ઘટોત્કચ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભીમ તથા હિડિંબાનો પરાક્રમી પુત્ર ઘટોત્કચ એક મહાન યોદ્ધા હતો. માતા રાક્ષસી હોવાને લીધે તે અનેક માયવી વિદ્યા પણ જાણતો હતો. જન્મ સમયે તેનું માથુ ઘટ (ઘડા) જેવુ હતું અને ઉત્કચ એટલે માથું એમ તેનું નામ ઘટોત્કચ રાખવામા આવ્યું.[૧]

Ghatotkacha as seen in Javanese shadow puppet play (wayang)

ઘટોત્કચ બાળપણમાં તેની માતા સાથે રહ્યો. એક વખત બાળપણમાં તે તેના પિતરાઈ અભિમન્યુને ન ઓળખવાને લીધે તેની સાથે યુદ્ધ કરી બેઠો હતો.[૨] ઘટોત્કચની ગણના એક પ્રમાણિક અને નમ્ર પાત્ર તરીકે થાય છે. જ્યારે પણ જરૂર પડતી ત્યારે તે હંમેશા પોતાને અને પોતાના અનુચરોને ભીમની સેવા માટે ઉપલબ્ધ રાખતો. ભીમે તેને બોલાવવા માત્ર તેને યાદ જ કરવો પડતો અને તે હાજર થઈ જતો. તેના પિતાની જેમ જ ઘટોત્કચ પણ ગદાથી જ યુદ્ધ કરતો.

તેની પત્નીનું નામ અહીલવતી હતું અને પુત્ર નું નામ બરબરીક હતું. મહાભારતમાં ઘટોત્કચને કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ દ્વારા પાંડવોના પક્ષે લડવા માટે બોલાવવામાં આવે છે. પોતાની માયાવી શક્તિના પ્રતાપે ઘટોત્કચ કૌરવોની સેનામાં કાળો કેર વર્તાવે છે. ખાસ કરીને જયદ્રથની મૃત્યુ પછી જ્યારે યુદ્ધ સૂર્યાસ્ત પછી કાલુ હતો ત્યારે(રાત્રે) તેની શક્તિઓ ખૂબ ઉપયોગિ થઈ પડી. આવી પરિસ્થિતીમાં કૌરવ નેતા દુર્યોધને તેના સર્વોત્કૃષ્ટ યોદ્ધા કર્ણને ઘટોત્કચનો વધ કરવાની વિનંતિ કરી કેમ કે ઘટોત્કચે હવાઈ આક્રમણ દ્વારા સમગ્ર કૌરવ સૈન્યને વિનાશને આરે લાવી મૂક્યું હતું. કર્ણ પાસે ઈંદ્ર દેવ પાસેથી મેળવેલું દિવ્ય અમોઘ શસ્ત્ર હતું- જેનો ઉપયોગ તે માત્ર એક જ વખત કરી શકતો. તેના તીવ્ર શત્રુ- પાંડવ લડવૈયા અર્જુન સાથે ના યુદ્ધમાં વાપરવા તેણે તે બચાવી રાખ્યુ હતું પોતાના પરમ મિત્ર દુર્યોધન જેને વફાદાર રહેવાની તેણે પ્રતિજ્ઞા કરી હતી તેની વિનંતીને તે ના ન પાડી શક્યો. છેવટે તેને તે અમોઘ શસ્ર ઘટોત્કચ પર છોડ્યો અને તેને મારી નાખ્યો. આ ઘટનાને યુદ્ધનો દિશા પરિવર્તક ગણવામાં આવે છે. તેની મૃત્યુ પછી- પાંડવોના માર્ગદર્શક કૃષ્ણ હસ્યાંૢ કેમકે હવે કર્ણ પાસે અર્જુન સામે લડવા કોઈ દિવ્ય અસ્ત્ર ન હોતાં યુદ્ધનું પરિણામ પાંડવોના પક્ષમાં નક્કી જ હતું

ઐતિહાસીક ઘટોત્કચ[ફેરફાર કરો]

Colorful Ghatotkacha in Javanese shadow puppets

સદીઓ જુના માયાવી શક્તિઓ હજી પણ આસામનાઅ માયાંગમાં અનુસરાય છે. ઘટોત્કચની માયાવી શક્તિઓ પણ આજ પ્રકારની સમજવી. (સંદર્ભ આપો) હિમાચલ પ્રદેશમાં મનાલીમાં દેવી હિડમ્બાના મંદિર નજીક ઘટોત્કચનું પણ મંદિર છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

Ghatothkach - ઘટોત્કચના જીવન પર આધારીત હીન્દી ચૈત્રિક(ઍનિમેટેડ) ચિત્રપટ.

References[ફેરફાર કરો]

  1. http://members.cox.net/apamnapat/entities/Ghatotkacha.html
  2. "Bheemasena's son!"

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]