દુશલા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મહાભારતમાં દુશલા દુર્યોધનની બહેન હતી જેને સિંધુ નરેશ જયદ્રથ સાથે પરણાવવામાં આવી હતી. જયદ્રથ નો વધ અર્જુને કર્યો હતો. દુશલાને જયદ્રથથી એક પુત્ર થયો હતો જેનુ નામ સુરથ રાખવામાં આવ્યુ હતું. કુરુક્ષેત્રના યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે અર્જુન દિગ્વિજ્ય માટે સિંધુ પ્રદેશ પહોચ્યો. આ સમયગાળામાં સુરથના પુત્રએ અર્જુન સાથે યુદ્ધ કર્યુ પરંતુ જ્યારે અર્જુનને ખબર પડે કે તે દુશલાનો પ્રપૌત્ર છે ત્યારે તેને યુદ્ધને અટકાવી સિંધુ પ્રદેશ નો કબજો લીધો નહીં.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.