શ્રીમદ્ ભગવદ્ ગીતા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શ્રીમદ્ ભગવદ્ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદૂ ધર્મ ગણાતો હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.
ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. પુરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે.
ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ભારતના બે મહાકાવ્યો પૈકીનું મહાભારત કાવ્ય મહાકવિ વેદવ્યાસ દ્વારા લખાયેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે. અને કોઇ જ માર્ગ ન સુઝતા કૃષ્ણને માર્ગદર્શન પુછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનુ પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મે તને બતાવ્યુ હવે તારે જે પ્રમાણે વર્તવુ હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશુ કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે.

ગીતાના અધ્યાયો ના નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા.

અધ્યાય[ફેરફાર કરો]

૧. અર્જુનવિષાદ યોગ
૨. સાંખ્ય યોગ
૩. કર્મ યોગ
૪. જ્ઞાનકર્મસંન્યાસ યોગ
૫. કર્મસંન્યાસ યોગ
૬. આત્મસંયમ યોગ
૭. જ્ઞાનવિજ્ઞાન યોગ
૮. અક્ષરબ્રહ્મ યોગ
૯. રાજવિધ્યારાજગુહ્ય યોગ
૧૦. વિભૂતિ યોગ
૧૧. વિશ્વરૂપદર્શન યોગ
૧૨. ભક્તિ યોગ
૧૩. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ
૧૪. ગુણત્રયવિભાગ યોગ
૧૫. પુરુષોત્તમ યોગ
૧૬. દેવાસુરસંપદ્વિભાગ યોગ
૧૭. શ્રદ્ધાત્રયવિભાગ યોગ
૧૮. મોક્ષસંન્યાસ યોગ

ભાષાંતરો અને વિવેચનો[ફેરફાર કરો]

શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે - રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.

૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિનસ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુ નામ છે - ધ સોંગ સેલેશીયલ
સ્કલેગેલે ગીતાનો લેટીનમા અનુવાદ ૧૮૨૩માં કર્યો.
વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ ગીતા ભાષા ટીકા--Santswamiji ૨૨:૩૭, ૧ ઓકટોબર ૨૦૦૯ (UTC)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.ભગવદ ગીતા : વિકિસોર્સ પર
ભગવદ ગીતા : અધ્યાય

પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ | દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ | તૃતીયોધ્યાય: કર્મયોગ | ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ | પઞ્ચમોધ્યાય: કર્મસંન્યાસયોગ | ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ | સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ | અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ | નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ | દશમોધ્યાય: વિભૂતિયોગ | એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ | દ્વાદશોધ્યાય: ભક્તિયોગ | ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ | ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ | પઞ્ચદશોધ્યાય: પુરુષોત્તમયોગ | ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ | સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ | અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ |