેલો દ્વિધાભાવ ઉકેલાતો નથી. સમગ્ર કથાઘટક મૂકપ્રેક્ષક બની રહેનારા ભીષ્મ, દ્રૌણ અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલોના વ્યક્તિત્વમાં મૂલ્યવાન ઝાંખી પણ ઉમેરે છે. માત્ર વિદુરએ જ સમગ્ર પ્રસંગનો વિરોધ કર્યો પરંતુ તેને અટકાવવા માટે તેમની પાસે કોઈ સત્તા ન હતી.

કૃષ્ણ પ્રત્યે ભક્તિ

[ફેરફાર કરો]

કૃષ્ણ દ્રૌપદીને બહેનની જેમ માને છે અને જ્યારે પણ બહેન તરીકે મદદ માગે છે, તેઓ તેણીની મદદ કરે છે. ગરુડ પુરાણ પ્રમાણે દ્રૌપદી વાયુદેવની પત્ની ભારતી-દેવીનો અવતાર છે. નારદ અને વાયુ પુરાણો પ્રમાણે, દ્રૌપદીએ દેવી શ્યામલા (ધર્મની પત્ની), ભારતી (વાયુની પત્ની), સચી (ઈન્દ્રની પત્ની), ઉષા (અશ્વિનીઓની પત્ની)નો સંયુક્ત અવતાર હતી અને એટલે જ તેણીએ પૃથ્વી પર તેના પ્રતિરૂપ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા. પાર્વતી, શ્યામલા, સચી અને ઉષાની મજાકથી ગુસ્સા ભરાયેલા બ્રહ્મા તેમને માનવ જન્મનો શ્રાપ આપે છે. આ બાબતમાં પાર્વતીએ ઉકેલ વિચાર્યો અને એક સ્ત્રી, દ્રૌપદી તરીકે જન્મ લીધો અને આથી બહુ થોડા સમય માટે લૌકીક દેહનો ભાગ બન્યા. તેમણે ભારતીને માનવદેહમાં તેમની સાથે આવવા વિનંતી કરી. અન્યાય સામે લડવાની દ્રૌપદીની લાક્ષણિકતાએ પાર્વતી કે તેની શક્તિનું પ્રતિબિંબ પાડે છે, આ સમય દરમિયાન નાશવંત દેહ સ્વરૂપે કાલી દ્રૌપદીમાં નિવાસ કરે છે. અન્ય સમય દરમિયાન, દ્રૌપદી સાલસ હતી અને બચાવ માટે રાહ પણ જુએ છે (જેમ જયાધ્રત અને જટાસૂરના કિસ્સામાં) સચી અને ઉષા જેવી અન્ય દેવીઓ ગુણ દર્શાવે છે. અન્ય સમયમાં, તેણી વાસ્તવિક ઓળખાણ છૂપાવવામાં વિચક્ષણતા દાખવે છે અને દેવી ભારતીએ કર્યું હોત તેમ દુષ્ટ કચ્ચિકનો વધ કરવા માટે વાયુપુત્ર ભીમને કહે છે. દ્રૌપદી દેવી શ્રી અથવા સંપત્તિનો પણ અવતાર હતી જે પાંચ ભાઈઓની સંયુક્ત પત્ની હતી. તેણીએ અનેક વાર ઈન્દ્રને બંધક બનાવવા જન્મ લીધો હતો. પહેલી વખત વેદાવતી હતી જેણે રાવણને શ્રાપ આપ્યો હતો (જે અન્ય દેવી અવતાર અગ્નિની પત્ની સ્વાહા છે).

તેણી ફરીથી મૈયા-સીતા તરીકે આવ્યા, ખાસ તો રાવણ સામે વેર વાળવા ત્યારે અગ્નિ અસલી સીતાને છુપાવી લે છે. ત્રીજી વખત આંશિક રીતે દમયંતિ (જેનો પતિ નળ પાંડવોની જેમ ધર્મ, વાયુ, ઈન્દ્રને સમકક્ષ હતો) અને તેણીની પુત્રી નળાયની તરીકે. જેણે ઋષી મૃદગલ સાથે લગ્ન કર્યા હતા. પાંચમો અવતાર ખુદ દ્રૌપદીનો હતો. આથી આપણને દ્રૌપદીમાં કાલી, પાર્વતી, સચી, શ્યામલા, ઉષા, ભારતી, શ્રી અને સ્વાહા એમ આઠ દેવીઓનો સંયુક્ત અવતાર જોવા મળે છે.

કૃષ્ણ દ્રૌપદીને તેમની બહેન કહે છે. તેણી દ્રૌપદીને મદદ કરી કારણ કે તેણીએ પૂરી ભક્તિ સાથે પ્રાર્થના કરી હતી. જ્યારે કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રના કારણે કપાઈ ગઈ હતી ત્યારે, તેણીએ પોતાની સાડીથી બાંધી હતી, આ કાર્ય રાખી (રક્ષાબંધન)ની શરૂઆત બતાવે છે. રાખી (રક્ષાબંધન)ના મૂળમાં બીજી વાર્તા પણ છે જેમાં સચી ઈન્દ્રને દોરો બાંધે છે. કૃષ્ણ જ કર્ણ સાથે દ્રૌપદીના લગ્નનો વિરોધ પણ કરે છે અને અર્જુન સાથે તેના લગ્નને પ્રોત્સાહિત કરે છે.

ઈશ્વર પ્રત્યેની ભક્તિના દાખલારૂપે મોટાભાગના હિંદુઓ દ્વારા દ્રૌપદીને જોવામાં આવે છે. તેણી ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા દર્શાવે છે. અને તેઓ તેણીની રક્ષા કરે છે.

બહુપતિત્વ

[ફેરફાર કરો]

પાંચ પાંડવ પુરૂષો સાથે દ્રૌપદીના લગ્ન, એટલે કે બહુપતિત્વ આ પૌરાણિક ગ્રંથમાં જે સમાજ વિષે વાત કરે છે, તેમાં નિંદાપાત્ર જોવામાં આવતા હતા. ભારતીય-આર્ય લખાણો લગભગ ક્યારેય બહુપતિત્વ ઉલ્લેખ કરતા નથી કે તેને મંજૂર પણ કરતા નથી, છતાં તે સમયના સમાજના ઊંચા તબક્કાના પુરૂષોમાં બહુપત્નીત્વ સામાન્ય હતું. પાંચ પુરૂષો સાથેના તેણીના લગ્ન વિવાદાસ્પદ હતા. પ્રસંગવશાત્ તે સમયે લોકોમાં આ એક ખૂબ જ સામાન્ય રીત હતી.

દ્રૌપદીના બહુપતિત્વના લગ્ન ઐતિહાસિક બનાવ રહ્યો હશે. અન્યથા મહાભારત નો લેખક, જેને વ્યાજબી ઠેરવવા માટે કલ્પક્તાની ચરમ સુધી પહોંચે, તેણે આ અંગે મૌન સેવ્યું હોત. ... દ્રૌપદીના લગ્નને વ્યાજબી ઠેરવવા વિચિત્ર કારણો આપવામાં મહાભારત આગળ વધતું રહે છે; આમાંથી નિરૂપણ માટે માત્ર એક આપી શકાય. દ્રૌપદીને તેના જીવનમાં પાંચ પતિ મળ્યા કારણ કે, તેણીએ પૂર્વ જન્મમાં ઈશ્વરને પાંચ વખત પ્રાર્થના કરી હતી કે, 'મને પતિ આપો' (મહાભારત 1:213). [બહુપત્નીત્વના સંદર્ભે તત્કાલિન સાંસ્કૃતિક પ્રતિક્રિયા માટે મહાભારત, 1:206:2,27; 1:210:29 પણ વાંચો][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.sacred-texts.com/hin/m02/m02066.htm
  2. અન્ત સદાશિવ અલ્તેકર, હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન, પ્રાગ ઐતિહાસિક યુગથી વર્તમાન સમયમાં, , બીજીવાર સુધારાયેલી અને સચિત્ર આવૃત્તિ, (મોતિલાલ બનારસીદાસ, 1959), પેજ. 112–113.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]