લખાણ પર જાઓ

એકલવ્ય

વિકિપીડિયામાંથી
ચિત્ર:Ekalavya's Guru Dakshina.jpg
ગુરૂને પોતાનો અંગૂઠો દક્ષિણામાં આપતો એકલવ્ય.

એકલવ્ય (સંસ્કૃત:एकलव्य) એ ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના શિકારી (નિષાદ)નો પુત્ર હતો. ગુરુ દ્રોણે શીખવવાની ના પાડતાં એમની મુર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. તેના ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.

એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યનાં આશ્રમમાં આવ્યો, પરંતુ નિમ્ન વર્ણનો હોવાને કારણે ગુરુ દ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવવાનો ઇનકાર કર્યો. આથી નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. વનમાં તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતાં અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યંત નિપુણ થઈ ગયો.

કૌશલ્ય

[ફેરફાર કરો]

એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમારો ગુરુ દ્રોણ સાથે આખેટ (શિકાર) માટે તે જ વનમાં ગયાં, જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યનાં આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો, આથી ક્રોધિત થઈ એકલવ્યએ તે કૂતરાને પોતાના બાણ ચલાવી તેના મોંને બાણો વડે ભરી દીધું. એકલવ્યએ એવા કૌશલ્યથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી, પણ બાણોથી બંધાઈ જવાથી તેનું ભોં-ભોં બંધ થઈ ગયું.

દ્રોણનું આશ્ચર્ય

[ફેરફાર કરો]

કૂતરાના પાછા ફરવા પર અર્જુને સિફત પૂર્વક ચલાવવામાં આવેલાં બાણો જોઈ દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલ્યથી બાણ ચલાવાયાં છે, તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યનાં સ્વીકાર કરવા પર તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યએ ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મેં તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા શીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ સમયે એકલવ્યએ હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મેં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.

ગુરુ દ્રોણ જાણતા હતા કે એકલવ્ય હિરણ્યધનુ નો પુત્ર છે,વૈદિક સંસ્કૃતિ માં નામ પ્રમાણે ગુણ હોય અને હિરણ્ય નો મતલબ થાય સોનું(gold) ધનુ એટલે 'તેમાં રતપત'.તે જાણતા હતા કે જો એકલવ્ય હોશિયાર છે,શ્રેષ્ઠ ધનુર્ધર છે માટે તેમને લાગ્યું કે જેમના પિતા ને માત્ર વિત થી મતલબ હોય તો પુત્ર પણ કદાચ વિત (પૈસા) માટે અધર્મ નો સાથ આપી વેચાય જઇ શકે.આથી તેઓએ એકલવ્યને કહ્યું, જો હું તારો ગુરુ છું, તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો, તે હું આપવા તૈયાર છું." દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહરધન્ય છે તે એકલવ્ય ને કે તેને ક્ષણ નો પણ વિચાર કર્યા વગર દક્ષિણા માં અંગુઠો આપી દીધો.

એકલવ્યની રીત

[ફેરફાર કરો]

અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્ય તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસંદેહ આ બહેતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. જે રીતે અર્જુન તીરંદાજી કરતો હતો, તેવી રીતે વર્તમાન કાળમાં કોઈ તીરંદાજી નથી કરતું. ખરેખર એકલવ્ય મહાન ધનુર્ધર હતો.