બભ્રુવાહન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

બભ્રુવાહન અર્જુન અને મણિપુરની રાજકન્યા ચિત્રાંગદાનો પુત્ર હતો. બભ્રુવાહનને તેમના નાના (માતાનાં પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ હતો.

અર્જુનના પુત્ર બ્રભુવાહન અને નાગ વચ્ચેનું યુદ્ધ - ૧૫૯૮નું એક ચિત્ર
અર્જુન તેના પુત્ર દ્વારા યુદ્દમાં હણાય છે - ૧૬૧૬નું એક ચિત્ર

જ્યારે અર્જુન અશ્વમેઘ યજ્ઞનાં અશ્વને લઇ અને દિગ્વિજય કરતો મણિપુર પહોંચ્યો ત્યારે તેનું રાજા બભ્રુવાહન સાથે ઘમાસાણ યુધ્ધ થયેલું અને આ યુધ્ધમાં બભ્રુવાહને તેમના પિતા અર્જુનનો તીર મારી વધ કરેલ. જ્યારે તેમને હકિકતની જાણ થઇ ત્યારે પોતે પણ પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયો પરંતુ તેમની સાવકી માતા, નાગકન્યા ઉલુપીએ એક મણી આપ્યો જેના વડે અર્જુનને ફરી જીવંત કર્યો. પછી બભ્રુવાહન પોતાના પિતા સાથે હસ્તિનાપુર પરત ફર્યો.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. આ યુદ્ધનું વર્ણન રાજ્ય તરંગિણીમાં ટ્રોયર દ્વારા ભાષાંતરિત કરેલ મહાભારતમાંથી લેવાયું છે, tome i. p. 578.