જનમેજય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અર્જુનના પ્રપૌત્ર તથા અભિમન્યુના પૌત્ર જનમેજય' તેમના પિતા, પરિક્ષિત બાદ હસ્તિનાપુરના રાજા બન્યા. જન્મથી જ અજ્ય હોવાથી તે જનમેજય કહેવાયો. વળી બીજો અર્થ કરીયે તો જે 'જન'નો ઉદ્ધાર કરે તે જનમેજય. તેના પિતા પરિક્ષિતનું મૃત્યુ તક્ષક નાગદંશને લીધે થયું હોવાથી પ્રતિશોધ લેવા તેણે નાગયજ્ઞ કર્યો હતો. તેણે લગભગ બધા સર્પોનો સંહાર કર્યો પરંતુ તક્ષક નાગની રક્ષા ઇન્દ્રએ કરીને આમ તે ઉગરી ગયો. આ ઉપરાંત જનમેજય કળિયુગના પ્રથમ રાજા પણ માનવામાં આવે છે.